એમ્બ્યુલન્સ વ્યસ્ત છે કાર પણ નથી,  હવે છકડા વિના છુટકો નથી.. આ એક તસવીર ઘણું બધુ કહી જાય છે

0
41

રાજકોટના ચૌધરી ગ્રાઉન્ડમાં દરરોજ દર્દીઓના વાહનોની કતાર જામે છે. આ કતારમાં હૈયું હચમચાવી દે તેવા દ્રશ્યો કાયમ જોવા મળે છે. તસ્વીરમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે કે એક દર્દીને તેમના પરિવારજન છકડામાં લઈને આવ્યા છે. છકડામાં ઓક્સિજનનો બાટલો પણ છે. અને તડકો ન લાગે એટલે ઉપરના ભાગે કપડું પણ બાંધ્યું છે. હાલ એમ્બ્યુલન્સ ખૂબ વ્યસ્ત હોય આ દર્દીના પરિવાર પાસે કાર ન હોવાથી દર્દીને છકડો રિક્ષામાં લઈ જવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે આ વિકટ સ્થિતિમાં હિંમત હાર્યા વગર પરિવારજનો દર્દીઓને બચાવવાના તમામ પ્રયાસ કરતા અવારનવાર નજરે પડે છે.

હાલ દેશમાં ભયંકર સ્થિતિ ઊભી થઈ છે. રેમડેસીવીર ઈન્જેક્શન તેમજ ઓક્સિજનની અછત સર્જાતા દર્દીઓના ટપાટપ મોત થઈ રહ્યા છે તો બીજી તરફ હાહાકાર મચી જવા પામ્યો છે આવી પરિસ્થિતિને “સ્વાસ્થ્ય કટોકટી” ગણાવી સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. એક તરફ કોરોનાનો રાફડો ફાટી રહ્યો છે તો બીજી તરફ આરોગ્ય સેવા સામે દરરોજ નવા પડકારો ઊભા થઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ સેવા પણ ખૂટી રહી છે. લોકો ખાનગી વાહનોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા મજબુર બન્યા છે. એમાં પણ હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા દર્દીઓએ વેઈટિંગમાં રેવાનો વારો આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here