Abtak Media Google News

એસઆરપી કોન્સ્ટેબલના આપઘાતના પ્રયાસનું  કારણ અકબંધ: ફાયર બ્રિગેડ કચેરી પાસે સવારે પોતાની છાતીએ ગોળી ધરબી દીધી

રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલી ફાયર બ્રિગેડની ઓફિસ પાસે આજે સવારે એક એસઆરપી કોન્સ્ટેબલે પોતાની છાતીમાં પોતાની જ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી ધરબી આપઘાતનો પ્રયાસ કરતા  ખળભળાટ મચી જવા પામ્યો છે. એસઆરપી કોન્સ્ટેબલે કયાં કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને વિજિલન્સ ડીવાયએસપી આર.બી.ઝાલા સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પમાં રહેતા એસઆરપી કોન્સ્ટેબલ રણજીત રાણવા (ઉ.વ.૨૮) નામના જવાને આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન ઓફિસમાં પાછળના ભાગે આવેલી ફાયર બ્રિગેડની કચેરીમાં બીજા માળે ફરજ પર હતા ત્યારે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી છાતીમાં ગોળી ધરબી દીધી હતી. તેઓને હાલતમાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબોએ એસઆરપી કોન્સ્ટેબલ રણજીત રાણવાને મૃત જાહેર કર્યા હતા. તેઓએ કયાં કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલ પોસ્ટમોર્ટમ કરવા સહિતની કામગીરી ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.