Abtak Media Google News

પૈસાની લેતી દેતીના પ્રશ્ને લોહાણા પ્રૌઢે સુસાઈડ નોટ લખી આપઘાત ર્ક્યો’તો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર મગનલાલ આઈસ્ક્રીમવાળા પંકજ કારીયાને આપઘાતની ફરજ પાડવાના ગુનામાં આર.સી.સી. બેંકના સી.ઈ.ઓ. પુરૂષોતમભાઈ પીપળીયાએ ફરિયાદ કવોસીંગ કરવા કરેલી પીટીશનમાં હાઈકોર્ટ આકરા પગલા ન લેવા આદેશ કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર આવેલા મગનલાલ આઈસ્ક્રીમ વાળા પરિવારના પંકજભાઈ કારીયા નામના પ્રૌઢે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક પંકજભાઈના પત્ની અવનીબેને અને મૃતકની સ્યુસાઈડ નોટના આધારે એ-ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે સરકારી અગ્રણી અને આર.સી.સી. બેંકના સી.ઈ.ઓ. પુરૂષોતમભાઈ પીપરીયા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઉપરોકત ગુન્હામાં પુરૂષોતમભાઈ પીપરીયાએ પોતે નિર્દોષ હોવા સંબંધે અને રકમની કોઈ લેતી-દેતી ન હોવા સંબંધે અને કારીયા પરિવારની તકરારમાં માત્ર મધ્યસ્થી હોવા સંબંધે તેમજ ગુજરનાર તેના જ પરિવારના સભ્યોને સ્યુસાઈડ નોટ મોકલી બ્લેક મેઈલ કરી પૈસા પડાવતા હોવાથી તેમના જ પરિવારના સભ્યોએ ગુજરનાર વિરુદ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુદી જુદી ફરિયાદો કરેલી હોવા સંબંધે તેમજ ગુજરનારે અનેક લોકો પાસેથી નાણા લીધેલ હોય, કરજમાં હોય, ચેક રીટર્નના કેસો ચાલતા હોઈ નાણા આપવા સક્ષમ ન હોય, પુરૂષોતમભાઈ પોતે આર્થિક સક્ષમ હોય પોતે તથા પરિવારની માસિક આવક પોણા ચાર લાખ આસપાસ હોવા સંબંધે તેમજ ભારત સરકારના ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા મોટા ટેક્ષપેયર સંબંધે સર્ટીફિકેટ ઈસ્યુ કરી આપેલ. તેમજ આશરે ૧૫ પર્સનલ એવોર્ડ તથા સન્માનપત્રો મળેલ હોવા સંબંધે તેમજ પુરૂષોતમભાઈના માધ્યમથી બેંકને ૭ એવોર્ડ સન્માનપત્ર મળેલ હોવા સંબંધે તેમજ કહેવાતા બનાવના દિવસે સવારથી પોતે બેંકમાં જ હોવા સંબંધેના પુરાવા સંબંધે અને બનાવ વખતે ગુજરનારને રૂબરૂ મળી કોઈ શબ્દો કે ધમકી આપેલી કે ઉચ્ચારેલ ન હોવા છતાં સ્યુસાઈડ નોટ ઉભી કરી બનાવી તે ખોટી હોવા સંબંધે અને મધ્યસ્થી તરીકે સાચી હકિકતો ગુજરનારને કહ્યા બાદ ફરી જતા માત્ર દબાણ લાવી બ્લેકમેઈલ કરવાના ઈરાદે પુરૂષોતમભાઈ સામે કાર્યવાહી કરવામાં આવેલી હોવા સંબંધેના અનેક દસ્તાવેજી પુરાવા સાથે પોલીસ કમિશનર તથા એ-ડિવિઝન પોલીસ સ્ટેશન સહિતનાઓને લેખિત રજૂઆત કરી તે સંબંધે તપાસ કરવાથી પોતે નિર્દોષ હોવાનું હકિકતો રેકર્ડ પર આવશે વિગેરે સત્યતા સાથે હાઈકોર્ટમાં પોતાની સામેની ફરિયાદ રદ કરવા કોસીંગ પિટીશન દાખલ કરી પોતાની ધરપકડ સામે સ્ટેની માંગણી કરવામાં આવેલી.

હાઈકોર્ટ સમક્ષ અસંખ્ય દસ્તાવેજી પુરવા રજૂ કરી તે દસ્તાવેજી પુરવા ફરિયાદ સામે પ્રોટેકશન આપી સ્ટે આપવા માંગણી કરવામાં આવતા હાઈકોર્ટના ન્યાયધીશ પંચોલી દ્વારા પુરૂષોતમભાઈ પીપરીયાની માંગણી ગ્રાહ રાખી ધરપકડ સામે સ્ટે ફરમાવતો હુકમ કરવામાં આવેલો.ઉપરોક્ત કામમાં આર.સી.સી. બેંકના સી.ઈ.ઓ. અને જનરલ મેનેજર પુરૂષોતમભાઈ પીપરીયા વતી હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે આનંદભાઈ ગોગીયા, રવિભાઈ ગોગીયા, બી.બી.ગોગીયા, સુરેશ આર.ફળદુ, ચેતન ચોવટીયા, કિશન માંડવિયા, રવિ ઠુંમર, રીપલ ગેવરીયા, મહેશ્ર્વરીબેન ચૌહાણ, પન્નાબેન ભુત, હિરેનભાઈ રૈયાણી અને નિખીલભાઈ ગોગીયા વિગેરે રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.