Abtak Media Google News

આપણે બૂક્સ તો વાંચતા જ હોઈએ છીએ પણ કેવી બુકસનું વાંચન કરવું જેથી આપણને એમાંથી શું બોધ
શીખવા મળ્યો એ જરૂરી છે એનાથી આપણા જીવનમાં કેટલી આસરો થાય છે અને આપણા જીવનમાં શું ફેરફારો જોવા મળ્યા અને કેવા કેવા ફેરફારો આવ્યા એ દેખાઈ આવે છે. બૂક્સના વાંચન પરથી પણ આપણને મોટિવેશન મળે છે. આપણા જીવનનો એક ભાગ છે બૂક્સ પણ આજની બદલતી દુનિયા હવે ઇલેક્ટ્રોનિક વસ્તુ પર બીલીવ કરે છે નઈ કે બૂક્સ જીવનના સફળ ટોચનો આધાર છે બૂક્સ ઘણી બધી બૂક્સ એવી છે જેમાંથી ભલે કઈ વાંચવામાં મજા ના આવે પણ તોય એમાંથી કંઈક ને કંઈક બોધ શીખવા મળે જ છે.

આપણે કેવી કેવી બુકસ વાંચવી જોઈએ જેથી એનું આપણા જીવનમાં ઘણો લાભ થાય છે

1: જીઓગ્રાફિ બૂક્સ : એનું વાંચન કરવાથી આપણને જાણવા મળે પેલા દુનિયામાં શું ચાલી રહ્યું હતું અત્યારે શું ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં શું થવાનું છે આ બધી જાણકારી આપણને મળી રહે છે।

2: કહાની બૂક્સ : કોઈ પણ કહાનીમાં કંઈક ને કંઈક એનું શીર્ષક છુપાયેલું જ હોઈ છે અને કોઈ પણ કહાની આપણા જીવનને ટચ કરે એવી જ હોઈ છે હવે આપણે એને કેવા નજરથી જોઈએ છીએ એ જોવું પડે.

3. બિઝનેસને લગતી બૂક્સ કે મેગેઝીન : તેના ઉપરથી એ શીખવા મળે દુનિયા કેટલી આગળ જતી રહી છે અને આપણે ક્યાં છીએ અને પછી આપણે નોંધ લઈએ કે આપણો આટલો ટાઈમ ક્યાં વેસ્ટ થયો અને પછી ખબર પડે કે આપણે જીવનમાં બોવ બધુ ગુમાવી દીધું છે.

4.રિલેશનશિપ બૂક્સ : આ બૂક્સથી આપણા રિલેશનશિપમાં શું ચેન્જ કારવાની જરૂર છે એ જાણવા મળે છે.

5. મોટીવેશનલ બૂક્સ કે જેનાથી આપણા જીવનને આધાર મળે એક સાચો વે કે રસ્તો મળે

6.ઇતિહાસની બૂક્સ પરથી આપણા રજવાળાઓ અને રાજાઓ કોણ હતા એની શુરવીરતા વવિષે જાણવા મળે જેથી એ બોધ મળે આપણે ક્યારેય કોઈ પણ કામમાં કે કોઈ મુશ્કેલી આવે એનો બહાદુરીથી સામનો કરવો।

આવી જ રીતે ઘણી બધી બુકો એવી છે જે આપણા જીવનમાં મહત્વનો ભાગ આપતી હોઈ છે જેનું આપણે અનુસરણ કરવું જોઈએ એના ઉપરથી દુનિયામાં નવા-નવા પક્ષીઓ-પ્રાણીઓ ખબર પડે.બૂક્સના વાંચનથી મોટીવેટ થયા શકીએ જેથી આપણા જીવનમાં થતી વારંવાર ભૂલોને સુધારી શકીએ છીએ. આપણી હેલ્થને પણ સારી કરી શકીએ છીએ આમ આપણે જોઈએ તો જીવનમાં બૂક્સનો ફાળો અનંત છે. બૂક્સ આપણા જીવનની આધારભૂત સિડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.