Abtak Media Google News

૧પ૦ ગામોમાં અનેક સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી મહાત્માગાંધીને કાર્યાજલિ  અર્પવામાં આવી રહી છે: સાત દિવસની પદયાત્રામાં ગાંધી મહાવ્રતો પશ થશે મહામંથન: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

ભારત સરકાર દ્વારા સદીના મહામાનવ રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીના ૧પ૦માં જન્મજયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહેલ છે. પૂજય બાપુની સ્મૃતિને ચિરકાળ બનાવવા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શીપીંગ, કેમીકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા બુનિયાદી શાળાઓ અને સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી ભાવનગર જીલ્લાના તળાજા, પાલીતાણા અને શિહોર તાલુકામાંથી પસાર થતી એક ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. આજથી રરમી જાન્યુઆરી સુધી ચાલનાર ૧પ૦ કી.મી. લંબાઇની આ પદયાત્રા ૩પ ગામોમાંથી પસાર થશે.

ગાંધી ૧પ૦ની ઉજવણી માટે ૧પ૦ કી.મી. લાંબી પદયાત્રા, ૧પ૦ કાયમી પદયાત્રીઓ, ૧પ૦ ગામડાઓની ભાગીદારી અને ૧પ૦ જેટલી ગાંધી વિચારોથી ચાલતી શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓને આ પદયાત્રામાં જોડેલ છે.

પૂજય બાપુએ કહ્યું કે, બુનિયાદી શિક્ષણ પઘ્ધિ એ માનવજાતને મારા જીવનની અંતિમ અને અમૂલ્ય દેન છે. આ પદયાત્રાનો માર્ગ પણ આવી જ બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓને જોડીને નિયત કરવામાં આવેલ છે.

જે આ પદયાત્રાએ ખરા અર્થમાં સાર્થક કરે છે. મહાત્મા ગાંધીએ વર્ષ ૧૯૩૭ માં વર્ધા ખાતે તેમની બુનિયાદી શિક્ષણ પઘ્ધતિ રાષ્ટ્રને અર્પણ કરેલ. આ સમયે પ્રખર ગાંધીવાદી કેળવણીકાર પૂજય નાનાભાઇ ભટ્ટ દ્વારા ભાવનગર જીલ્લામાં સૌ પ્રથમ બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓ ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા, મણાર અને લોકભારતી સણોસરાની સ્થાપના થયેલ. આ શૈક્ષણિક સંસ્થાઓનું રાષ્ટ્રનિર્માણમાં ખુબ મોટું યોગદાન રહ્યું છે. એક માત્ર સિઘ્ધી ગણાવવાની હોઇ તો તે લોક-૧ ઘઉનું સંશોધન ગણાવી શકાય. આપણા દેશને અન્નક્ષેત્રે સ્વનિર્ભર બનાવવામાં લોક-૧ ઘઉની જાતનું ખુબ મોટું યોગદાન છે. પદયાત્રાના પથ પર આ બુનિયાદી સંસ્થાઓને જોડી નવી પેઢીમાં બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓની વાત પહોચાડવાનું એક ભગીરથ કાર્ય પાર પડાશે.

આ પદયાત્રાનું ત્રીજું અને મહત્વનું પાસું છે. પૂજય બાપુએ આપેલા ૧૧ મહાવ્રત આ સમગ્ર પદયાત્રા દરમિયાન ૧૧ મહાવ્રતો પર મહાવ્રત  સભાનું આયોજન થયેલું હતું. જેમાં પૂજય બાપુએ બતાવેલા મહાવ્રતો અને વર્તમાન સમયમાં તેની ઉપયોગીતા પર ગહન ચિંતના અને મનન કરવામાં આવ્યું છે.

8 21

પદયાત્રાના ગામોમાં એન.એસ.એસ.ના વિઘાર્થીઓને એક અઠવાડીયા પહેલા કેમ્પ લગાવી એક ઉત્સવનો માહોલ હોય તેવી રીતે કામ કરી રહ્યા છે. પદયાત્રા માર્ગ પરના ૩પ તથા તેની આજુબાજુના ગામો મળી કુલ ૧પ૦ જેટલા ગામોમાં એક અઠવાડીયા સુધી વિવિધ રચનાત્મક અને સામાજીક સુધારણાના કાર્યક્રમો થઇ રહ્યા છે. ગામમાં સફાઇ, ભીંતસૂત્રો આધુનિક કૃષિ શિબિર, યોગ શિબિર, શાળામાં વિવિધ હરીફાઇ ગાંધી સાહિત્ય અને ચિત્રોનું પ્રદર્શન, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, જેવા અનેક વિધ કાર્યક્રમના માઘ્યમથી નાગરીકો પુજય બાપુને કાર્યાજલી પાઠવી રહ્યા છે.

આ પદયાત્રામાં એક નવીન પ્રકારનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. પદયાત્રા જે ગામમાંથી પસાર થાય તે ગામમાં મહાત્મા ગાંધીએ બતાવેલા માર્ગે આલવાના લેવડાવવામાં આવશે. તેની સાથે જ પદયાત્રા જે ગામોમાંથી પસાર થઇ ત્યાં ગ્રામ્ય કારીગરો, સૈનિક પરિવારો અને સૌથી વધુ ભણેલ દીકરીનું સન્માન કરવામાં આવનાર છે.

આ અંગે વાત કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા એ જણાવેલ છે કે, સમગ્ર રાજયમાંથી હજારોની સંખ્યા યુવાનો પદયાત્રાના પોર્ટલ પર નામ નોંધાવી રહ્યા છે. મહાત્મા ગાંધીએ કાર્યાજલિ અર્પવા અબાલ-વૃઘ્ધ સૌ રાત દિવસ જોયા વગર કામે લાગી ગયા છે તથા આ વિસ્તારમાં એક ઉત્સવનો માહોલ છે. ગાંધી મૂલ્યોને ઉજાગર કરવા માટે પદયાત્રા નીમીત બનશે.

આ પદયાત્રામાં દરરોજ બે મહાવ્રત સભાનું આયોજન થશે તથા રોજ રાત્રીના ડાયારાનું પણ આયોજન થનાર છે. આ ઉ૫રાંત સ્થાનીક વિઘાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યકમ, રાજયની કલાસંસ્થા દ્વારા કઠપૂતળી કાર્યક્રમ, ભવાઇ, શેરી નાટકો, તુરી બારોટના કાર્યક્રમો વગેરેનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ એ ગાંધીમૂલ્યોની અનુભુતિ કરવાની ઉત્તમ તક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.