Abtak Media Google News
  • તમાકુના સેવનથી થતી બીમારીની સારવારનો વૈશ્વિક સ્તરે વાર્ષિક ખર્ચ અંદાજીત 400 મિલિયન ડોલર
  • વ્યસન વાળી વ્યક્તિને યોગ્ય મોટીવેશન, વ્યસનમુક્તિ માટેની વિશેષ સારવાર સારા પરિણામો લાવે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે સમગ્ર વિશ્વમાં ઉજવાતો “નો ટોબેકો ડે” આ દિવસ નો હેતુ તમાકુ અને તેની બનાવટો થી થતી તકલીફો વિષે સમાજમાં જાણકારી તથા જાગૃતતા લાવવી અને તેના વ્યસનમાંથી મુક્તિ માટેના જુદા જુદા સ્તરે વિશેષ પ્રયત્નો કરવાનો છે. આ પ્રયત્નો વર્ષોથી દરેક દેશમાં થઇ રહ્યા છે પરંતુ હજુ સુધી આપણે ધાર્યું પરિણામ નથી લાવી શક્યા જેના કારણો તેમજ “નો ટોબેકો ડે” વિષે પરનો સંપૂર્ણ અહેવાલ રાજકોટના કાન નાક અને ગળાના સર્જન ડો.અશોક મહેતાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં અત્રે રજૂ કર્યો છે.

ડો.અશોક મહેતાએ કારણોમાં જણાવતા કહ્યું,તમાકુનો એડિક્ટિવ નેચર, ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુથી થતી મુશ્કેલી બાબતની સમજણનો અભાવ, સરકાર અને એનજીઓના મેડિકલ ક્ષેત્રે થતા પ્રયત્નો અપૂરતા અને અસફળ રહ્યા છે. હાલ વિશ્વ તમાકુની પકડ માં છે અને જો આર પરિસ્થિતિ ચાલુ રહે તો ઠઇંઘની ગણતરી મુજબ 2030માં દર વર્ષે તમાકુથી થતા મૃત્યુનો આંક વિશ્વમાં 1 કરોડ થઈ જશે અને એ જ રીતે તમાકુથી થતી બીમારીનો બોજ પણ એટલો જ વધશે.

Vlcsnap 2022 05 31 13H35M19S591

અત્યારે ભારતમાં અંદાજે 8 લાખ હેક્ટર જમીન પર તમાકુનું વાવેતર થાય છે જેમાંથી 80 ટકા તમાકુ ભારતમાં જ વપરાય છે ખાસ જાતિની તમાકુની આયાત કરીએ વધારે વિશ્વમાં સૌથી વધુ તમાકુના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે. વિશ્વમાં વયના પુરુષોમાં તમાકુનું સેવન અંદાજે 33 ટકાથી 50ટકા સુધી પર્વતમાન છે. ઠઇંઘનું કહેવું છે. સ્ત્રી મા દેશ રાજ્ય વિસ્તાર જ્ઞાતિ અનુસાર તમાકુનું સેવન અલગ અલગ છે જે છેલ્લા 20 વર્ષથી દરેક દેશમાં વધ્યું છે. ભારતમાં 35 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં તમાકુના સેવનથી થતી બીમારી ની સારવાર નો વાર્ષિક ખર્ચ બે લાખ કરોડથી વધુ છે 35 વર્ષથી નીચેની ઉંમરમાં તમાકુના સેવનથી થતાં રોગની સારવારનો ખર્ચ અલગ. તેમજ બીમારીથી કામકાજ બંધ રહે તે પણ નુકસાની અલગ. તમાકુના સેવનથી થતી બીમારી ની સારવાર વૈશ્વિક સ્તરે વાર્ષિક ખર્ચ અંદાજીત 400 મિલિયન ડોલર છે.

તમાકુ તથા દૂષણો નાબૂદ કરવા શું શું કરી શકાય તે પર વધુમાં જણાવતા ડોક્ટર અશોક મહેતાએ કહ્યું એ પ્રશ્ન ઉપર અવારનવાર ચર્ચા-વિચારણા થતી હોય છે સૌથી અગત્યની બાબત તમાકુના સેવનથી થતી અસરો વિષે સમજણ અને સેવન કરતી વ્યક્તિને તમાકુ છોડવા માટેનું મોટીવેશન છે ઘણા લોકોમાં બંને બાબત હોવા છતાં વ્યસન નથી થઈ શકતા આવા લોકોમાં વ્યસનમુક્તિ માટે વિશેષ સારવાર સારા પરિણામો લાવે છે વ્યસનમુક્તિ માટે આપણા દેશમાં જરૂરી પ્રયત્નો માં જરૂર છે.(1) સરકારશ્રી તરફથી વિશેષ પ્રયત્નો શિક્ષણ જાગૃતતા વ્યસનમુક્તિ માટે વધુને વધુ કેન્દ્રો ઉભા કરવા અને તબીબી મદદ પહોંચાડી ખૂબ જરૂરી છે.(2) એનજીઓ અન્ય ક્ષેત્રના યોગદાન જેટલું ધ્યાન અને પ્રત્યનો વ્યસન મુક્તિ પર પણ કેન્દ્રિત કરે.(3) મેડિકલ પેટર્ન ઈતિની છાતી નિરાશા અને નિષ્ફળતા જોયા વગર વિશેષ પ્રયત્નો કરે.(4) શિક્ષકોને આ અભિયાનમાં જોડી કાચી ઉંમરના યુવાનો તમાકુથી દુર રાખવા બધાજ પ્રયત્નો શરૂ કરે.(5)ફિલ્મો,ટેલિવિઝન માં સ્ટાર્સને રોજેરોજ ધૂમ્રપાન કરતા જોઈ યુવાનો અને એન્ડોર્સ કરી ધુમ્રપાન શરૂ કરી દેતા હોય છે આ બાબત પર સરકારમાં ઉચ્ચ સ્તરે યોગ્ય નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.(6)તમાકુનાં ઉત્પાદનથી રિટેઇલ ચેઇન સુધી ટેક્સના ઊંચામાં ઉચ્ચતર વિશે પણ વિચારવામાં આવે. દુનિયાને તમાકુની પકડમાંથી છોડાવવા આટલા પ્રયત્નોની ઉત્તમ જરૂરી

તમાકુ છોડવાથી થતાં ફાયદા
  • બ્લડપ્રેશર નીચું આવે છે.
  • શરીરમાં કાર્બન મોનોક્સાઈડ નું પ્રમાણ નીચું આવે છે.અને ઓક્સિજનનું પ્રમાણ વધે છે હૃદય રોગની શક્યતા ધીમે-ધીમે ઘટતી જાય છે
  1. એસીડીટી પર કાબૂ આવે છે
  2. સ્વાદ અને સુગંધની ક્ષમતા વધે છે
  3. સ્ટ્રેસ લેવલ ઘટે છે સેલ એસ્ટીમેન્ટ વધે છે
  4. આર્થિક સામાજિક કૌટુંબિક ક્ષેત્રે ફાયદો
  5. તમાકુ છોડવાની ઉંમર જેમ નાની તેમ ફાયદો વધુ અને જોખમ ઓછું
  6. 60 વરસની ઉંમરે પણ તમાકુ છોડવાના ફાયદા અનેક છે.

તમાકુ 25 જેટલા રોગોનું મૂળ કારણ છે

  1. કેન્સર,હૃદયરોગ,હાઈ બ્લડ પ્રેસર,બ્રેઇન સ્ટ્રોક
  2. ફેફસા નબળા પડવા થી શ્વાસ ની બીમારી
  3. એસીડીટી,અનિંદ્રા
  4. ગર્ભાવસ્થા સમયે થતાં તમાકુના સેવનથી મિસ કેરેજ
  5. ખોડ ખાપણ સાથે બાળકનો જન્મ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.