Abtak Media Google News

નાક અને ગળા દ્વારા વાયરસો શરીરમાં પ્રવેશે છે તેને

નાથવા પાણીમાં યોગ્ય રીતે અજમો, વિક્સ લેવા ઉત્તમ

કોરોનાની મહામારીમાં લોકોને સામાન્ય શરદી ઉધરસ થાય તો પણ તેઓ ડર અનુભવી રહ્યા છે. લોકો ને સામાન્ય શરદી થાય તો તરતજ તેને કોરોના તો નથી ને? તેવો સવાલ મન માં ઉદભવી રહ્યો છે. સામાન્ય રીતે શરદીમાં નાક બંધ થઈ જતું હોય છે અને કફ જામી જાય છે.

દેશી ઉપચાર તરીકે લોકો નાકમાં નાસ દ્વારા વરાળ લઈને શરદીમાં રાહત મેળવતા હોઈ છે ત્યારે નાસ લેવો કેટલો યોગ્ય ? અને નાસ લેવાની સાચી પદ્ધતિ શુ ? તેના વિશે શહેરના જાણીતા ડોક્ટર્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી. રાજકોટ શહેરના જાણીતા એમ.ડી. ડોક્ટર્સ ડો.જીમ્મી સરેરીયા, ડો.એસ.વી.મોરી, ડો. વિમલ દવે તેમજ ડોો નિરંજન શાહ દ્વારા લોકોને યોગ્ય માર્ગદર્શન અબતક મીડિયા મારફત આપવામાંં આવ્યું હતું.

  • કોણી ટેકવીને ધાબળો ઓઢી નાસ લેવો યોગ્ય, દુર્ઘટના નહીં સર્જાય : ડો.નિરંજન શાહ

01 16

ડો.નિરંજન શાહે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાસ લેવાથી ઘણા ફાયદા થાય છે .વરાળ ને લીધે લોહી નું પરિભ્રમણ થાય છે એટલે શરદી થઈ હોય તેના માટે ખૂબ ફાયદાકારક છે. વાઇરસ સામે નાસ ની વરાળ લડી શકે છે. નાકના છિદ્રો ખુલતા માથાનો દુખાવો પણ ઘટી જાય છે. ટેબલ પર કોણી ટેકવી, ધાબળો ઓઢીને નાસ લેવાની રીત પણ યોગ્ય જ છે. નાસને લીધે મોટે ભાગે સામાન્ય શરદી ચાલી જાય છે. કફ છૂટો પડી જાય છે. નાક બંધ હોઈ તો ૧૦ મિનિટ માં જ કફ છૂટો પડી જાય છે અને નાક ખુલી જાય છે .લોકો ને રાહત મળે છે.

  • નાસ લેવો ખૂબ જ ફાયદાકારક : ડો.વિમલ દવે

02 10

ડો.વિમલ દવેએ અબતક મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું કે જ્યારે લોકો શ્વાસ ન લઇ શકતા હોય કે નાક માં કોઈ પ્રકાર નો ભરાવો હોય ત્યારે નાસ લેવા થી રાહત મળે છે અને ચાદર કે ધાબળો ઓઢી ને નાસ ન લેવું જોઈએ અને અતિશય ગરમ તપેલી માં ન લઈ અને કોઈ અલાયદા વાસણ માં લઇ અને દૂર થી માત્ર વરાળ ને લઈ ને નાસ લેવી જોઈએ જેથી કોઇ જાતનું નુકશાન ન થાય ઘણી વાર નાના બાળક નજીક થી નાસ લેવાનું કરે તો દાજી પણ જાય છે અને ઘણી વાર ધાબળો ઓઢી ને નાસ લે છે તેના થી સીધી વરાળ આંખ માં જાય છે જે આંખ ને પણ નુકશાન કરે છે ખાસ તો વિક્સ વેપરબ કે નાઝોક્લીઅર જેવી વસ્તુ નો પણ શરદી દરમિયાન ઉપયોગ કરવો જોઈએ.

  • નાક અને ગળા દ્વારા જ વાયરસ શરીરમાં પ્રવેશે છે : ડો.એસ.વી. મોરી

03 9

ડો.એસ.વી. મોરીએ અબતક મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું કે હાલમાં ચાલતા રોગચાળા જોવા કે સ્વાઈન ફલૂ હોય કે કોરોના હોય તે બધા વાયરસ આપણા ગળા અને નાક દ્વારા જ શરીરમાં પ્રવેશ કરતા હોય છે. કોઈપણ વાઇરસને નાક અને નાક ના પાછળના ભાગમાં કે ગળા માં થોડો સમય રહે છે તો તે દરમિયાન નાસ લેવું ખૂબ ફાયદાકારક છે પણ નાસ લેવા માટે કોઈ ધાબડું ઓઢવાની જરૂર નથી અને સાદા પાણી કે નીલગીરી ના પાણી સાથે લેવું જોઈએ અને ખાસ તો ચાલુ ગેસ એ કે ચાલુ સગડી દરમિયાન ન લેવુ જોઈએ જેથી દાજવાનો ભય ન રહે અને સાદું પાણી પણ નાસ લેવા માં ઘણું અસરકારક છે અને દિવસ દરમિયાન ૨ થી ૩ વખત જ નાસ લેવું જોઈએ. વધારે પડતો નાસ પણ નુકશાન કરી શકે છે .જેમ કે ગળા માં ચાંદાં પડી જાવા કે એસીડીટી જેવી તકલીફ આવી શકે છે તેથી નાસ ને પ્રમાણસર અને પદ્ધતિસર લેવું જોઈએ જેથી ચોક્કસ ફાયફો મળે.

  • નાસ લેતી વખતે ૨ ફૂટ જેટલું અંતર રાખવું જોઈએ જેથી દુર્ઘટના ન સર્જાય : ડો.જીમ્મી સરેરીયા

04 4

ડોક્ટર જીમ્મી સરેરીયાએ અબતક મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે નાસ લેવો ફાયદાકારક છે દેશી પદ્ધતિ ની વાત કરીએ તો તપેલી માં ઉકાળેલુ પાણી નાખી અને સાથે કોઈ દ્રવ્ય નાખી અને નાસ લેવામાં આવે છે અને બીજી પદ્ધતિ ની વાત કરીએ તો અત્યારે નાસ લેવા માટે તૈયાર ઇલેક્ટ્રિક મશીન માર્કેટમાં જોવા મળે છે જેના દ્વારા વરાળ મળે છે. ખાસ તો નાસ લેતી વખતે વરાળ થી ૨ ફૂટ જેટલું અંતર રાખવું જોઈએ અને ઊંડા શ્વાસ લઇ અને નાસ ને અંદર લેવો જોઈએ જો નજીક થી લેવામાં આવે તો દાજી જવાની બીક રહે છે.નાસ લેવાની પ્રક્રિયા માં જરૂરી નથી કે નાસ લેતા દરમિયાન નાક થી જ શ્વાસ લઈ અને નાક થી જ છોડવું. જરૂરી એ છે કે નાસ માં રહેલ દ્રવ્ય ને ઊંડા શ્વાસ દ્વારા નાક ના નેઝોફેરિસ માં લઇ જવો જોઈએ જેમાં બેક્ટેરિયા રહેતા હોય છે અને નાસ દ્વારા તેમનો નાશ પામે છે.ઘણા લોકો નાસ લેતી વખતે ચાદર ઓઢે છે જે ઘણી વાર હાનિકારક સાબિત થઈ શકે તો તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને બને ત્યાં સુધી ખુલ્લી જગ્યા માં નાસ લેવું જોઈએ.ખાસ તો ખાલી પાણી ની નાસ લોકો ને ગમતી નથી જેથી તેમાં સુગંધી દ્રવ્ય અથવા જુદા જુદા આયુર્વેદિક દ્રવ્ય નાખવા જોઈએ જેમ કે નીલગીરી નુ તેલ,ચા ની ભૂકી,વિક્સ બામ અને આયુષ મંત્રાલય દ્વારા તેમાં અજમો જખવાનું પણ કહેવા માં આવે છે જે ઘણું સારું રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.