Abtak Media Google News

આ પ્રસંગે નવ નિયુકત પ્રમુખ અને અઘ્યક્ષના નામોની જાહેરાત પણ કરાશે

ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર (જી.એચ.પી. ગ્રુપ) દ્વારા તા.૩૦ના રોજ ર૦મી રકતદાન શિબિરનું આયોજન દાતા શૈલેષભાઇ ખંભાયતાના સહયોગથી રાજકોટ વિશ્ર્વકર્મા કેળવણી મંડળ ખાતે યોજાશે તેમજ તેની સાથે સમાજના ભાઇ-બહેનો માટે સ્વાઇનફલુ માટે પણ ખાસ કેમ્પ યોજી દવા વિતરણ કરવામાં આવશે. તેમજ નવી કાર્યકારીની જાહેરાત કરાશે. આ અંગેની માહીતી ‘અબતક’ ના આંગણે આવી આગેવાનો એ આપી હતી.ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર જીએચપી ગ્રુપ તરીકે વર્ષોથી ગુર્જન સુતાર સમાજ માટે કાર્યરત સંસ્થા છે. જેના નવા અઘ્યક્ષ યોગીન છનીયારા અને પ્રમુખ દેવાંગ ગજજરની આગેવાનીમાં હવેથી ગુર્જર સુતાર હિતેચ્છુ પરીવાર તરીકે સમાજ માટે સેવાકાર્યો, સાંસ્કૃતિક કાર્યો અને સામાજીક કાર્યોને વેગવંતી બનાવશે. આગામી દિવસોમાં નવરાત્રીના ગરબા, મહીલા જાગૃતિ, ફ્રુડ પેકેટ વિતરણ સહીતના કાર્યક્રમો યોજાશે.કુલ ૩૯ સભ્યોની કારોબા દ્વારા આગામી કાર્યક્રમો અને સેવાકાર્યો હાથ ધરવામાં આવશે. જેના ભાગરુપે ર૦મી રકતદાન શિબિર તા.૩૦ના રોજ યોજવામાં આવશે જેમાં ૨૦૦ થી ૨૫૦ બોટલ બ્લડ કલેકટર કરવાનો લાક્ષ્યાંક છે. આ ભગીરથ કાર્યમાં સહભાગી બનવા અને ગ્રુપમાં જોડાવવા ઇચ્છુક ગુર્જન સુતાર સમાજના યુવાનોએ ફોન નં. ૨૨૨૩૭૮૩ પર સંપર્ક કરવા સંસ્થા દ્વારા અનુરોધ છે.આ રકતદાન કેમ્પ અને સ્વાઇનફલુ કેમ્પને સફળ બનાવવા ગુર્જર સુતાર સમાજના દેવાંગ ગજજર, યોગીન છનીયારા, અશોક અધેરા, મીહીર ખંભાયતા, વિપુલભાઇ, શૈલેષભાઇ વેકરીયા, રાજુભાઇ સંચાણીયા તથા મુકેશભાઇ કરગથરા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. જેઓએ ખાસ અબતકની આ અંગે માહીતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.