Abtak Media Google News

તણાવ ભર્યુ જીવન, અપુરતો ખોરાક અને અપુરતી ઉંઘ લોકોમાં કોલેસ્ટ્રોલનું જોખમ વધારે છે!!

હાલની સાંપ્રત સ્થિતિમાં લોકો તેમના સ્વાસ્થ પ્રત્યે સહેજ પણ સભાન હોતા નથી. એટલું જ નહી લોકોની તણાવ ભરી સ્થિતિમાં તેમના પર કોલેસ્ટ્રોલનું જોખમ સતત ઉભુ થતું હોઇ છે. પરંતુ જાણવા જેવી વાત એ છે કે માનવ શરીરમાં ગુડ કોલસ્ટ્રોલનું હોવું ખુબ જ જરુરી છે. પરંતુ લોકોની ખરાબ આદાત ખરાબ કોલેસ્ટ્રોલને નોતરે છે. આ તકે લોકોની તણાવ ભરી સ્થિતિ, અપૂર્તા ખોરાક અને અપૂર્તિ ઉંઘ લોકો માટે વધુ જોખમી બને છે.

તબીબોનાં જણાવ્યા અનુસાર જો તમારું બ્લડ પ્રેસર નોર્મલ નહોઇ અને સતત વધવા લાગુ હોઇ તો લોકોએ સાવધ રહેવું જરુરી છે. અને તે કોલેસ્ટ્રોલ હોવાની નિશાની સૂચવે છે. પગમાં પગની ધમનીઓ બ્લોક થતી અથવા અપૂર્તુ ઓકિસજન યુકત લોહી પગ સુધી પહોંચતું ન હોઇ  છે.કોલેસ્ટ્રોલનું વધતુ પ્રમાણ એ એક એવ સમસ્યા છે જેનાથી આખી દુનિયા પ્રભાવિત બની છે. લોકોની અજ્ઞનાનતાનાં કારણે આ બીમારી ઝડપથી ફેલાતી હોઇ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો કે 10 એવા કારણો હોઇ છે જેના લીધે આખી દુનિયામાં સૌથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ બીમારીમાં લોહી  અને ઓકિસજન હ્રદય સુધી સુધી પુર્તી માત્રામાં નથી પહોંચી શકતું. આ તકે આ પ્રકારના કોઇ લક્ષણ જોવા મળે તો દરેક લોકોએ પોતાનું કોલેસ્ટ્રોલ ચેક કરાવવું જરુરી છે.

આજના યુગમાં દરેક વ્યકિતએ કોલેસ્ટ્રોલ વધવા ન દેવું જોઈએ: ડો. દિનેશ રાજ

Vlcsnap 2022 06 01 11H22M50S126

ડો. દિનેશ રાજએ ‘અબતક’ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. લોકોને બહાનું જમાવાની વધુ પડતી આદત, લોકોમાં કસરત કરવાની ઓછી આદત અને ઓછી ઉંઘ લેવી. આવા કારણો કોલેસ્ટ્રોલને નોતરે છે. કોલેસ્ટ્રોલના બે પ્રકાર છે. એક એચ.ડી.એલ. જે ગુડ કોલેસ્ટ્રોલ અને બીજું એન.પી.એલ. કોલેસ્ટ્રોલ  એચ.ડી.એલ. નું પ્રમાણ 45 ટકા વધુ તેનું પ્રમાણ હોવું જોઇએ જે 35 ટકા જેટલું જ જોવા મળે છે. ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવા માટે કસરત વધુ કરવી જોઇએ અને તેલવાળુ ઓછા પ્રમાણમાં ખાવું જોઇએ જેનાથી તેનું પ્રમાણ વધી શકાય.  35 વર્ષની ઉંમર પછી વર્ષમાં એકવાર કોલેસ્ટ્રોલનું ચેકઅપ કરાવું જોઇએ. લોકોએ પોતાનું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં એવું હોય તો પોતાની રોજીંદી દિનચર્યામાં થોડો ફેરફાર કરવો પડે. દરરોજ નિયમિત કસરત કરવી પડે, પોતાના જમવામાં તેલનું પ્રમાણ થોડું ઓછું કરવું જોઇએ નિયમિત

ઊંઘ લેવી જોઇએ. અને કારણ વગર માનસિક તાણ ન લેવો જોઇએ. લોકો પોતાના જીવનમાં માત્ર આટલો ફેરફાર લાવશે તો પણ એ સંપૂર્ણ રીતે તંદુરસ્ત જીવન જીવી શકશે.

યોગ્ય શ્રમ અને નાની મોટી કસરત જ કોલેસ્ટ્રોલથી બચાવી શકે: ડો. અભિષેક રાવલ

Vlcsnap 2022 06 01 11H24M10S239

ડો. અભિષેક રાવલએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકોમાં શરીરને થતી આડઅસરને લઇને મૃત્યુનુ પ્રમાણ વઘ્યું છે.  જેના માટે અયોગ્ય ખોરાક કસરત અને માનસિક તાણ આ કારણ હોય છે. પહેલાના સમયમાં લોકો જે ખોરાક લેતા હતા તેની સાથે તે જે શ્રમ કરતા તેનાથી તેનું પ્રમાણ જળવાઇ રહેતું જયારે અત્યારના સમયમાં તે ઓછું થઇ ગયું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો હ્રદય રોગના કારણ માટે રર ટકા બ્લડ પ્રેસર જવાબદાર છે. લોકોમાં તમાકુનું સેવનનું પ્રમાણ 16 ટકા જવાબદાર છે. જયારે ડાયાબીટીસએ 1ર ટકા જવાબદાર છે. કોલેસ્ટ્રોલ છે એ આપણા શરીરનો એક બંધાણીય ઘટક છે. જયારે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે અને બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે ત્યારે તે હ્રદય રોગ કે અન્ય બિમારી માટે કારણ બને છે. 40 પછીની ઉંમરથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ

વધી જાય તો લોકોએ ગભરાવાની જરુર નથી તેના માટે લોકોએ તમાકુનું સેવન ઓછું કરવું, માનસિક તાણ ઓછો લેવો, નિયમિત કસરત કરવી, અને દિનચર્યા નિયમિત કરવી. જેનાથી તેને કંટ્રોલમાં લાવી શકાય લોકો પોતાના જીવનમાં જો આ પ્રકારનો ફેરફાર કરશે તો કોલેસ્ટ્રોલની સાથે તેને બીજા રોગ જે થાય છે તેને પણ તે દુર રાખી શકશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.