Abtak Media Google News

‘ક્રાંતિ’ શબ્દ ભારે લોભામણો છે. કોઇપણ સમાજમાં મોટાભાગના લોકો પરિવર્તન ઝંખતા હોય છે. વળી પરિવર્તન્ ધીમે ધીમે નહી, એકમદ ઝડપથી જ આવે એવું ઇચ્છનારા લોકોની સંખ્યા બહુ મોટી હોય છે. વળી, પરિવર્તન લાવવા માટે કોઇપણ સાધન ખરું, કે ખોટું, કોઇ પણ પદ્વતિ સારી કે નરસી વાપરવામાં વાંધોદ નથી. એમ માનનારા પણ ઘણા હોય છે. આ ભારે મહત્ત્વની અને ખૂબ વિચારવા જેવી બાબત છે.

પરિવર્તન માગે કોણ? જેઓ પોતાને દુ:ખી માને તે ફેરફાર માગે. જેમને વર્તમાન સ્થિતિથી અસંતોષ છે તેવાઓ પરિવર્તન માગે. જે પોતાને સુખી માને તેવાઓ “જૈસે થેની સ્થિતિ ચાલુ રાખવા માગે અને પરિવર્તનનો સખત વિરોધ કરે. આવું પ્રત્યેક સમાજમાં હંમેશા પ્રત્યેક સમયે બનતું આવ્યું છે. સમાજનો એક નાનો ભાગ “જૈસે થેની સ્થિતિને પકડી રાખવા માગે અને સમાજનો મોટો ભાગ વર્તમાન સ્થિતિને બદલી નાંખવા તલપાપડ બને. આમ બે પરસ્પર વિરોધી જૂથો ટકરાય.

જે લોકો પોતાને દુ:ખી માનતા હોય તે લોકો માનસિક રીતે પરિવર્તન ઉતાવળ કરે તે બહુ સ્વાભાવિક છે. કારણ કે દુ:ખ સહન કરવું અને વળી દશકાઓ સુધી કે સૈકાઓ સુધી દુ:ખ સહન કર્યા કરવું એ સહેલી વાત નથી. તેથી પરિવર્તનથી દુ:ખનો અંત આવી જ જશે એમ ધારીને યેનકેન પ્રકારેણ ઝડપથી સ્થિતિને બદલવા માટે પ્રયત્ન કરે છે. આવે વખતે પરિવર્તન લાવવા માટે જરૂર પડે તો હિંસા, તોડફોડ, મારફાડ, જુઠ્ઠાણું, છેતરપિંડી વગેરેનો ઉપયોગ કરવામાં વાંધો નથી. અમે મોટાભાગના લોકો માનવા લાગે છે. દુ:ખ સહન કરવું અને સ્વેચ્છાએ સહન કરવું એ જીવનશક્તિ પ્રખર જીવનશક્તિ માગી લે છે. આવી જીવનશક્તિ તો કુદરત બહુ ઓછા લોકોમાં મૂકે છે. તેથી ઝડપથી સમાજને બદલવા કોઇ પણ સાધનનો ઉપયોગ કરવા લોકો મેદાને પડે છે.પરિણામે, એક જ સમાજના બે ભાગો-જૂથો વચ્ચે સંઘર્ષ હોય છે. પરંતુ, મનુષ્યના સ્વાભાવની લાક્ષણિકતાને લીધે તે સંઘર્ષ(સશસ્ત્ર અથડામણમાં ફેરવાઇ જાય છે. જીત તો જેની થવાની હોય તેની થાય. પરંંતુ હિસા, માનવ હાનિ સંપત્તિ વિશાન વગેરે તો ભોગવવાં પડે બન્ને જૂથના લોકોને. વૈમનસ્ય જાગે અને વિકરાળ બને જેને શાંત પડતાં બે-ત્રણ પેઢીઓને પસાર થઇ જવું પડે. પરિણામે સમાજનો વિકાસ અવશ્ય રૂંધાય જ.ઘણા લોકો આવી ઘટનાને ક્રાંતિ તરીકે ઓળખાવે છે. પશ્ર્ચિમના દેશોમાં બનેલી ઘટનાઓમાં કેટલીક ઘટનાઓને ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. પુરોપમાં રાજાશાહી સામે લોકો યુદ્વ ચડ્યા તેને ક્રંાંતિ ગણી. વ્યાપારવાદની સામે મૂડીવાદનું આગમન થયું તે ઘટના જે દશકાઓ સુધી ચાલી તેને પણ ક્રાંતિ ગણી. મૂડીવાદની સામે સામ્યવાદી ચળવળો ચાલી તેને પણ ક્રાંતિ તરીકે ઓળખાવી. આજે પશ્ર્ચિમના દેશોની રાજાશાહી કે તેમનો મૂડીવાદ કે તેમનો માર્કસ અને એન્જલ્સનો પ્રબોધેલો સામ્યવાદ પણ નામશેષ થઇ ચૂકયા છે શોધ્યાં જડતા નથી અને આજથી દસ વર્ષ પછી તો કદાચ પુસ્તકોના પાના ઉ૫ર જ વાંચ્વા મળશે.

તો પ્રશ્નએ છે કે જેને ક્રાંતિનું નામ આપ્યું તેવી આ બધી “ક્રાંતિકાર ઘટનાઓની ફલશ્રુતિ શું?પશ્ર્ચિમના દેશોની આ બધી ક્રાંતિકારી ઘટનાઓનો અભ્યાસ કરતાં દેખાય છે કે જે સંઘર્ષો થયા છે તે જૂથોના સ્વાર્થ માટે થયા છે અને માત્ર ભૌતિક સ્વાર્થ માટે થયા છે. ધન, વૈભવ, સુખસંપત્તિનો ભોગવટો માત્ર હું કરું એવી હીન, મનોવૃત્તિથી પ્રેરાઇને યુરોપના રાજાઓએ સત્તા અને સંપત્તિનું અસાધારણ કેન્દ્રીકરણ કરેલું. તેમના અગાઉ એવું જ કેન્દ્રીકરણ ધર્મગુરુઓએ કરેલું. એવું સત્તાનું કેન્દ્રીકરણ મૂડીવાદીઓએ કરવું. અને એવું જે કેન્દ્રીકરણ સામ્યવાદીઓએ પણ કરેલું. આ કેન્દ્રીકરણ એટલે હળાહળ સ્વાર્થ અને તેમાં પણ માત્ર ભૌતિક સ્વાર્થ. આજે આ બધાનો વિનાશ થઇ ચૂકયો છે. અને કેન્દ્રીયકરણો અસ્તવ્યસ્ત થઇ ચૂકયાં છે. આ એક પ્રકારની સામાજિક સમતુલા હતી જે લાંબો સમય ટકી શકે જ નહી. તે તૂટે જ તૂટે.પણ તેને સક્રિયપણે તોડવાનો પ્રયત્ન થયો. જેમાં સારાં નરસાં સાધનો વપરાયાં અને ઝડપ પણ થઇ. પરિણામે આજે પશ્ર્ચિમના સમાજો સંતુલિત અવસ્થામાં નથી અને તેમણે પોતાની સામાજિક સ્થિતિ સ્થિર કરી દીધી છે. એવું તો છે જ નહી. વર્તમાન સ્થિતિ સામેનો અસંતોષ વધુને વધુ ભભૂકે છે. તો જેને આપણે ‘ક્રાંતિ’ શબ્દથી ઓળખી એવી ઘટનાઓનું અંતિમ પરિણામ શુદ્ધ સુખ શાંતિમાં આવ્યું નથીએ નિશ્ચિત છે.પશ્ચિમની આ બધી ક્રાંતિકારી ઘટનાઓમાં કયારેય સમગ્ર સમાજનો વિચાર થયો નથી. કેવળ પોતાના સુખ સિવાય સમગ્ર સમાજના સુખનો વિચાર થયો નથી. શરીરસુખથી આગળ જીવનના બીજા પણ આયામો હોઇ શકે તેનો પણ વિચાર થયો નથી. અને જે સાધનો વપરાયાં છે તેમની શુદ્ધિ-અશુદ્ધનો વિચાર પણ થયો નથી. પરિણામે, પરિવર્તન માટે કરેલા પ્રયત્નો ક્રાંતિઓ નિષ્ફળતાને વરેલ છે.ક્રાંતિ જયારે શિશુ અવસ્થામાં હોય છે ત્યારે તે બહુ જ વહાલી લાગે છે. જયારે ક્રાંતિ યુવા સ્વરૂપ પકડે છે. ત્યારે તેનો એવો તાપ લાગવા માંડે છે કે હામાં પકડી રાખવી મુશ્કેલ બને છે. પરંતુ, આ ક્રાંતિથી જેમા ઝડપ મુખ્ય પરિબળ છે તે જયારે પ્રૌઢ સ્વરૂપ અને વૃધ્ધ સ્વરૂપ પકડે છે. ત્યારે તેનું વરવું રૂપ જોઇને તેને તરછોડી દેવામાં આવે છે. આવી ‘ક્રાંતિ’થી સાવધાન થવાની જરૂર છે. કેળવ વૈમનસ્ય અને ધિક્કારને પાયામાં રાખીને ચણેલી ક્રાંતિની ઇમારત ટકતી નથી. વૈમનસ્ય અને ધિકકારના સિંચનથી ઉછરેલા છોડનાં ફળો કડવાં જ હોય છે.રશિયા સહિતના પૂર્વ યુરોપના દેશો સામ્યાવાદી માળખાને ફગાવી તો રહ્યા છે પણ તેમના મનમાં દ્ધિધાતો છે જ કે હવે સમાજની નવરચના કયા માળખાને આધારે કરવી? જૂની રાજાશાહી ? સંપ્રદાય આધારિત પોપશાહી? વ્યાપારવાદી માળખું? મૂડીવાદી સમાજ રચના? કે પછી બીજું કાંઇ?વૈજ્ઞાનિક અને યાંત્રિક વિકાસથી ધમાલ તો બહુ થઇ પણ પર્યાવરણની સમતુલાની સમસ્યા અને બીજી અને બીજી અનેક સમાસ્યાઓમાં પશ્ચિમનો સમાજ એવો તો અટવાયો છે કે આજે જીવન-સંઘર્ષનો, તેમની શક્તિ વિશેનો આત્મવિશ્વાસ ડગી ગયો છે. તેમની શક્તિ વિશેનો આત્મવિશ્વાસ ડગી ગયો છે. તેથી જ તેમણે હવે ભારતના સાધુ સંતોનો સમીગમ શરૂ કર્યો હશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.