Abtak Media Google News

એલ્યુમિનિયમ સેક્શનના વેપારી આર્થિક સંકળામણમાં સપડાતા કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરના મોરબી રોડ પર આવેલા ક્રિષ્ના બંગ્લોઝમાં રહેતા અને રહ્યા ચોકડી પાસે ભાગીદારીમાં એલ્યુમિનિયમ સેક્શન ની દુકાન ધરાવતા વેપારીએ ગઈકાલે સાંજે પોતાની દુકાનમાં ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આર્થિક સંકળામણમાં સપડાતા વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.

અંગેની પોલીસ માંથી જ પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલા ક્રિષ્ના બંગ્લોઝમાં રહેતા અને રહ્યા ચોકડી પાસે અમૃત હોસ્પિટલ ની બાજુમાં આવેલા શિલ્પ કોમ્પ્લેક્સ માં એલ્યુમિનિયમ સેક્શન ની દુકાન ધરાવતા વેપારી અતુલભાઇ નારણભાઈ ટાંક (ઉ.વ.40) એ ગઈકાલે સાંજે પોતાની દુકાનમાં જ ઝેરી દવા પી લીધી હતી. આ અંગે આસપાસના વેપારીને જાણ થતા તેઓએ તરત અતુલભાઇને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

ઘટનાની જાણ થતા અતુલભાઇના ભાગીદાર અને યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ પણ હોસ્પિટલ દોડી ગયા હતા જ્યાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અતુલભાઈ ટાંક એલ્યુમિનિયમ સેક્શનમાં વેપાર કરે છે અને આર્થિક સંકળામણમાં સપડાય જતા ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરીને સચોટ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.