Abtak Media Google News

રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરાશે

ભારતની વસ્તી ગણતરી ૨૦૨૧માં પડઘમ વાગવાનો શુભારંભ થઈ ગયો છે. વસ્તી ગણતરી ૨૦૨૧-એ ૧૮૭૨ી સળંગ શ્રૃંખલામાં ૧૬મી અને આઝાદી બાદ ૮મી વસ્તી ગણતરી છે. ગુજરાતમાં આ વસ્તી ગણતરીનો શુભારંભના પ્રમ તબક્કો મે જૂન ૨૦૨૦ી શરૂ થશે અને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે.રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસ્તી ગણતરીની કામગીરી હા ધરવામાં આવશે. ગુજરાતમાં સૌપ્રમવાર વસ્તી ગણતરી માટે મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવશે તેમ વસ્તી ગણતરી કચેરીના નાયબ નિયામક ડો.સંચિતા સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભારતની વસ્તી ગણતરી વિશ્ર્વની એકમાત્ર વહીવટી કવાયત છે. ભારતની વસ્તી ગણતરી અંતરાય વિના અવિરતપણે દર ૧૦ વર્ષે નિર્ધારત સમય પત્ર અનુસાર સંપન્ન કરવામાં આવે છે. એટલું જ નહીં પુર, રોગચાળો, કુદરતી આફત, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્િિતમાં અંતરાય વિના વસ્તી ગણતરીના કામગીરી સફળ રીતે પૂર્ણ ઈ છે.

આગામી ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્ર કરવા મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવશે. વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રીય વસ્તીપત્રકની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રીય કામગીરી કરાશે. વસ્તી ગણતરી ૨૦૨૧ની ક્ષેત્રીય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સેસ ૨૦૨૧ના સીએમએમએસ પોર્ટલ દ્વારા કરાશે. જેી વસ્તી ગણતરીમાં એકત્રીત માહિતીના પરિણામ ઝડપી પ્રસિધ્ધ કરી શકાશે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં હાથ ધરાનાર વસ્તી ગણતરી સંદર્ભે પ્રમ તબકકાની તાલીમ શિબિરનું તા.૧૮ થી ૨૩ દરમિયાન ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે. જેનું ઉદઘાટન રેવન્યુ ઈન્સ્પેકશન કમિશનર આર.જે.માકડીયાએ કર્યું હતું. જીઆઈડીસીના ડાયરેકટર સંજય જોશી, રાષ્ટ્રીય પ્રશિક્ષક ડો.ભાવેશ મહેતા, શિલ્પાબેન પરમાર, નાયબ નિયામક જી.એલ.મીના, ર્અશા અને આંકડા નિયામક મનીષ ગામીત સહિતના અધિકારીઓ તાલીર્માીઓને તાલીમ આપી રહ્યાં છે. આ તાલીમમાં અંદાજીત ૨૫ જિલ્લાના ૫૬ માસ્ટર ટ્રેનર પ્રશિર્ક્ષાી તરીકે હાજરી આપી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.