Abtak Media Google News

મોટા શહેરોના ૧૦ કી.મી અને નાના શહેરોના ૫ કીમી વિસ્તારમાં શ્રી સરકાર થયેલી જમીનો કોઈપણ સંજોગોમાં મૂળ માલીક કે તેના વારસદારને પરત નહી કરાય: રાજય સરકારે શ્રી સરકાર થયેલી જમીનો પરત કરવાના નિયમોમાં અનેક પરિવર્તનો કર્યા

રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા જપ્ત કરાયેલી જમીનો તેના મૂળ માલીકોને પરત કરવાના નિયમોમાં ધડમૂળથી ફેરફાર કર્યા છે. જમીન માલીક દ્વારા વિવિધ સરકારી લેણા ચૂકવવામાં નિષ્ફળ જવાના કારણે જપ્ત કરવામાં આવેલી જમીનો પરત કરવાના વિવાદોને ઝડપી ઉકેલ લાવવા મહેસુલ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં શ્રી સરકાર કરાયેલી ૨૫ વર્ષ સુધીના જૂના કેસોમાં જમીન પરત કરવાની સત્તા જિલ્લા કલેકટરને અપા, છે. જયારે ૨૫ વર્ષથક્ષ જૂના કેસોમાં નિર્ણય લેવાની સત્તા રાજય સરકાર કક્ષાએ રાખવાનો નિર્ણય આ નવી માર્ગદર્શિકામા આપવામાં આવ્યો છે.

રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા શ્રી સરકાર કરવામાં આવેલી જમીનો તેના મૂળ માલીકોને પરત કરવાના નિયમો અંગેની એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં વિવિધ કારણોસર ખેત ધિરાણના પૈસા નવી શરતની જમીન માટે ચૂકવવી પડતી રકમ વગેરે સરકારી લેણી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયેલા જમીન માલીકોની શ્રી સરકાર કરાયેલી જમીનોને મૂળ માલીકોને પરત કરવાના નિયમોમાં મૂળમાંથી સુધારા કરાયા છે. આ નવી માર્ગદર્શિકા મુજબ શહેરના ૧૦ કમિ. વિસ્તારમાં આવલે શ્રી સરકાર થયેલી જમીન કોઈપણ સંજોગોમાં મૂળ માલીકને પરત નહી અપાઈ આ જમીનને લોકપયોગ સેવાઓ માટે સાર્વજનીક હેતુ માટે અનામત રાખવામાં આવશે.

નગરપાલીકા કક્ષાના નાના શહેરોના ૫ કી.મી. વિસ્તારમાં શ્રી સરકાર થયેલી જમીનોને પણ મૂળ માલીકોને પરત નહી આપવાનો નિર્ણય આ માર્ગદર્શિકામાં અપાયો છે. જયારે, ગ્રામ્ય વિસ્તારોમાં આવલે શ્રી સરકાર થયેલી જમીનો તેના મૂળ માલીકોને પરત કરી શકાશે. તે માટે ૨૫ વર્ષ સુધીના કેસોમાં કલેકટરને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. જયારે ૨૫ વર્ષ કરતા જૂના કેસોમાં રાજય સરકાર કક્ષાએ નિર્ણય લેવાની સતા આપવામાં આવી છે. આવી જમીનો ખેડુતો ખાતેદારો દ્વારા સરકારના ધિરાણ યોજનાઓ હેઠળ અથવા જમીન વિકાસ બેંક જેવી નાણાંકીય સંસ્થાઓ પાસેથી પોતાની જમીનો તારણમા મૂકીને લોન લીધા બાદ લોન ભરપાઈ નહી કરવા સહિતના કિસ્સાઓમાં જમીનને શ્રી સરકાર કરવામાં આવે છે.

આવી જમીનોની એન્ટ્રીમાં શ્રી સરકાર દાખલ કરી દેવામાં આવ્યું હોય છે. પરંતુ તેનો કબજો મૂળ માલીકકે વારસદારો પાસે હોય અને તેઓ તેને ખેડુતા હોય છે કે ઉપયોગ કરતા હોય છે. આવી શ્રી સરકાર થયેલી જમીનો તેના મૂળ માલીક કે તેના વારસદારોને પરત કરવા માટે અત્યાર સુધી વર્ષ ૨૦૧૪માં બનાવવામાં આવેલા નીતિ નિયમોના આધારે મહેસુલ વિભાગ દ્વારા નિર્ણયો કરવામાં આવતા હતા સામાન્ય રીતે આવી શ્રી સરકાર થયેલી જમીનોનાં કેસોનાં નિર્ણયમાં લાંબો સમય લાગતો હોય છે. ઉપરાંત અનેક કિસ્સાઓમાં શહેર નજીક આવેલી કિંમત જમીનો મૂળ માલીક કે તેના વારસદારને પરત આપવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે.

જેથી, રાજય સરકારે મહેસુલ વિભાગના ૨૦૧૪ના માર્ગદર્શિકા નિયમોના ફેરફાર કરીને નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ૨૫ વર્ષ સુધીમાં શ્રી સરકાર થયેલી જમીન પરત આપવાના કેસો કલેકટર કક્ષાએ ચલાવવાના નિર્ણયથી આવા કેસોનો ઝડપથી ઉકેલ આવી શકશે અને અરજદારોને અમદાવાદ-ગાંધીનગર સુધીના ધકકા બંધ થશે તેવા ઉદેશ્ય સાથેના નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.