Abtak Media Google News

ટીકટોકે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે કેસ કર્યો

ચૂંટણીમાં બીજી વખત ચૂંટાવા ટ્રમ્પ ચીન વિરોધી હવાને બળ આપે છે: ટીકટોક

ચીની એપ ટીકટોકે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે એપ પર પ્રતિબંધ મૂકવા અંગે કોર્ટમાં કેસ કર્યો છે.

Advertisement

ટીકટોકે ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાની આકરી ટીકા કરતા જણાવ્યું હતુ કે ટ્રમ્પે ચૂંટણી જીતવા આ એપ પર પ્રતિબંધ ચીન વિરોધી હવાને આગ લગાડવાનું કામ કયુર્ંં છે.

ટીકટોકે લોસ એન્જલસની ફેડરલ કોર્ટમાં ટ્રમ્પ સામે આ કેસ કર્યો છે.જેમાં પ્રતિવાદી તરીકે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ, અમેરિકી વાણીજય મંત્રાલય તથશ વાણીજય મંત્રી વિલ્સર રોયના નામ છે.

રાષ્ટ્રપતિના કાર્યાલયે એવા આક્ષેપ કર્યા છે કે ટીકટોક એપ રાષ્ટ્રીય સુરક્ષા માટેપડકારરૂપ છે. આ આક્ષેપોનો જવાબ આપતા ટીકટોક તથા તેની પૈતૃક કંપની બાઈટડાન્સે જણાવ્યું હતુ કે કંપની જેતે ઉપયોગ કરનારના ખાનગી ડેટા સાચવીને રાખે છે. અને તેના માટે કંપની અસાધાન્ય ઉપાયો કરે છે.

બાઈટડાન્સ ટીકટોક એપ. નો અમેરિકાનો વહીવટ અમેરિકી કપનીઓ માઈક્રોસોફટ અને ઓરેકલને વેચવા માટે વાટાઘાટો ચાલી રહી છે.

અમેરિકાના પ્રશાસનને એવી શંકા વ્યકત કરી હતી કે ટીકટોક એપ દ્વારા લોકોની અંગ જાણકારી માહિતી ચીનની કોમ્યુનીષ્ટ સરકારને પહોચાડવામાં આવી રહી છે અંગત વાત અને સુરક્ષાનું કારણ જણાવીને ભારતમાં પણ ટીકટોક એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ટીકટોકે શું કહ્યું?

એક સમાચાર એજન્સીનાં જણાવ્યા પ્રમાણે ટીકટોકે જણાવ્યું હતુ કે ૩ નવેમ્બરના રોજ થનારી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજી વખત ચૂંટાવા માટે ટ્રમ્પ ચીન વિરોધી વ્યાપક અભિયાન ચલાવી રહ્યા છે. અને આ આદેશ તેનો જ એક ભાગ છે.

સરકારે સામે કેસ કરવાના મુદે કંપનીએ જણાવ્યું કે અમે આ વાતને સામાન્ય નથી ગણતા અમારો અમેરિકાનો વહીવટ બંધ કરવાનો આદેશ આપ્યો એટલે અમારી પાસે કોઈ રસ્તે જ ન હતો.

ટ્રમ્પે શું કહ્યું હતું?

તમને એ જણાવીએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ૬ ઓગષ્ટના આદેશમાં ટીકટોક પર પ્રતિબંધ મૂકતા આદેશમાં જણાવ્યું હતુ કે દિવસમાં પોતાનો વહીવટ અમેરિકામાંથી સંકેલી લે અથવા અમેરિકી કંપનીને વેચી દે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.