Abtak Media Google News

સૂર્યદેવ તુલા રાશિમાં, શુક્ર દેવ કન્યા રાશિમાં અને ગુરુ મેષ રાશિમાં વિરાજમાન છે.  આ યોગ 59 વર્ષ બાદ બની રહ્યો છે. આ સમયે ગુરુ મેષ રાશિમાં બિરાજમાન થઇ સૂર્ય પર પોતાની સપ્તમ દ્રષ્ટિ રાખે છે. જયારે શનિદેવ તેની મૂળ ત્રિકોણ રાશિમાં  રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે.

 આ વર્ષે ધનતેરસનાં દિવસે ગ્રહોનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ વખતે ધનતેરસ પર શનિદેવ પોતાની પ્રિય રાશિ કુંભમાં 30 વર્ષો બાદ હાજર રહેશે. આ સિવાય સૂર્યદેવ તુલા રાશિમાં, શુક્ર દેવ કન્યા રાશિમાં અને ગુરુ મેષ રાશિમાં વિરાજમાન થશે.  ગ્રહોની આવી સ્થિતિ 59 વર્ષો બાદ બની રહી છે. આ દુર્લભ સંયોગથી 5 રાશિઓનાં જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળશે.Content Image 2Dd0Cb1D Cd45 4177 Ab63 8F07Efeb3378 1

મેષ રાશિ
ધનતેરસ પર બનતા આ દુર્લભ સંયોગથી મેષ રાશિનાં જાતકોને વિશેષ લાભ મળશે. ધનતેરસથી મેષ રાશિવાળાઓની જિંદગીમાં મોટા ફેરફારો આવશે. આ સમયગાળા દરમિયાન કરિયરમાં જબરદસ્ત ઉન્નતિ જોવા મળશે. આ સિવાય મેષ રાશિવાળા લોકો જ્યાં પણ રોકાણ કરશે તેમને લાભ પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્યને લઈને પણ ગ્રહોનો દુર્લભ સંયોગ શુબ સાબિત થશે.

મિથુન રાશિ
ધનતેરસ પર બનતા ગ્રહોનો શુભ સંયોગ મિથુન રાશિવાળા લોકો માટે ફાયદાકારક રહેશે. ગ્રહોનાં શુભ પ્રભાવથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. સૂર્યદેવ જ્યાં નોકરીમાં ઉન્નતી કરાવશે ત્યાં શુક્રદેવની કૃપાથી ઐશ્વર્ય પણ પ્રાપ્ત થશે.

સિંહ રાશિ
ધનતેરસ પર જે ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો છે તે સિંહ રાશિનાં જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. ગ્રહોનાં વિશેષ યોગથી વિવાહનો પ્રસ્તાવ મળશે. આ સિવાય ગ્રહોનો આ યોગ શુભ સંયોગ દાંપત્ય જીવન માટે શુભ રહેશે. આ દરમિયાન શુક્રદેવની કૃપાથી વૈવાહિક જીવનમાં ગાઢતા વધી શકે છે.

મકર રાશિ
મકર રાશિવાળા લોકો માટે ધનતેરસનો દિવસ અને તેની આગળનો કેટલોક સમય આર્થિક લાભની દ્રષ્ટિએ અત્યંત મહત્વનો છે. જ્યારે ધનતેરસ પર ગ્રહોનો દુર્લભ સંયોગ બને છે તો મકર રાશિનાં લોકોનાં સારા દિવસો શરૂ થઈ જશે. બિઝનેસમાં આર્થિક સ્થિતિ પણ સુદ્રઢ થશે. નોકરીવાળા લોકોને પ્રમોશન મળી શકે છે.

કુંભ રાશિ
કુંભ રાશિનાં જાતકોને ધનતેરસનો આ યોગ લાભકારી અને મંગળકારી સાબિત થઈ શકે છે. આ દિવસે જે કોઈ નવા વેપારની શરૂઆત કરશે તેનાથી ધનલાભ થશે. લાંબા સમયથી અટકાયેલું કામ પૂરું થશે.  બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે જેનાથી ધનલાભ થશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.