Abtak Media Google News

ભીનો અને સુકો કચરો અલગ-અલગ એકત્ર કરવાની જવાબદારી શહેરીજનો નિભાવે

રાજકોટને દેશનું નંબર વન સ્વચ્છ શહેર બનાવવા માટે મહાપાલિકાએ કમરકસી છે. છેલ્લાં અઢી વર્ષમાં કોર્પોરેશન દ્વારા શહેરનાં તમામ ૧૮ વોર્ડમાં ૧,૫૨,૧૬૭ ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું છે. બે અલગ-અલગ ડસ્ટબીન આપવામાં આવતી હોવા છતાં લોકો ભીનો અને સુકા કચરાનો અલગ-અલગ નિકાલ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ગત તા.૧/૧/૨૦૧૭ થી તા.૧/૭/૨૦૧૯ સુધીમાં શહેરમાં ભીનો અને સુકો કચરો અલગ-અલગ કરવા માટે ૧,૫૨,૧૬૭ ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં વોર્ડ નં.૧માં ૯૯૯૧, વોર્ડ નં.૨માં ૮૫૫૦, વોર્ડ નં.૩માં ૫૮૦૬, વોર્ડ નં.૪માં ૫૩૦૯, વોર્ડ નં.૫માં ૪૭૫૧, વોર્ડ નં.૬માં ૪૦૧૭, વોર્ડ નં.૭માં ૧૦,૨૧૬, વોર્ડ નં.૮માં ૧૭૮૪, વોર્ડ નં.૯માં ૧૪,૮૨૭, વોર્ડ નં.૧૦માં ૧૨,૧૨૬, વોર્ડ નં.૧૧માં ૧૩,૩૯૦, વોર્ડ નં.૧૨માં ૧૦,૧૩૫, વોર્ડ નં.૧૩માં ૯૩૮૦, વોર્ડ નં.૧૪માં ૭૧૧૧, વોર્ડ નં.૧૫માં ૨૨૪૭, વોર્ડ નં.૧૬માં ૬૩૬૪, વોર્ડ નં.૧૭માં ૮૮૦૩ અને વોર્ડ નં.૧૮માં ૮૩૬૦ ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.