Abtak Media Google News

અગાઉ જનરલ બોર્ડે બોલાવવા ૩૧મી મે સુધી મંજૂરી અપાઇ હતી

કોરોના વાયરસના કારણે દેશમાં ૩૧ મે સુધી લોકડાઉનને ધ્યાને રાખી મહાનગરપાલિકાને જનરલ બોર્ડની મીટીંગ બોલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ૩૦ જૂન બોલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી ચાલી રહી છે. જેના અનુસંધાને ૨૫ માર્ચથી તબક્કાવર સમગ્ર દેશમાં તા.૩૧ મે ૨૦૨૦ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર સભાની સામાન્ય દ્વિમાસિક મીટીંગ ગત તા.૨૦ એપ્રીલ સુધીમાં બી.પી.એમ.સી.એક્ટની જોગવાઈ અનુસાર બોલાવવાની થતી હતી. પરંતુ દેશમાં લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા તા.૩૧મી મે સુધી લંબાવવામાં આવી હતી.

વિશેષમાં, કોરોના વાયરસ અંતર્ગત સમગ્ર દેશમાં લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવામાં આવેલ છે. જેથી તા.૩૧-૦૫-૨૦૨૦ સુધીમાં જનરલ બોર્ડની મીટીંગ બોલાવવા અંગે મ્યુનિસિપલ સેક્રેટરી એચ.પી. રૂપારેલીઆએ રાજ્ય સરકારનું માર્ગદર્શન મેળવવા મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવેલ. જેના અનુસંધાને મ્યુનિસિપલ કમિશનરે સરકારને પત્ર પાઠવ્યો હતો. જેના અનુસંધાને શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ વિભાગના તા.૨૧-૦૫-૨૦૨૦ના પત્રથી જણાવ્યા મુજબ હાલની લોકડાઉનની સ્થિતિમાં મહાનગરપાલિકાની સાધારણ સભાની બેઠકો નિયત સમય મર્યાદામાં બોલાવી શકાય તેમ ન હોય વિશેષ તા.૩૦-૦૬-૨૦૨૦ સુધીમાં બોલાવવા મંજૂરી આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.