Abtak Media Google News

સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. આજથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં શરૂ કરવામાં આવી છે. જૂના સંસદભવનથી નવા સંસદભવન સુધી વડાપ્રધાન મોદી સહિતના તમામ સાંસદો પગપાળા ગયા હતા.

વડાપ્રધાન મોદીએ કાર્યવાહીની શરુઆત પહેલા નવા સંસદભવનમાં પહેલું સંબોધન કર્યું હતું. નવા સંસદમાં પીએમ મોદીએ પ્રથમ સંબોધનની શરૂઆત કહ્યું કે, આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીના પાવન દિવસે નવા સદનમાં નવી શરૂઆત સંદર્ભે મારી દેશવાસીઓને, તમામ સાંસદો અને સહયોગીને મારા તરફથી મિચ્છામી દુક્કડમ! આ દિવસ ક્ષમા કરવાનો છે ત્યારે જૂના કડવી યાદોને ભૂલાવીને આગળ વધવાનું છે.

નવા સંસદમાં કાર્યવાહીના શ્રી ગણેશ : જુના ભવનમાં વિદાય સમારોહ યોજાયો

આજે નવી સંસદ ભવનમાં આપણે બધા નવા ભવિષ્યના શ્રી ગણેશની કરવા જઈ રહ્યા છીએ. આ ક્ષણ આપણને ભાવુક કરે એવી છે અને આપણી ફરજ માટે પ્રેરણા પણ આપી છે. અહીં 1947માં બ્રિટિશ સરકારે સત્તા સ્થાનાંતરિત કર્યું હતું, આ સેન્ટ્રલ હોલ તેનો સાક્ષી રહ્યો છે. આ સેન્ટ્રલ હોલ આપણી લાગણીઓથી ભરેલો છે. વિદાય આપતા સમયે પિક મોદીએ કહ્યું કે- આ સ્થાનની ગરિમા ઓછી ન થવી જોઈએ. તે માટે હવે તેને સંવિધાન સદન નામેથી ઓળખાશે.પીએમ મોદીએ કહ્યું કે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું – આ જ સમય છે, આ યોગ્ય સમય છે. એક પછી એક ઘટનાઓ પર નજર કરીએ તો દરેક ઘટના એ વાતની સાક્ષી છે કે આજે ભારત એક નવી ચેતના સાથે જાગ્યું છે. ભારત એક નવી ઉર્જાથી ભરેલું છે. આ ચેતના અને ઉર્જા કરોડો લોકોના સપનાઓને સંકલ્પોમાં પરિવર્તિત કરી શકે છે અને તે સંકલ્પોને વાસ્તવિકતામાં ફેરવી શકે છે.

પીએમ મોદીએ જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં કહ્યું, ભારત હવે અટકવાનો નથી. આપણે જૂના કાયદામાંથી છૂટકારો મેળવીને નવા કાયદા તરફ આગળ વધી રહ્યા છીએ. સંસદમાં બનેલો દરેક કાયદો ભારતના નાગરિકો માટે હોવો જોઈએ. આપણે જે પણ સુધારા કરીએ તેમાં ભારતનો પણ સમાવેશ થવો જોઈએ. 1952 પછી, વિશ્વના લગભગ 41 રાજ્યોના વડાઓ સેન્ટ્રલ હોલમાં આવ્યા અને આપણા સંસદસભ્યોને સંબોધિત કર્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.