Abtak Media Google News

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી વૃદ્ધાશ્રમ ‘દીકરાનું ઘર’ ઢોલરા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પ્રતિવર્ષ ડિસેમ્બરમાં યોજાતા માતા- પિતા વિહોણી 22 દીકરીઓના દેશ-વિદેશમાં જાણીતા જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ-6 આ વર્ષે યોજાનાર છે. જેમાં 22 દીકરીઓને બદલે “દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમનું રજતજયંતિ વર્ષ ઉજવાય રહ્યું હોય ખાસ કિસ્સામાં 25 દીકરીઓના લગ્ન યોજવાનું સંસ્થા દ્વારા નક્કી કરેલ છે. વહાલુડીના વિવાહ-6 ના સહયજમાન તરીકે રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મનસુખભાઈ પાણ પરિવાર પણ સહભાગી થનાર છે. તમામ 25 દીકરીઓને સંસ્થા દ્વારા સુખી અને માનવતાપ્રેમી દાતાઓના સહયોગથી 1 તોલું સોનું- ચાંદીની વસ્તુઓ, ફ્રિજ સહિતની 200 જેટલી વસ્તુઓનો સમૃદ્ધ કરિયાવર પણ આપવામાં આવશે.

Advertisement

1 તોલું સોનું-ચાંદીની વસ્તુઓ ફ્રિજ સહિતની 200 જેટલી વસ્તુઓ ભેટ અપાશે

વહાલુડીના વિવાહ-6 માં રાજકોટ શહેર ઉપરાંત જામનગર, માણાવદર, ગઢડા, જેતપુર, કોડીનાર, લતીપુર, અમરેલી, મેટોડા, ભાવનગર સહિતના ગામની 25 શુકનવંતી દીકરીઓ-વહાલુડીઓ ભાવિકા ચુડાસમા, નમ્રતા સિંધવ, રાધિકા ચૌહાણ, રોમલ સોલંકી, માનશી ખાંડેખા, જાગૃતિ પંડયા, સીમા પંડયા, વંદના સોલંકી, પ્રીતિ બગડાઇ, નયના કનાળા, ક્રિષ્નાઘેડીયા, અંજના અગ્રાવત, દિવ્યા રામપરીયા, સંગીતા વૈષ્ણવ, નિશા જોગલ, ઉર્વશી પરમાર, ખુશ્બુ ક્રીષ્નાલી, ભુમીકા મણિયાર, કરીના સોલંકી, વૈશાલી ધંધુકિયા, આશા સાદીયા, ક્રિષ્ના કનાળા, દર્શીતા પરમાર,ઊર્મીલા વાઢેર, સુરભી ગોહિલ આગામી તારીખ 17 ડિસેમ્બર રવિવારના રોજ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના આંગણે સમાજ જીવનના સર્વક્ષેત્રીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર ચિરસ્મરણીય લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડશે. સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના મુકેશભાઇ દોશી, અનુપમભાઈ દોશી, કિરીટભાઈ આદ્રોજા, સુનિલ વોરા, નલિન તન્ના, હસુભાઈ રાચ્છ સહિતના સ્વજનો કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.