Abtak Media Google News

તહેવારોની સિઝનમાં ઇ-કોમર્સ વેબસાઈટો ઓફર્સનો ખડકલો કરવા સજ્જ

Festive Sales

બિઝનેસ ન્યૂઝ 

ઓક્ટોબર અને નવેમ્બરમાં તહેવારોની સિઝન આવી રહી છે. ત્યારે ઇ કોમર્સ વેબસાઈટો ઓફર્સનો ખડકલો કરવા સજ્જ બની છે. જેને પગલે અર્થતંત્રને બુસ્ટર ડોઝ લાગશે તેવી સરકાર આશા સેવી રહી છે. એક તરફ વૈશ્વિક અર્થતંત્રની હાલત નબળી ચાલી રહી છે. તેવામાં તહેવારો ભારતના અર્થતંત્ર માટે ફાયદાકારક સાબિત થવાના છે.

ઓક્ટોબરમાં નવરાત્રી અને નવેમ્બરમાં દિવાળીનો પર્વ આવી રહ્યો હોય સરકાર મજબૂત વેચાણ અને સ્થાનિક માંગમાં વધારો થવાની અપેક્ષા રાખી રહી છે.વ્હાઈટ ગુડ્સથી લઈને ઓટોમોબાઈલ અને રિયલ એસ્ટેટ સુધી, મોટાભાગના સેક્ટરોએ તાજેતરના મહિનાઓમાં તંદુરસ્ત વેચાણ નોંધાવ્યું છે અને સપ્ટેમ્બર ક્વાર્ટર મજબૂત રહ્યું છે, જેનાથી કેન્દ્ર અને રાજ્યોને નાણાકીય ખર્ચ, ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફના મૂડી ખર્ચ માટે કર વસૂલવામાં મદદ મળી છે.

એવા સમયે જ્યારે વિશ્વના કેટલાક ભાગોમાં મંદીને કારણે નિકાસ પર અસર થઈ છે, ત્યારે આ વર્ષે અર્થતંત્ર 6.5% ના દરે વૃદ્ધિ પામવા માટે મજબૂત સ્થાનિક માંગ નિર્ણાયક જોવામાં આવે છે. નવરાત્રી અને દિવાળી વચ્ચેના સમયગાળા દરમિયાન જોવા મળતી ટોચ સાથે, આગામી તહેવારોની સિઝન દરમિયાન ઈલેક્ટ્રોનિક સામાનની માંગ પણ મજબૂત રહેવાની ધારણા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝડપી મૂવિંગ ક્ધઝ્યુમર ગૂડ્ઝની માંગમાં પણ સુધારો જોવા મળ્યો છે, ખાસ કરીને ઘણી કોમોડિટીઝના ભાવ સાધારણ હોવાને કારણે, ગ્રામીણ માંગ પણ મજબૂત જોવા મળે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેક્ટર અને ખેત સાધનોની નોંધપાત્ર માંગ જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે ગ્રામીણ અર્થવ્યવસ્થા માત્ર પકડી રહી નથી પણ ખેડૂતો ખેતીની સારી તકનીકોનો ઉપયોગ કરી રહ્યા છે.

રિયલ એસ્ટેટની મજબૂત માંગ સાથે રસ્તાઓ અને રેલ્વેના બાંધકામ પર ભારે મૂડી ખર્ચ પણ નોકરીઓ ઉત્પન્ન કરવામાં અને સ્ટીલ અને સિમેન્ટ જેવા ઇનપુટ્સની માંગ ઊભી કરવામાં મદદ કરે છે, જ્યાં ખાનગી ક્ષેત્ર દ્વારા રોકાણ કરવામાં આવે છે. નાણા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષના મધ્યબિંદુ સુધીના આંકડા સૂચવે છે કે સરકાર વર્ષ માટે રાજકોષીય ખાધના લક્ષ્યાંકને પહોંચી વળવા માર્ગ પર છે, કારણ કે આવક અટકી ગઈ છે અને ખર્ચ ચાલુ છે.

સપ્ટેમ્બરમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની ગાડી પૂરપાટ દોડી

Automobile

સેમિક્ધડકટરની અછત ઘટતા અને કારની માંગમાં વધારો થતાં એક જ માસમાં 3,63,733 ફોર વ્હીલનું વેચાણ

ભારતીય ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીએ સપ્ટેમ્બર માસમાં તમામ રેકોર્ડ તોડી 3.63 લાખ ફોર વ્હીલરનું વેચાણ કર્યું છે. દશેરા અને દિવાળી પૂર્વે સપ્ટેમ્બર માસમાં જ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીએ દિવાળી ઉજવી લીધી છે. ભારતમાં ઓટોમેકર્સે સપ્ટેમ્બર માસમાં 363,733 કાર અને સ્પોર્ટ-યુટિલિટી વ્હિકલનું માસિક વેચાણ કરીને રેકોર્ડ બનાવ્યો છે. નવા લોન્ચ થયેલી કારમાં એસયુવીની માંગ સૌથી વધુ રહી છે. ઉદ્યોગના વરિષ્ઠ અધિકારીઓ પ્રમાણે તહેવારોની સિઝનમાં માંગની ગતિ જળવાઈ રહેશે અને વેચાણમાં વધારો નોંધાશે. મારુતિ સુઝુકીના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ઓફિસર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પેસેન્જર વાહનોના માસિક વેચાણે સપ્ટેમ્બરમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું.

અર્ધવાર્ષિક વેચાણ પણ પ્રથમ વખત 20 લાખના આંકને વટાવી ગયું કારણ કે ઉપભોક્તા માંગમાં તેજી રહી હતી. સેમીક્ધડકટરની અછત ઘટતા તેમજ મહામારી કાળ બાદ માર્કેટનું વલણ હકારાત્મક થતાં ફોર વ્હીલના વેચાણમાં વધારો થયો છે.
મારુતિ સુઝુકીએ ગયા મહિને 1,50,812 કારનું વેચાણ કર્યું હતું, જે એક વર્ષ અગાઉ વેચાયેલા 148,380 વાહનોની સરખામણીએ 1.6% વધુ છે. કંપનીએ દોઢ વર્ષમાં પ્રથમ વખત 10 લાખથી વધુ વાહનોનું વેચાણ કર્યું હતું. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પણ સપ્ટેમ્બરમાં રેકોર્ડ માસિક વેચાણ નોંધાવ્યું હતું. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) તરુણ ગર્ગે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2023માં, હ્યુન્ડાઇએ બ્રાન્ડના ઈતિહાસમાં એક મહત્ત્વનો સીમાચિહ્નરૂપ અત્યાર સુધીનું સૌથી વધુ કુલ માસિક વેચાણ હાંસલ કર્યું હતું. ચાલુ તહેવારોની સિઝનના પરિણામે વેચાણમાં મજબૂત ગતિ આવી છે. સપ્ટેમ્બરમાં વેચાણમાં વાર્ષિક ધોરણે 9% થી વધુ વૃદ્ધિ હાંસલ કરવામાં અમને મદદ કરશે.

GSTએ સરકારની તિજોરી છલકાવી

સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 10 ટકા વધીને અધધ રૂ. 1.62 લાખ કરોડથી વધુ થયું છે. તે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચોથી વખત રૂ. 1.6 લાખ કરોડના આંકડાને વટાવી ગયો છે. દેશમાં જીએસટીથી થનારી મહેસૂલી આવકમાં વાર્ષિક આધારે મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો ભારતમાં જીએસટી કલેક્શનનો આંકડો 1.62 લાખ કરોડને આંબી ગયો હતો. જે એક વર્ષ પહેલાની તુલનાએ 10.2 ટકા વધુ છે. મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ આજે જીએસટી કલેક્શન વિશે માહિતી આપતાં આ જાણકારી આપી છે. એ વાત સ્પષ્ટ છે હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે તેમાં વ્યાપાર વૃદ્ધિ થતાં જીએસટી કલેકશનમાં વધારો થશે. સરકાર દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર સપ્ટેમ્બર 2023માં કુલ GST આવક 1.62 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી.

Gst

ગયા મહિને ઓગસ્ટમાં કુલ GST આવક 1,62,712 કરોડ રૂપિયા હતી. જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. 29,818 કરોડ, સ્ટેટ GST રૂ. 37,657 કરોડ, ઇન્ટીગ્રેટેડ જીએસટી રૂ. 83,623 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલા રૂ. 41,145 કરોડ સહિત) અને સેસ રૂ. 11,613 કરોડ (સામાનની આયાત પર એકત્રિત કરાયેલ રૂ. 881 કરોડ સહિત) હતો. સપ્ટેમ્બરમાં GST કલેક્શન 10 ટકા વધીને રૂ. 1.62 લાખ કરોડથી વધુ થયું છે. તે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચોથી વખત રૂ. 1.6 લાખ કરોડના આંકડાને વટાવી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.