Abtak Media Google News

દસ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે: ૧૦૦થી વધુ આઈટમો કરીયાવરમાં અર્પણ કરાશે: સંતો-મહંતો, રાજકીય આગેવાનો તથા દાતાઓ ખાસ ઉપસ્થિત રહેશે: બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે

રાજકોટમાં વસતા વરિયાવંશ પ્રજાપતિ સમાજના નબળા પરીવારો માટે વરિયાવંશ પ્રઙાપતિ સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આઠમાં સમુહલગ્નનું આગામી તા.૨૧ને બુધવાર ફાગણ સુદ છઠના રોજ આયોજન કરવામાં આવેલ છે. સાથો સાથ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ હોય તો આ સમુહલગ્નમાં જ્ઞાતિજનોને ઉમટી પડવા સોશ્યલ ગ્રુપ દ્વારા આહવાન ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ કર્યું હતું.

દર વર્ષે સમુહલગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે વરિયાવંશ પ્રજાપતિ સમાજના આઠમાં સમુહલગ્ન યોજાઈ રહ્યા છે ત્યારે આ સમુહલગ્નમાં સમાજની દસ દિકરીઓએ ભાગ લીધો છે. આ તમામ દિકરીઓને ૧૦૦થી પણ વધુ આઈટમો કરીયાવરમાં ભેટ સ્વ‚પે આપવામાં આવી છે. ખાસ કરીને સમાજના આગેવાનો, દાતાઓ અને સ્નેહીઓ દ્વારા ખોબલે ખોબલે કરીયાવરની ભેટો દિકરીઓને અર્પણ કરવામાં આવી છે. આગામી તા.૨૧ને બુધવારના રોજ અંબિકા ટાઉનશીપ ખાતે આવેલા નવજીવન પાર્ટી પ્લોટ ખાતે આ સમુહલગ્નનું આયોજન કરવાનું નકકી કરવામાં આવેલ છે.

સોશ્યલ ગ્રુપ દ્વારા સમુહલગ્નમાં સત્કાર સમારંભનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં જ્ઞાતિના આગેવાનો, દાતાઓ તથા રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં રાજકોટ શહેરના મેયર, ઉપરાંત મંત્રીઓ તથા કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહેશે. સત્કાર સમારંભ બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલ હોય તેમાં ૧૦ થી ૧૨ હજાર જ્ઞાતીજનો મહેમાનો ભોજન પ્રસાદ લેશે. આ કાર્યક્રમ દરમ્યાન જે દાતાઓ દ્વારા દિકરીઓને ભેટ અર્પણ કરવામાં આવી છે તેમનું શીલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવનાર છે. સાથો સાથ નવે નવ ગોરના પ્રમુખો પણ આ સમારંભમાં ઉપસ્થિત રહેશે.સમુહલગ્નમાં દાતાઓ, આગેવાનો ઉપરાંત સંતો-મહંતો પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે. જેમાં સતાધારના મહંત જીવરાજબાપુ, હળવદ નકલંક ધામના મહંત દલસુખ મહારાજ તથા રૈયા રોડ પર આવેલા સીતારામ આશ્રમના મહંત ગાંડીયાબાપુ ખાસ ઉપસ્થિત રહી નવ દંપતિઓને આર્શીવચન પાઠવશે. બપોરે ૨ વાગ્યાના સુમારે તમામ જાનો સમુહલગ્ન સ્થળે આવી પહોંચશે. સમુહલગ્નનું એકરીંગ શિક્ષણ સમિતિના પ્રોજેકટ ચેરમેન અ‚ણભાઈ ભગવાનજીભાઈ સુરાણી, કિરીટભાઈ સરધારા તથા ધર્મેશભાઈ હરણેશા દ્વારા કરવામાં આવનાર છે. દર વર્ષે સમુહલગ્નની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ બ્લડ ડોનેશનના કેમ્પના પ્રોજેકટ ચેરમેન શૈલેષભાઈ જોટાણીયા તથા વાઈસ ચેરમેન પ્રકાશભાઈ લાઠીયા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હોય તો જ્ઞાતીજનોને બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા આહવાન કરવામાં આવ્યું છે.

આ સમુહલગ્નને સફળ બનાવવા સમુહલગ્ન પ્રોજેકટ ચેરમેન રમેશભાઈ રાખસીયા ઉપરાંત ટ્રસ્ટી મંડળના પ્રમુખ જેન્તીભાઈ મોરીધરા, મંત્રી પ્રવિણભાઈ સુરાણી, ઉપપ્રમુખ મગનભાઈ વિસપરા, શૈલેષભાઈ ટીંબલીયા, ખજાનચી મહેન્દ્રભાઈ વરીયા, સહમંત્રી અતુલભાઈ સુરાણી, ટ્રસ્ટીઓ રમેશભાઈ લાઠીયા, ચંદુભાઈ વિસાપરા, અરવિંદભાઈ હરણેશા, જેન્તીભાઈ લાઠીયા, વિપુલભાઈ હરણેશા, પ્રફુલભાઈ મારડીયા, મનસુખભાઈ ધોરીયા, કમલેશભાઈ નળીયાપરા, મનસુખભાઈ લાઠીયા તથા હિરેનભાઈ મારડીયા જહેમત ઉઠાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.