Abtak Media Google News

Table of Contents

ઇલેક્ટ્રોનિકસ ક્ષેત્રની ‘કલ આજ ઔર કલ’ની પરિસ્થિતિનો ચિત્તાર

મોટો સવાલ: ઈલેકટ્રોનિકસ ક્ષેત્ર દિવાળીએ દિવાળી ઉજવી શકશે?

અબતક, રાજકોટ: લોક ડાઉન દરમિયાન તમામ ઉદ્યોગ – વેપારને વિપરીત અસર થઈ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે સરકારે ઉદ્યોગ ધંધાને આર્થિક સહાય સ્વરૂપે રૂપિયા ૨૦ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે જેમાં સૂક્ષ્મથી માંડી મધ્યમવર્ગના ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ લોક ડાઉનના કારણે નાના ધંધાર્થી – વેપારીઓને પણ ખૂબ મોટી આર્થિક માર પડી છે તે બાબત પણ સ્પષ્ટ છે. તેમાં હાલ આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની તો આ ક્ષેત્રને પણ લોક ડાઉનને કારણે ખૂબ મોટો આર્થિક ફટકો પડ્યો છે. અધૂરામાં પૂરું ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર માટે માર્ચ મહિના થી માંડી જૂન મહિના સુધી વેપારની સુવર્ણ તકો હોય છે કેમ કે આ સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોનિક આઇટમ્સ જેવી કે એસી, ફ્રીજ, ફૂલર, વોશિંગ મશીનનું વેચાણ ધમધોકાર થતું હોય છે પરંતુ લોકડાઉન હોવાથી તમામ વ્યવહારો ઠપ્પ થયા છે જેના કારણે આ ક્ષેત્રના નાનાથી માંડી મોટા તમામ વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. આ સંજોગોમાં અબતક દ્વારા ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ સાથે ઇલેક્ટ્રોનિક ક્ષેત્ર વિશે વાતચીત કરવામાં આવી હતી જેમાં વેપારીઓએ પોતાની વ્યથા અબતક મીડિયા સમક્ષ ઠાલવી હતી.

ઈલેકટ્રોનિકસ ક્ષેત્રે ગ્રાહક અત્યંત જરૂરીવસ્તુનીજ ખરીદી કરશે: રાજુભાઈ પટેલ (કિરણ ઈલેકટ્રોનિકસ)

Vlcsnap 2020 05 30 13H20M50S151

કિરણ ઈલેકટ્રોનિકસના ઓનર રાજુભાઈ પટેલએ અબતક સાથેની ખાસ મુલાકાત જણાવ્યુંં હતુ કે, લોકો પોતાના શોખથી જે વસ્તુઓ બદલતા તે હવે લગભગ જરૂર મુજબ ઈલેકટ્રોનિકસ ક્ષેત્રે વસ્તુઓની ખરીદી કરશે સીઝનના માત્ર ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે હવે માત્ર ટારગેટ ગ્રાહકને પહેલા પસંદી આપવી જરૂ‚રી સ્ટોકની વાત કરી‚તો અમારા ડિલરોએ ૮૦% સ્ટોક કરીને રાખ્યો હોય છે. રીટેલર પાસે જે સ્ટોક છે. તે શકય નથી કે આ સીઝનમાં પૂરો થઈ શકે બજારમાં રોટેશન વધુ થઈ શકે તેના પરીબળો અસર થવા જોઈએબેંક પાસેથી પણ જો અમને રાહત પેકેજ મળી શકે તો અત્યંત મહત્વની ઈલેકટ્રોનિકસ ક્ષેત્રે રાહત થઈ શકે છે. સંપૂર્ણ માર્કેટ ગ્રાહકની ખરીદ શકિત પર આધાર રાખે છે. સમગ્ર સ્થિતિ કાયમી થતા મને એવું લાગે છે કે હજુ થોડોક સમય લાગશે.

ઈલેક્ટ્રોનિકસ ગૂડ્સને સંપૂર્ણપણે સેનેટાઇઝ કરીને જ ડિલિવરી આપવામાં આવે છે: અનિષભાઈ શાહ (શ્રી ઇલેક્ટ્રોનિક્સ)

Vlcsnap 2020 06 02 09H27M42S173

ઇલેક્ટ્રોનિકસ ક્ષેત્રની કલ આજ ઔર કલ વિશે શ્રી ઇલેક્ટ્રોનિકના માલિક અને યુરેકાફોર્બ્સના સૌરાષ્ટ્ર ડિસ્ટ્રીબ્યુટર અનિષભાઈ શાહે પ્રથમ તો કોરોના મહામારીથી ભારતને બચાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે તેની પ્રસંશા કરી હતી તેમજ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે આજથી ૨૫ વર્ષ પહેલા જ્યારે અમારા ઘરે દર રવિવારે રામાયણ જોવા માટે ટેલિવિઝન ચાલુ કરવામાં આવ્યું ત્યારે આસપાસના લોકો ઘરે આવી પહોંચતા અને પ્રસંગ જેવો માહોલ બની જતો તે સમય ઇલેક્ટ્રોનિકસ ઉપકરણોનો સમાવેશ લક્ઝરી ગૂડ્સમાં થતો હતો પરંતુ હાલના સમયમાં ટીવી, ફ્રીઝ કે એ.સી. નો જીવન જરૂરિયાતની વસ્તુમાં સમાવેશ થવા લાગ્યો છે. લોક ડાઉન સમયે વેચાણ થયું કે ન થયું તે બાબત ગૌણ છે પરંતુ જે રીતે અમારો ગ્રાહકવર્ગ હેરાન થયો, સર્વિસ થી માંડી આકરા તાપથી બચવા એસી કે ફ્રીજની જરૂરિયાત હોય પરંતુ તેઓ અમારા સુધી પહોંચી શક્યા નહીં તેમજ અમે પણ તેમના સુધી પહોંચી શક્યા નહીં તે વાતનું અમને દુ:ખ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોક ડાઉન અમલી બન્યું ત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો હતો જેના કારણે અમારી આખા વર્ષની ખરીદી હજુ બાકી હતી તો સ્ટોક કરવાનો સમય મળ્યો નથી અને આવતીકાલની જો હું વાત કરું તો જે રીતે હાલ છુટછાટ આપવામાં આવી છે તો ચોક્કસ મને શ્રદ્ધા છે કે આગામી સમયમાં અમારી તમામ ખોટ પુરાઈ જશે.

તેમણે કહ્યું હતું કે હાલ ગ્રાહકવર્ગ ને ઉનાળાની મોસમમાં તેમના એસી, ફ્રીજ, ફૂલર સહિતની ગૂડ્સ બંધ પડી હોય અને તેવા સમયમાં અમે ગ્રાહકવર્ગ સુધી ટેક્નિશયનને પહોંચાડી શક્યા નથી તે વાતનું અમને દુ:ખ છે. તેમણે પડકારો વિશે જણાવતાં કહ્યું હતું કે હવેના સમયમાં તમામ વેપારીઓએ પ્રથમ તો દુકાન ખાતે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે અને ગ્રાહકવર્ગ પાસે કરાવવું પડશે. એ ઉપરાંત માસ્ક તેમજ સેનેટાઇઝરનો ચુસ્તપણે પાલન કરાવવું પડશે. જેથી હું અબતકના માધ્યમથી તમામ ગ્રાહકવર્ગને જણાવું છું કે કોઈ પણ પ્રોડકટ અમારી પાસે આવે તો પ્રથમ ૭૨ કલાક સુધી કોઈ એ પ્રોડક્ટને અડકતું નથી, ત્યારબાદ તેને સંપૂર્ણ સેનેટાઇઝ કરવામાં આવે છે ત્યારબાદ ડિલિવરી મેં તેમજ લેબરવર્ગ સેનેટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરશે તેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અંતમાં તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિકસ ગૂડ્સનો કરવેરાના સૌથી ઉંચા સ્લેબમાં સમાવેશ કરવામાં આવ્યો છે કેમકે આ તમામ પ્રોડક્ટ્સનો સમાવેશ લકઝરીયસ પ્રોડકટમાં કરવામાં આવ્યો છે પરંતુ આ પ્રોડક્ટ્સનો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં સમાવેશ કરી ટેક્સ સ્લેબમાં રાહત આપવાની જરૂરિયાત છે જેથી નાના વેપારીઓ ફરીવાર પગભર થઈ શકે.

ઇલેક્ટ્રોનિકસ ક્ષેત્રને ટેક્સ સ્લેબમાંથી રાહત મળવી અતિ આવશ્યક: શમશેરસિંઘ (સાહિબ ઈલેક્ટ્રોનિકસ)

Vlcsnap 2020 05 30 13H11M58S209

સાહિબ ઈલેક્ટ્રોનિકસના માલિક અને ગોદરેજ તેમજ એમસ્ટ્રેડ – લોઇડના ડિસ્ટ્રીબ્યુટર શમશેરસિંઘએ ક્ષેત્રના પડકારો વિશે જણાવતાં કહ્યું હતું કે પ્રથમ તો અમારી જે પ્રોડક્ટ્સ છે તમામની કિંમત આશરે ૨૦ હજારથી શરૂ થાય છે તો જે વ્યક્તિને ખરીદી કરવી હોય તે જ વ્યક્તિ દુકાન ખાતે આવતો હોય છે તો સોશ્યલ ડિસ્ટન્સના નિયમ ભંગની શકયતા ખૂબ ઓછી રહેલી છે. તે ઉપરાંત દુકાન ખાતે અમે તમામ પ્રકારના નિયમ – શરતોનું પાલન કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે હાલ જે રીતે લોક ડાઉન અમલી બન્યું છે તો અમારી વેચાણની આશરે ૮૦% સમયગાળો વીતી ગયો છે જેની હાલના સમયમાં ખોટ પૂરી શકાય તેમ નથી. હાલ તો વેપારી ફક્ત આ સમય દરમિયાન ટકી રહે તે આવશ્યક છે અને મને એવું લાગે છે કે વેપારીઓની પરિસ્થિતિ દિવાળી સુધી યથાવત રહેશે.

તેમણે વધૂમાં જણાવ્યું હતું કે હાલ તમામ વેપારીઓને આર્થિક ખેંચતાણ અનુભવી રહ્યા છે ત્યારે  ઇલેક્ટ્રોનિકસના વેપારીઓને આર્થિક રાહત મળવી જરૂરી છે તેમજ હજુ પણ જે પ્રોડક્ટ્સનો ૨૮% ના ટેક્સ સ્લેબમાં કરાયો છે તેને ૧૨% અથવા ૧૮% ના સ્લેબમાં લેવુ જોઇએ જેથી વેપારીઓ ફરીવાર બેઠા થઈ શકે.

ઇલેક્ટ્રોનિકસ ક્ષેત્રને પડેલી ખોટ દિવાળી સુધી પુરી નહીં શકાય: દિલીપભાઈ માવલા (ધર્મેશ ઇલેક્ટ્રોનિકસ)

Vlcsnap 2020 05 30 13H11M52S156

ધર્મેશ ઇલેક્ટ્રોનિકસના માલિક દિલીપભાઈ માવલાએ જણાવ્યું હતું કે માર્ચ મહિનો એટલે ઇલેક્ટ્રોનિકસ ક્ષેત્રના વેપારીઓ માટે ખરીદીનો સમય હોય છે જેના કારણે મોટાભાગના વેપારીઓએ ખરીદી શરૂ કરી દીધી હતી પરંતુ તે સમયે જ લોક ડાઉન અમલી બન્યું જેના પરિણામે બધા વ્યવહારો ઠપ્પ થઈ ગયા. આ સમયગાળા દરમિયાન અમારી પાસે સ્ટોક ઉપલબ્ધ હતો  ગ્રાહક વર્ગને ખરીદી પણ કરવી હતી પરંતુ તેઓ અમારા સુધી પહોંચી શક્યા નહીં તેમજ અમે પણ દુર્ભાગ્યવશ તેમના સુધી પહોંચી શક્યા નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોક ડાઉન દરમિયાન દરરોજ ઓછામાં ઓછા ૫૦ ગ્રાહકોના અમને ફોન આવતા હતા જેમાં તેઓ સર્વિસ આધારિત ફરિયાદ આવતી હતી. આકરા ઉનાળામાં તમામ લોકોને એસી,  ફ્રીજ, ફૂલર, પંખાની જરૂરિયાત રહેતી હોય છે પરંતુ આ ખરીદી શક્ય હતી નહીં અને જેમની પાસે આ ઉપકરણો હાજર હતા અને તેમાં કોઈ ખામી સર્જાય તો અમે અમારા ટેક્નિશિયન પણ ગ્રાહકવર્ગ સુધી પહોંચાડી શકવા સક્ષમ ન હતા. તેમણે કહ્યું હતું કે હાલ અમને છૂટછાટ તો આપી દેવામાં આવી છે પરંતુ હવે વેચાણની સિઝનને ફક્ત ૧૦ થી ૧૫ દિવસ જ બાકી છે અને અધૂરામાં પૂરું આશરે ૨ મહિનાના લોકડાઉનને કારણે હવે મધ્યમવર્ગીય ગ્રાહકોને નાણાકીય ખેંચતાણ છે જેથી આ વર્ષ ઈલેક્ટ્રોનિકસ ક્ષેત્ર માટે ખૂબ માઠું સાબિત થયું છે. તેમણે આ ઉપરાંત જણાવતાં કહ્યું હતું કે હાલ દુકાન અને ગોડાઉનના ભાડા અમારી માથે ચડ્યા છે, સીસી લોનના વ્યાજ પણ ભરવાના છે, કર્મચારીઓને બેઠો પગાર ચૂકવવાનો છે તેવા સમયમાં આ ક્ષેત્રને ટેક્ષમાંથી આર્થિક રાહત આપવામાં આવર તો જ વેપારીઓ બજારમાં ટકી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

વેંચાણની સિઝન, અઢળક સ્ટોક છતાં વેપારના નામે શૂન્ય: પરેશ સાવલિયા (સોમનાથ એન્ટરપ્રાઇઝ)

Vlcsnap 2020 05 30 13H20M24S146

આ વિશે ઇન્ટેક્ષના ડિસ્ટ્રીબ્યુટર અને સોમનાથ એન્ટરપ્રાઇઝના માલિક પરેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે અમે ઇન્ટેક્ષ કંપનીના સૌરાષ્ટ્રના ડિસ્ટ્રીબ્યુટર છીએ, હાલ અમારી પાસે અઢળક સ્ટોક ગોડાઉન ખાતે પડ્યો છે પરંતુ આ બે મહિના લોક ડાઉનમાં વીત્યા હોવાને કારણે બજારની પરિસ્થિતિ તળિયે પહોંચી છે. ઉનાળાની મોસમ અમારા વ્યવસાય માટે વેચાણની સિઝન ગણવામાં આવે છે પરંતુ મોટા ભાગનો સમય લોક ડાઉનમાં વીતી ગયો છે હવે ફક્ત ૧૫ દિવસ જેટલો સમય જ અમારી પાસે વેચાણ માટે ઉપ્લબ્ધ છે તેમાં પણ મોટા ભાગનો ગ્રાહકવર્ગ હાલ આર્થિક ખેંચતાણ અનુભવી રહ્યું છે જેના કારણે વેચાણ ખૂબ ઓછું થઈ રહ્યું છે. બજારમાં માંગ ઓછી હોવાથી ડિલર્સ તેમજ રિટેઇલ દુકાનધારકો પણ જરૂરિયાત મુજબ જ માલ ખરીદી રહ્યા છે જેના પરિણામે આ વર્ષ ખૂબ નકારાત્મક નીવડી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ ડિસ્ટ્રિબ્યુશન ચેઇનને પણ ખલેલ પહોંચી છે. અનેક ડિલર્સ હજુ પણ બંધ અવસ્થામાં છે જેથી છેવાડાના વિસ્તારોમાં માલ પહોંચાડવો પણ પડકારજનક છે. તેમણે અંતે જણાવ્યું હતું કે આ સમયમાં સરકારે આ ક્ષેત્રને આર્થિક સહાય કરવી પડશે જેની મદદથી ફરીવાર આ ક્ષેત્ર ધમધમતું થઈ શકે.

ધંધા વ્યાપારના સમય મર્યાદા વધારી ઈલેકટ્રોનિકસ ક્ષેત્રને ટકાવી રાખવા જરૂરી: અલ્પેશભાઈ પટેલ  (વિજય સેલ્સ ઈલેકટ્રોનીકસ)

Vlcsnap 2020 06 02 09H48M57S49

વિજય સેલ્સ ઈલેકટ્રોનીકસના ઓનર અલ્પેશભાઈ પટેલએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે હાલની પરિસ્થિતિને જોતા લોકોએ કોરોના સાથે જીવાનું શ‚કરવુંપડશે. તેના સામેની સાવચેતીઓ અને સલામતીની તકેદારીઓને ધ્યાનમાં રાખીને ચાલવું પડશે. સીઝનપણ જતી રહી છે. માગિણતરીનાદિવસોબાકીરહ્યા છે. તો જેટલો સમય વધુ અમે દુકાન ખૂલ્લીર રાખવા મળે તે વધુ રાહત મળી શકે છે.તંત્રના નિર્ણયથી અમે ખૂશ છીએ સાથે નિર્ણયને આવકાર્યો પણ છે. આવનારા સમયમાં વધુ મેહન્ત કરવી પડશે. પ્રોડકશન અને સેલીંગમાં વધુ ધ્યાન રાખવું પડશે બજારમાં ગ્રાહકની જરૂ‚રીયાતને ટારગેટ રાખવી પડશે. ગ્રાંહકની ખરીદ શકિત વધુ સક્રિય થઇ શકે તો ફરિવાર બજારમાં તેજી જોઈ શકાય છે.

ઈલેકટ્રોનિકસ ક્ષેત્રે આખુ વર્ષ નુકશાનીથી ભરપૂર: હરીસિંઘ (સિમરન ઈલેકટ્રોનિકસ)

Vlcsnap 2020 06 02 09H28M59S106

સિમરન ઈલેકટ્રોનિકસના ઓનર હરીસિંઘએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે, આ વર્ષની સીઝન ઈલેકટ્રોનિકસ ક્ષેત્રે મોટી નુકશાની વહેઠી છે. સીઝનની શરૂઆતમાં જ કોરોનાની મહામારી ભારતમાં અસર શ‚રૂ થઈ ચૂકી હતી. ત્યારબાદ લોકડાઉનમાં ધંધા વ્યવસાય થંભી ગયા તેનો ખૂબ મોટો માર ઈલેકટ્રોનિકસ ક્ષેત્રને લાગ્યો છે. હાલ ફરીવાર મંજૂરી મળી છે.સરકાર દ્વારા ધંધા રોજગારીવાળાઓને જેં રાહતનો શ્ર્વાસ લઈ શકાય તેવું લાગે છે. પરંતુ સંપૂર્ણ બજારમાં રોટેશન આવતા વાર લાગશે તેમજ આવનારા સમયમાં ગ્રાહકની કેવી માંગ છે. તેને ટારગેટ કરીને ધંધો વ્યાપાર કરવો પડશે એ ફરજીયાત છે. પ્રોડકશન હાલ જ‚રૂરીયાત મુજબ કરવામાં આવશે તેમજ માર્કેટને સંપૂર્ણ શ‚રૂ થતા સમય લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.