Abtak Media Google News

95માં ઓસ્કાર એવોર્ડમાં ભારતનો દબદબો

લોસ એન્જેલ્સ ખાતે 95મો ઓસ્કાર એવોર્ડ સમારંભ યોજાયો છે જેમાં ભારતનો દબદબો જોવા મળ્યો છે. આરઆરઆર ફિલ્મના ’નાટુ નાટુ’ ગીતને બેસ્ટ સોન્ગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો જ્યારે ભારતે પ્રથમ વખત ટૂંકી ફિલ્મમાં એવોર્ડ જીત્યો છે. કાર્તિકી ગોન્સાલ્વીસ દ્વારા દિગ્દર્શિત અને ગુનીત મોંગા દ્વારા નિર્મિત ધ એલિફન્ટ વ્હીસ્પર્સે 95મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટનો એવોર્ડ જીત્યો હતો. કેટેગરીમાં અન્ય ચાર નામાંકિત હતા હોલઆઉટ, ધ માર્થા મિશેલ ઇફેક્ટ, સ્ટ્રેન્જર એટ ધ ગેટ અને હાઉ ડુ યુ મેઝર અ યર. ધ એલિફન્ટ વ્હીસ્પર્સે આ શ્રેણીમાં નામાંકિત થનારી ત્રીજી ફિલ્મ છે અને ઓસ્કાર જીતનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. અગાઉ 1969 અને 1979માં, ધ હાઉસ ધેટ આનંદ બિલ્ટ અને એન એન્કાઉન્ટર વિથ ફેસ અનુક્રમે શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ માટે નોમિનેટ થયા હતા.ઓસ્કાર મળ્યા બાદ ફિલ્મના નિર્માતા ગુનીત મોંગાએ ટ્વીટ કરીને પોતાની ખુશી જાહેર કરીને કહ્યું હતું કે અમે હમણાં જ ભારતીય પ્રોડક્શન માટે પ્રથમ ઓસ્કાર જીત્યા છીએ! બે મહિલાઓએ આ કરી બતાવ્યું! મારા હાથ ખુશીના માર્યા ધ્રુજી રહ્યા છે.

95માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2023 એ ભવ્ય ઓપનિંગ બાદ ટીવી અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે. લોસ એન્જલસમાં આયોજિત આ એવોર્ડ શોમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે. રેડ કાર્પેટ પર સ્ટાર્સ તેમના બેસ્ટ અને ફેશનેબલ લુકમાં જોવા મળ્યા હતા. દીપિકા પાદુકોણ પણ ઓસ્કાર 2023માં હોલીવુડના જાણીતા સ્ટાર્સ વચ્ચે ધૂમ મચાવી રહી છે. દીપિકા આ વર્ષે પ્રેજન્ટર તરીકે સમારોહનો ભાગ બની છે. સમારોહમાં ભારતને બીજો એવોર્ડ મળ્યો છે. આરઆરઆર સોન્ગ નાટુ નાટુને બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો એવોર્ડ મળ્યો છે.

 

ધ એલીફન્ટ વિસ્પર એક અનાથ હાથીની કહાની છે

 

ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ મુદુમલાઈ નેશનલ પાર્કમાં રઘુ નામના અનાથ બાળક હાથીની વાર્તા છે. જેની દેખરેખ બોમન અને બેલી નામના સ્થાનિક કપલ દ્વારા કરવામાં આવે છે. ડોક્યુમેન્ટ્રીમાં માત્ર તેમની વચ્ચેનો પ્રેમ જ નહીં પરંતુ આસપાસના કુદરતી સૌંદર્યને પણ સુંદર રીતે શૂટ કરવામાં આવ્યું છે. આ ટૂંકી ફિલ્મ  નેટફ્લિક્સ પર ડિસેમ્બર 2022 માં રિલીઝ કરવામાં આવી હતી.

 

અત્યાર સુધી વિવિધ કેટેગરીઓમાં પાંચ ભારતીયોને મળ્યો છે ઓસ્કાર

ભારતીય સિનેમાને 100 વર્ષ પૂર્ણ થવાના આરે છે, છતાં આ પહેલા હમણાં સુધી ફક્ત પાંચ ભારતીયોને ઓસ્કાર મળ્યા છે. જેમાં ભાનુ આથૈયા, સત્યજીત રે, રિસુલ પુકુટ્ટી, ગુલઝાર અને એ આર રહેમાનનો સમાવેશ થાય છે, ધ્યાન રહે કે  ભાનુ આથૈયાને ગાંધી ફિલ્મમાં શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનનો ઓસ્કાર મળ્યો હતો, પરંતુ આ ફિલ્મ ભારતીયએ બનાવી હતી નહીં. તેવી જ રીતે સત્યજીત રેજીને કોઈ ફિલ્મ માટે નહીં, પરંતુ તેમના ઓવરઓલ ફિલ્મ જગતમાં યોગદાન માટે આપવામાં આવ્યો હતો. બાકીના ત્રણ લોકોને સ્લમ ડોગ મીલીન્યર ફિલ્મ માટે મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.