Abtak Media Google News

એસ.ટી. કર્મચારીઓની માંગ સંતોષાતા બસ સ્ટેશનોમાં દિવાળી મનાવાઈ

પડતર માંગણી સ્વીકારવાની સરકારે લેખીતમાં ખાતરી આપી: મુસાફરોમાં હાશકારો

રાજયમાં છેલ્લા બે દિવસથી પડતર પ્રશ્ને ચાલી રહેલી એસ.ટી. બસની હડતાલ સમેટાઈ ગઈ છે. શુક્રવારે સાંજે વાહન વ્યવહાર પ્રધાન આર.સી. ફળદુ સાથેની યોજાયેલી બેઠક નિષ્ફળ ગયા બાદ મોડીરાત્રે ફરી એસ.ટી.ની. સંકલન સમિતિની સરકાર સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સરકારે સાતમાં પગાર પંચની માંગણીને લઈને એક સપ્તાહમાં માંગણીઓ સ્વિકારવાની લેખીતમાં બાંહેધરી આપ્યા બાદ એસ.ટી.ની. હડતાલ સમેટાઈ ગઈ હતી. અને ફરી પાછી એસ.ટી.ની. સેવા શરૂ કરવામાં આવી હતી.

Advertisement

કેટલાક ડ્રાઈવર કન્ડકટરને યોગ્ય માહિતી ન મળતી હોવાથી તેઓ અસમંજસમાં મુકાયા હતા અને તેઓએ ફરજ પર ન ચડવાની ચીમકી ઉચ્ચારી હતી પહેલી બેઠક નિષ્ફળ રહ્યા બાદ બીજી બેઠક એક કલાક સુધી ચાલી હતી.આ બેઠકમાં સરકાર અને એસ.ટી. કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતુઅને સરકારે ૭ દિવસમાં પડતર માંગણીઓનો ઉકેલ આવે તેની ખાતરી આપી હતી.

રાજયમાં બે દિવસથી ચાલતી એસ.ટી. વિભાગની હડતાલ બીજા દિવસે રાત્રે જ સમેટાઈ ગઈ હતી. રાજય સરકાર અને સંકલન સમિતિ સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે વહેલી સવારથી રાબેતા મુજબ રાજયભરના તમામ ડેપોમાં એસ.ટી. બસની સેવા ફરીથી શરૂ કરવામાં આવી હતી.Dsc 7099

હડતાલ કરી રહેલા એસ.ટી. કર્મચારીઓની સંકલન સમિતિને ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર પ્રધાન આર.સી. ફળદુએ બેઠક માટે બોલાવ્યા હતા ત્યારબાદ સંકલન સમિતિ અને આર.સી. ફળદુ વચ્ચે એક કલાક સુધી બેઠક ચાલી હતી બેઠક બાદ સરકાર અને એસ.ટી.ના અધિકારીઓ વચ્ચે સમાધાન થયું હતુ અને હડતાલ સમેટવામાં આવી હતી.

રાજયભરનાં એસ.ટી. નિગમના ૪૫ હજાર કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાલ પર ગયા હતા હડતાલને કારણે બે દિવસથી રાજયભરમાં જાહેર પરિવહનની સેવા ઠપ્પ થઈ જતા એસ.ટી. બસોમાં દૈનિક મુસાફરી કરતા ૨૫ લાખ કરતા વધુ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

જોકે ગતરાત્રીનાં સમાધાન થતા રાજકોટ સહિત રાજયભરનાં એસ.ટી. કર્મીઓની હડતાલનો સુખદ અંત આવ્યો હતો. રાજકોટ ડેપો પર હડતાલમાં ઉતરેલા એસ.ટી. કર્મીઓએ દિવાળી મનાવી હતી.મોડીરાત્રે ડેપોમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.રાજયભરનાં તમામ ડેપોમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. રાજયભરનાં તમામ ડેપોમાં મધરાત્રીથી જ એસ.ટી. બસની સુવિધા ફરીથી શરૂ કરાતા મુસાફરોની સમસ્યાનો અંત આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.