Abtak Media Google News

અબતક,રાજકોટ

સૌથી વધુ ભાવિકોએ એક સાથે મંત્રોચ્ચાર કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં વિક્રમ નોંધાવ્યો : સ્વામી જ્ઞાનજીવનદાસજી ને વધુ એકવાર ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું

કોરોના મહામારી પણ ભક્તિના પ્રવાહને રોકી શકે એમ નથી . ઉલ્ટાનું આ મહામારીને કારણે ઈશ્વર પ્રત્યેની અસ્થામાં વધારો થયો હોય એ વાતની સાબિતી એક સાથે સૌથી વધુ લોકો ઓનલાઈન મંત્રો બોલવાનો નોંધાયેલો વિક્રમ આપે છે. અહીંના એક સ્વામિનારાયણ મંદિરના સંતે આવો વિક્રમ નોંધાવ્યો છે.

સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરાના સ્વામી જ્ઞાનજીવનદાસજી દ્વારા એક સાથે સૌથી વધુ લોકોએ ઓનલાઈન મંત્રોચ્ચાર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે . 30 ડિસેમ્બર , 2021 ના રોજ  સ્વામિનારાયણ મંદિર – કુંડળધામ, ગુજરાત ખાતે ‘ સ્વામિનારાયણ મહામંત્રની 220 મી વર્ષગાંઠની ઉજવણીમાં 60990 ભક્તોએ 64 મિનિટ માટે ‘ ભગવાનને રાજી કરવા માટે ધૂન અને મંત્રોચ્ચાર કર્યા હતા . જેના માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલ છે. સ્વામિનારાયણ મહામંત્રની 220 મી જયંતી નિમિત્તે ગુજરાતના ‘ ઘનશ્યામ મહારાજ’ને પ્રસન્ન કરવા માટે 3,33,333 હાથથી લખેલા સ્વામિનારાયણ મહામંત્રો વાળા વાઘા બનાવી અર્પણ કરવામાં આવ્યા હતા . જેને પણ એશિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળેલ છે . તેવી માહિતી  ઘનશ્યામ સ્વામીએ આપી હતી.

આ પહેલા પણ હરિચરિત્રામૃત સાગર ગ્રંથને ટાઇટેનિયમ ધાતુમા કંડારવા બદલ જ્ઞાનજીવનદાસજી સ્વામીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને એશિયા બુક ઓફ રેકોર્ડસ દ્વારા ‘ લાર્જેસ્ટ હિન્દી મેન્યુસ્ક્રીપટ ઓન ટાઇટેનિયમ શીટ’ની વિક્રમ માન્યતા અને પદક પણ આપવામાં આવ્યા છે . સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ વડોદરા ખાતે  કાંતિભાઈ પટેલ તથા  પંકજભાઈ પટેલ , ચેરમેન ડો . હિતેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભવો દ્વારા આ વિક્રમલેખને સંતોને અર્પણ કરાયો હતો . સ્વામિનારાયણ ભગવાન ને 3,33,333 હાથથી લખેલા ‘ સ્વામિનારાયણ ’ મહામંત્રો વાળા વાઘા ધરાવવામાં આવેલ છે . તેમના દર્શન અર્થે તથા સંતોની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.