Abtak Media Google News

રેસકોર્સમાં ગીતા જ્ઞાનયજ્ઞના દ્વિતીય દિને વૈષ્ણવાચાર્યો અભિષેક મહોદય તથા શૈલેષકુમારજી મહારાજનું આગમન; શ્રોતાઓને વચનામૃત દર્શનનો લાભ મળ્યો; આજે સાંજે રંગ મહેલનો મનોરથ, કાલે પલનાનંદ મહોત્સવ

રાજકોટના ભગવદીય વૈષ્ણવોના અપાર સહકારથી દાસીજીવણ સત્સંગ મંડળ, રાજકોટ વૈષ્ણવ સંઘ અને પોરબંદરના સંસદ સભ્ય રમેશભાઈ ધડુકના પરિવારના સેવા ઉપક્રમે રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે તા.૧૫ થી ૨૧ ડિસે. સુધી શ્રીમદ ભગવદ્ગીતા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન થયું છે. આચાર્યપીઠેથી કડી-અમદાવાદ હવેલીના વિદ્વાન વૈષ્ણવાચાર્ય પૂ. દ્વારકેશલાલજી મહોદયથીદરરોજ બપોરે ૩થી સાંજના ૭ સુધી સરળ અને સૌને સમજાય એવી ભાષામાં ગીતાજ્ઞાનનું રસપાન કરાવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાંક થામંડપમાં શ્રોતાઓની વિશાળ હાજરી હોય છે,દરરોજ કથાના સમાપનમાં વિવિધ મંગલકારી મનોરથો ઉજવાય છે, આજે તૃતીય દિને રંગમહેલનો મનોરથ ઉજવાશે અને કાલે સાંજે પલના નંદ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે.

ગઈકાલ કથાના દ્વિતિય દિને કથામંડપમા પધારેલાં શૈલેષલાલજી મહોદયથીએ પોતાના વચનામૃતમાં શ્રોતાસમુદાયને જણાવ્યું હતુ કે, ભાગવત ગીતા ભકિતમાર્ગનું હાર્દ છે, પુષ્ટિમાર્ગ અનુસાર ભગવદ્ગીતા શરણાગતિનો ગ્રંથ છે તેમણે આયોજકો અને સેવકોની પ્રસંશા કરી હતી. મુંબઈથી રાજકોટ એક કલાક માટે ખાસ પધારેલા અમરેલી વૈષ્ણવ સંસ્થાનના પૂ. દ્વારકેશલાલજીએ કહ્યું કે, મોટાભાગના વૈષ્ણવોની માન્યતા છે કે, ભગવદ ગીતા ભગવાન શ્રી કૃષ્ણની પાછલા વર્ષેની જીંદગીના સંસ્મરણો છે,વૈષ્ણવો ભગવાન કૃષ્ણની બાળલીલાઓ, વ્રજની ભૂમિ ઉપરની લીલાઓમાં જ રસ ધરાવે છે. ત્યારે પૂ દ્વારકેશલાલજીએ કહ્યું કે, ગીતા મહાભારતના ભીષ્મપર્વમાં છે. બધા શાસ્ત્રો સાર ભગવદ ગીતા છે. ૫૦૦૦ વર્ષ પહેલા અર્જુનને ગીતાની જ‚રીયાત કરતા સાંપ્રત યુંગના માનવીને વધુ જરૂર છે.

12 4

ગઈકાલે ગીતા જ્ઞાનયજ્ઞની કથા પ્રારંભ પૂર્વેક કથાના મુખ્ય સહયોગી પરમ વૈષ્ણવ રમેશભાઈ ધડુકના પરિવારના મોટાભાઈ વિઠ્ઠલભાઈ ધડુક, મનસુખભાઈ ધડુક, પરિવારની મહિલાઓ, શ્રીજી ગૌશાળાના અરવિંદભાઈ ગજજર, સૂર્યકાંતભાઈ વડગામા, રાજકોટ ડેરીના ગોવિંદભાઈ રાણપરીયા વગેરેએ આચાર્ય પીઠે પૂ. દ્વારકેશલાલજીના આશીર્વાદથીક ગીતા પૂજન, આરતી કરીને પૂ. જેજેને માલ્યાર્પણ કરી હતી.

આ ભવ્ય અને અદ્વિતીય આયોજનના પ્રચાર ઈન્ચાર્જ રાજકોટ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ગઈકાલના જ્ઞાનયજ્ઞની ભવ્યતાની વિગતો આપતા જણાવે છે કે, ભાવિક શ્રોતાઓની વિશાળ હાજરીને કારણે કથાનું ડોમ પરિસર ટુંકુ પડયું હતુ રાજકોટના વિવિધ ક્ષેત્રનાં આગેવાનોએ પણ હાજરી આપી પૂર્ણ સમય કથાશ્રવણ કર્યું હતુ જેમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, રાજકોટના પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરીયા, મ્યુ. કોર્પોરેશન બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રસીકભાઈ ગોંડલીયા, ચીનુભાઈ કિચન ઈન્ડસ્ટ્રીઝવાળા, કાનજીભાઈ ધડુક, કિશોરભાઈ ભાલાળા, ગોવિંદભાઈ ખૂંટ, જીણાભાઈ ખૂંટ, દિનેશભાઈ અમૃતીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.