Abtak Media Google News

બાળકા માટે અનુરૂપ સ્કુલ પસંદ કરવામાં વાલીઓને મદદરૂપ થવા પ્રિમીયર સ્કુલ એકસ્પો: કાલે છેલ્લો દિવસ

Vlcsnap 2019 12 17 12H53M35S284

બાળકો માટે અનુરૂપ સ્કુલ પસંદ કરવાની બાબત વાલીઓને મુંઝવણમાં મૂકે છે. આ મુંઝવણના ઉકેલ સ્વરૂપે રાજકોટમાં પ્રિમીયર સ્કુલ એકસ્પોનું આયોજન થયું છે. જેમાં દેશના વિવિધ ગમાંથી ૨૦ જેટલી શ્રેષ્ઠ સ્કુલના વિકલ્પ વાલીઓને મળ્યા છે. દેહરાદૂન, મશુરી, હરિયાણા, નાસીક, સુરત અને મહેસાણાથી સ્કુલ સંચાલકો રાજકોટ આવ્યા છે.

અમારે ત્યાં ૨૧ રાજયોનાં છાત્રો અભ્યાસ કરે છે: અનંત મીશ્રા

Vlcsnap 2019 12 17 12H52M14S417

સાગર સ્કુલના સનંત મીશ્રાએ કહ્યું કે, સાગર સ્કુલ ભારતભરમાં રહેણાંક સ્કુલમાં પ્રથમ છે જે દિલ્હીથી ૧૦૦ કીમી દૂર હરીયાણા પાસે રાજસ્થાન બોર્ડર પર આવેલી છે. અમારે ત્યાં ધો.૪ થી ૧૨ સુધી અભ્યાસ કરાવીએ છીએ અમારે ત્યાં ૨૧ સ્ટેટના વિદ્યાર્થીઓ છે. અમારે ત્યાં સ્પોર્ટની હોર્સ રાઈડીંગ મ્યુઝીક સ્વીમીંગ વગેરે જેવી અનેક સુવિધા છે. ઉપરાંત ભણવા માટે પણ ઉતમ વાતાવરણ છે. અમારે ત્યાં પૂરા મહિનાનું જમવા નાસ્તાનું લીસ્ટ તૈયાર હોય છે. દરેક વિદ્યાર્થીના ખોરાકનું ધ્યાન રાખી બનાવામાં આવે છે. જેમાં સાઉથ ઈન્ડીયન, ગુજરાતી, પંજાબી, ચાઈનીઝ વગેરે સમાવેલ છે. અમારૂ કેમ્પસ ૧૬૦ એકરમાં વિકસીત છે. જેમાં સીકયુરીટી ગાર્ડ સી.સી.ટીવી કેમેરાથી સજજ છે.

અમારા શિક્ષકે બાળકના વાલી બની શિક્ષણ આપે છે: હેતલ દેસાઇ

Vlcsnap 2019 12 17 12H52M26S078

ડિવાઇન ચાઇલ્ડ સ્કુલના હેતલ દેસાઇએ કહ્યું હતું કે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલ મહેસાણા કે જે સંકુલ વોટર પાર્કની બાજુમાં આવેલી છે. ભારતમાં અમારી પહેલી શાળા છે. કે જેને વેલ્યુ બેઝ એજયુકેશનનું સર્ટીફીકેટ મળેલું છે. તથા અમે ઝઈંઈંકખ કરીએ છીએ. જેને લીધે જયારે બાળક રીયલ લાઇઝમાં પગ મુકે ત્યારે સ્ટેજ માટે એ તૈયાર થઇ જાય અમે લોકો અમારું ફોકસએ લાઇવ સ્કીલપર કરીએ છે. બાળકનું ગોખણીયું જ્ઞાન બહુ કામ લાગશે અમારી શાળાની હોસ્ટેલ સુવિધા એ ઘર જેવી જ હોસ્ટેલ સુવિધા અમારા શિક્ષકોએ વાલી બની અને શિક્ષણ આપતા હોય છે. શિક્ષક વિઘાર્થી પોતાના બાળકની જેમ જ રાખે છે. અમે સ્પોર્ટમાં ઉતર ગુજરાતમાં પ્રથમ આવીએ છીએ અને નેશનલ  લેવલ સુધી શાળા જ બાળકોને લઇ જાય છે. અમારી શાળા બાળકોનો સર્વાગી વિકાસ કરે છે. અમારી પાસે ઘણા વિઘાર્થીઓ રાજકોટના છે. સૌરાષ્ટ્રના બાળકોએ ઘણા પ્રેમાળ હોય છે અને એ બાળકો ખુબ જ સફળતા મેળવે છે.

અમારી સ્કુલ ટોપ-૧૦માં સામેલ: અભિનવ અનુરાગ

Vlcsnap 2019 12 17 12H52M35S622

કાશીગા સ્કુલના અભિનવ અનુરાગે કહ્યું હતું કે, કાશીગા સ્કુલએ એક બોડીંગ સ્કુલ છે. કો એજયુકેશન બોડીંગ સ્કુલ જેમાં અમારી પાસે ૩૫૦ સીટો છે. જેમાં અમારી પાસે ૧૩ દેશોના વિઘાર્થીઓ ભણી રહ્યા છે. જેમાં ઞઊં, ઞજ રશીયા, થાઇલેન્ડ, મલેશીયા, બાંગ્લાદેશ નેપાળ, ભુટાન વગેરેથી વિઘાર્થીઓ ગુજરાતના પણ સૌરાષ્ટ્રના વિઘાર્થીઓ પણ છે. ભારતના ખુણે ખુણના વિઘાર્થીઓ છે. દહેરાદુનના વાતાવરણને લીધે અહિયા વિઘાર્થીઓ સ્વાસ્થ્ય ખુબ જ સારુ રહે છે. કાશીગ સ્કુલની જો વાત કરું તો અમારી શાળા ૪૦ એકરમાં છે જેમાં દિલ્હી સ્ટેડીયમથી પણ મોટુ ક્રિકેટ ગ્રાઉન્ડ છે તથા અમારીપાસે ૧૦ થી વધુ રમતો છે જેમાં સ્વીમીંગ પુલ ૧૦ મીટર રાઇફલ શુટીંગ અમારી શાળાનો યશ અગરવાલ કે જે ભારતના શુટીંગનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ ભારતમાં ર ગોલ્ડ મેડલ જીતેલા છે. તથા દિકરીઓ માટે પણ અમારી પાસે બેટી બચાઓ બેટી પઢાઓ યોજની અંતર્ગત અમારે દિકરીઓને ડિસ્કાઉન્ટ આપીએ છીએ. જેને લીધે અમારે ત્યાં ભણેલી ઘણી દિકરીઓ વિદેશની યુનિવર્સિટીઓમાં ભણી રહી છે. અભયાસક્રમની વાત કરીએ તો અમારી પાસે ઈઇજઈ પણ છે. અને ઈઅઈંઅ  જેને  કેમ્બ્રીજ બોર્ડ કહેવામાં આવે છે. જેસુ લંડન ના કેમ્બ્રીજ યુનિવર્સિટી દ્વારા ભણવામાં આવે છે. કાશીગાની વાત કરુ તો અમારે રહેણાંક વિસ્તાર જેવી જ હોસ્ટેલ છે. અમારા વિઘાર્થીઓથી માંડીને પ્રીન્સીપાલ સુધીના તમામ વ્યકિત કેમ્પસ અંદર જ રહે છે. કાશીગા સ્કુલએ ભારતના ટોપ ૧૦ સ્કુલોમાં છે તથા ઉત્તારાખંડના ટોપ-૩ સ્કુલોની છે. વિદેશોની વિવિધ યુનિવર્સિટીઓ સાથે અમારું જોડાણ છે જેને લઇને અમારા વિઘાર્થીઓનું ભવિષ્ય ખુબ જ ઉજળું બને છે.

અમારૂ  શિક્ષણ મેળવી વિદ્યાર્થી કોઈપણ જગ્યાએ આગળ વધી શકે: રાધીકાબેન

Vlcsnap 2019 12 17 12H52M41S083

આઈબી સ્કુલ સાથે સંકળાયેલા રાધીકાબેનએ જણાવ્યુંં હતુકે અમે પૂના વિશ્ર્વશાંતી ગૂરૂકુળથી આવ્યા છીએ અમારી સ્કુલ ૨૦૦૬થી કાર્યરત છે. આઈબી ઈન્ટરનેશનલ સ્કુલ છે જે પૂનામાં છે. અમારી સ્કુલમાં અલગ અલગ રાજયમાંથી ૬૦૦ વિદ્યાર્થી છે. હાલમાં પણ રાજકોટથી ૨૦વિદ્યાર્થી અભ્યાસ કરે છે અમારી સ્કુલ શાકાહારી છે. એ કારણે બધો અનુકુળ છે. અમારે ત્યાંથી ભણતર મેળવી દુનીયામાં કોઈપણ જગ્યાએ આગળ વધી શકે છે. તો ધો.૧૨ પછી એમને કેમ આગળ વધવું તે પણ સમજાવીએ છીએ ગૂરૂકુળના ટાઈમીંગ મુજબ ધ્યાન દરેક રીતે ડેવલોપમેન્ટ પર ધ્યાન આપીએ છીએ જેમકે સ્પોર્ટ મ્યુઝીક-ક્રિકેટ આર્ટ તેવી અમારી પાસે ૫૧ એકટીવીટી છે. દરેક પ્રકારની રમત ગમત આવરી લીધેલ છે. તથા સ્પેશ્યલીસ્ટ શિક્ષક છે.

અમારા વિદ્યાર્થી સ્ટેટ તથશ નેશનલ લેવલે રમી ચૂકેલ છે. અમારા વિદ્યાર્થી ૧૨૫ એવોર્ડ લઈને આવેલ છે. તેનાથી વિદ્યાર્થીનું યુનિવર્સિટી એડમીશન પણ આસાન થઈ જાય છે. તથા અમારે ત્યાં બાળકોની સેફટી સીકયોરીટી પર પૂરતુ ધ્યાન આપવામાં આવે છે.

ભણતર સાથે દરેક એક્ટિવીટીમાં છાત્ર આગળ વધે તેવા પ્રયાસ: ઈશા જોષી

Vlcsnap 2019 12 17 12H52M58S451

ફાવસી ઈન્ટરનેશનલ એકેડેમી સાથે સંકળાયેલા ઈશા જોષીએ કહ્યું હતુ કે ફાવસી ઈન્ટરનેશનલ એકેડમી નાશીક મહારાષ્ટ્રથી આવ્યા છે. અમારી સ્કુલ ૪૦ એકરમાં બનેલી છે.પૂરતી હરીયાળી ફેલાયેલ છે.સુંદર કેમ્પસ છે. અમારી સ્કુલ આઈએસઓ સર્ટીફાઈડ છે.વિદ્યાર્થી માટે જૈન તથા વેજીટેરીયન ખોરાક આપવામાં આવે છે. અમારો ધ્યેય વિદ્યાર્થીની સેફટી પ્રગતી દરેક રીતે પ્રગતી ભણતર ઉપરાંત દરેક એકટીવીટીમાં પણ આગળ વધે તેવો પ્રયાસ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.