Abtak Media Google News

વિશ્ર્વભરમાં વોટ્સએપ બની રહ્યું છે સેન્સેટીવ : વોટ્સએપ તેની સેવાઓ કરી રહ્યું રીસ્ટોર

સમગ્ર વિશ્ર્વ હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતું હોય છે જેમાં વોટસએપ, ફેસબુક, ટવીટરનાં વપરાશકર્તાઓ સમગ્ર વિશ્ર્વમાં કરોડોની સંખ્યામાં છે ત્યારે ભારતમાં વોટસએપનો અતિરેક જ વોટસએપ પર ભારે પડયો છે. સરકાર દ્વારા અનેકવિધ વખત વોટસએપ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેનું એકમાત્ર કારણ એ માનવામાં આવે છે કે, સોશિયલ મીડિયાનો અતિરેક ઘણાખરા અંશે વધી ગયો છે. વોટસએપ એટલા અંશે સેન્સેટીવ બની ગયું છે કે સરકાર કડક કાયદો અને તે અંગેની અમલવારી પણ સખ્ત બનાવી છે.

7537D2F3 8

સરકારને ઘણાખરા પ્રશ્ર્નો વોટસએપને લઈ સામે આવ્યા છે ત્યારે સરકાર દ્વારા ડેટા પરની મર્યાદા મેસેજ અનેક ગ્રુપમાં શેર ન કરવા સહિતની ઘણીખરી મર્યાદાઓ રાખવામાં આવી છે. વિશ્ર્વભરમાં વોટસએપ એટલા અંશે સેન્સેટીવ બની ગયું છે કારણકે ઘણાખરા સમયે વોટસએપ પર જે રીતે ભરોસો રાખવામાં આવતો હતો તે વિશ્ર્વસનિયતા વોટસએપે ગુમાવી દીધી છે ત્યારે સોશિયલ મીડિયા પર જે ભાર જોવા મળી રહ્યો છે તેના કારણે ભારત સહિત અન્ય દેશોમાં વોટસએપની સેવા ઠપ્પ થઈ ગઈ હતી જેમાં ભારત, યુરોપ, બ્રાઝિલ અને દક્ષિણ એશિયાનો સમાવેશ થાય છે. વોટસએપની સેવાઓ તેના વપરાશકર્તાઓને યથાયોગ્ય રીતે મળી રહે તે હેતુસર હાલ તે સર્વિસને વોટસએપ પૂર્ણત: રિસ્ટોર કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વોટસએપ સેવા ઠપ્પ થતાની સાથે જ ટવીટર ઉપર વોટસએપ બંધની ફરિયાદો ઉઠવા પામી છે.

સરકાર હાલ તમામ સોશિયલ મીડિયાનાં માધ્યમો ઉપર કડક વલણ અપનાવી રહ્યું છે અને આવનારા સમયમાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન ઘટે તે માટે સરકાર પ્રયત્નશીલ હોય તેવું લાગી રહ્યું છે.  પોપ્યુલર મેસેજિંગ સર્વિસ વોટ્સએપ ભારતમાં અચાનક ડાઉન થઈ ગયું. રવિવારે સાંજે વોટ્સએપ ડાઉન થવાના કારણે વોટ્સએપ પર સ્ટિકર્સ અને મીડિયા ફાઈલ્સ મોકલવામાં સમસ્યા જોવા મળી. ભારતના અસંખ્ય યૂઝર્સે વોટ્સએપ ડાઉન થવાની ફરિયાદ કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ વિશે લખ્યું. વોટ્સએપ યૂઝર્સે વોટસએપ ડાઉન થવાની ફરિયાદ કરી, સાથે જ એક જાણીતી વેબસાઈટ ઉજ્ઞૂક્ષમયયિંભજ્ઞિંિ એ પણ એવી માહિતી આપી કે ભારતમાં વોટ્સએપ ડાઉન થઈ ગયું છે. યૂઝર્સને સ્ટિકર્સ અને મીડિયા ફાઈલ્સ મોકલવામાં સમસ્યા સર્જાઈ હતી. સાંજે ૬ વાગ્યા સુધી ૩ હજાર કરતા વધારે યૂઝર્સે વોટ્સએપમાં સમસ્યા હોવાની ફરિયાદ રિપોર્ટ કરી છે. જ્યારે કેટલાંક વોટ્સએપ યૂઝર્સે કનેક્શન પ્રોબલેમની પણ ફરિયાદ કરી છે. ભારત સિવાય યૂએઈ, જર્મની, સ્પેન અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ વોટ્સએપ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું તેવું જાણવા મળ્યું છે. જ્યારે ભારતમાં દિલ્હી, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા શહેરોના યૂઝર્સે લખ્યું કે વોટ્સએપ યૂઝ કરવામાં સમસ્યા નડી રહી છે. વોટ્સએપમાં ફાઈલ્સ મોકલતી વખતે Retry કરવું પડી રહ્યું છે અને ફાઈલ્સ સેન્ડ થઈ રહી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.