Abtak Media Google News

૮૦ લાખથી વધુ બાળકોને પોલીયોથી સુરક્ષિત કરવાના પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

રાજકોટ જીલ્લામાં બાળ લકવા, નાબુદી અભિયાન અંતર્ગત ૧,૫૩,૯૬૮ બાળકોને પોલીયો વિરોધી રસી અપાઇ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોલીયો રવિવાર અંતર્ગત રાજય વ્યાપી પોલીયો રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં સમગ્ર રાજયમાં ૦ થી પ વર્ષની વયના ૮૦ લાખથી વધુ બાળકોને આવરી લેવાશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ૩૩૬૪૧ બુથ અને ૬૭૨૮૨ ટીમ દ્વારા કુલ મળીને ૧ લાખ પ૩ હજાર આરોગ્ય કર્મીઓ આ અભિયાનમાં સેવા આપવાના છે.

જે રીતે મતદાન માટે બુથ બનાવીને કોઇ મતદાર મતદાનથી વંચીત ન રહે તેની કાળજી લેવાય છે. તેમ આ અભિયાનમાં પણ રાજયનું ૦ થી પ વર્ષનું એક પણ બાળક રસીકરણથી વંચીત ન રહે તેની ચિંતા રાજય સરકારે કરી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે આ સઘન અભિયાનને કારણે ગુજરાતમાં વર્ષ ૨૦૦૭ પછી એકપણ પોલીયો કેસ નોંધાયો નથી. ભવિષ્યમાં પણ ગુજરાતમાં કોઇ બાળકને પોલીયો ન થાય તે માટે સંકલ્પ કરીએ  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે બાળકોના સર્વગ્રાહી આરોગ્ય રક્ષણ માટે ભારત સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષ અન્વયે પંચગુણી રસી આપવામાં આવે છે. વ્યાપક રસીકરણથી ડીપ્થેરીયા, ધનુર, ઝેરી કમળો, ઉટાટીયુ, ઇન્ફલ્યુએન્ઝા જેવા રોગથી બાળકનું રક્ષણ કરવાનો કાર્યકમ વ્યાપક બનાવ્યો છે.

દેશમાંથી બાળ લકડવા નાબુદ માટે બાળ લકવા નાબુદી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનના સારા પરિણામો મળી રહ્યા છે. અને દેશમાંથી બાળલકવા નાબુદ થવાની તૈયારી છે. આ અભિયાનના ભાગરુપે ગઇકાલે દેશભરમાં અને આ દરમ્યાન રાજકોટ જીલ્લામાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલીયો વિરોધી રસી આપવામાં આવી છે.

રાજકોટ જીલ્લા

રાજકોટ જીલ્લોમાં કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા અને મોટીપાનેલી ખાતે ધમેન્દ્રસિંહ જાડેજા, પોલીયો નાબુદી અભિયાન અંતર્ગત રાજકોટ ગ્રામ્ય-૭૧ ના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા અને તાલુકા પંચાયત પ્રમુખ લોધીકાના હરિચંદ્રસિંહ જાડેજાએ અને માન. જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેષ એન. ભંડેરી, ખીરસરા ખાતે તેમજ જીલ્લા પંચાયતના આરોગ્ય સમીતી ચેરમેર જેતલસર ખાતે અને જીલ્લા પંચાયત અને નાનજીભાઇ ડોડીયાએ સણોસરા ખાતે અને કોર્પોરેશન ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીએ પોલીયોના ટીપા પીવડાવી દિપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવેલ. પોલીયો યુથ નુ ઉદઘાટન કરવામાં આવેલ પાંચ વર્ષથી નીચેના બાળકોને પોલીયો વિરોધી રસી આપવામાં આવેલ.

રાજકોટ જીલ્લાનું આ અંગેનું આયોજન સંપૂર્ણ કરી રાજકોટ જીલ્લાના પાંચ વર્ષથી નીચેના ૧૮૭૪૧ બાળકોને રસી આપવા માટે ૯૪૧ રસીકરણ બુથ બનાવવામાં આવેલ છે. ૯૪૧ રસીકરણ ટીમો બનાવવામાં આવેલ છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા આંગણવાડી કાર્યકર તથા સ્વયસેવકો કામગીરી કરશે. અસરકારક સુપરવીઝન માટે ૧૮૧ સુપરવાઇઝરો નીમવામાં આવેલ છે. અંતરીયાળ વિસ્તાર, વાડી

વિસ્તારમાં કામગીરી કરવા માટે ૩૨૦ મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા મોટી સંખ્યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્યાઓ માટે ૧૮૫ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવેલ છે.

પ્રથમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુથ બનાવી અને ત્યાં પોલીયો વિરોધી રસી દરેક બાળકને આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવી. બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ કોઇ બાળક બાકી નથી તેની ખાત્રી કરી બીજા અને ત્રીજા દિવસે જો રસીકરણમાં બાળક બાકી ગયેલ તેવા બાળકોને સ્થળ પર જ રસી આપવામાં આવશે. આ માટે ૧૮૦૭ રસીકરણ ટીમો બનાવવામાં આવેલ. કામગીરીને સફળતાપૂર્વક અસરકારક અમલીકરણ માટે કલેકટર ડો. રેમ્યા મોહન તેમજ જીલ્લા વિકાસ અધિકારી:, અનિલ રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મીતેષ એન. ભંડેરી અને તેમની ટીમ કામગીરી સફળતાપૂર્વક  કામગીરી કરવામાં આવેલ.

દામનગર

ઇંગોરાળા જાગાણી ખાતે પોલીયો બુથનો પ્રારંભ અમરેલી જીલ્લા પંચાયત સદસ્ય મયુરભાઇ આસોદરીયા, સરપંચ જસાણી  સહીતના અગ્રણીઓ ના હસ્તે પોલીયો બુથનો પ્રારઁભ કરાયો હતો. શિશુઓને સુરક્ષા કવચથી સુનિશ્ર્ચિત કરતા તબીબી સ્ટાફના માર્ગદર્શન હેઠળ તાલુકાના ૧૧૯૩૪ શિશુને પોલીયોને પોલીયો રસી ટીપા પીવડાવી પોલીયો નાબુદ અભિયાન ને વેગ અપાવો છે.

7537D2F3 8

લાઠી

સીવીલ હોસ્પિટલ ખાતે ગઇકાલે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરના હસ્તે પોલીયો બુથનો પ્રારંભ કરાયો હતો. તથા તાલુકા હેલ્થ ઓફીસર ડો. મકવાણા તથા ડો. સિંહા તથા સુપરવાઇઝર ટાંકભાઇ તથા તમામ હેલ્થ નો સ્ટાફ હાજર રહેલ છે. લાઠી તાલુકામાં ૧૧૯૩૪ બાળકોને પોલીયો ના ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

મહુવા

મહુવા તાલુકાના મોટાખુટવંડા પલ્સ પોલીયો જાગૃતિ માટે રેલી યોજવામાં આવતા વિપુલભાઇ રાઠોડ ઝાકીર હુશેન શાહી ભાવેશભાઇ ભાલીયા તેમજ પ્રાથમીક શાળાના આચાર્ય અને શિક્ષક ગણ અને વિઘાર્થીઓ પણ સાથે જોડાયા હતા. પલ્સ પોલીયો જાગૃતિની રેલીમાં મોટા ખુંટવાડ પી.એચ.સી. સેન્ટરના અધિકારી દ્વારા સારી એવી કામગીરી કરેલ હતી.

જામજોધપુર

જામજોધપુર તાલુકા હેલ્થ  કચેરી  ખાતે પોલીયો નાબુદી અભિયાનનું ઉદઘાટન જામજોધપુર લાલપુરના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફીસર ડો. જે.આર.પટેલ, ઇન તાલુકા વિકાસ અધિકારી સંચણીયા, અર્બન એમ.ઓ. રિઘ્ધિબેન સંતોકી, તાલુકા હેલ્થ સુપરવાઇઝર ડો. બી.અપારનાથ, ટી.એચ.વી. કાન્તાબેન કણસાગરા, ઉમગભાઇ ઉડવીયા તેમજ આરોગ્ય સ્ટાફ આશાબેનો, આંગણવાડીના બહેનો હાજર રહ્યા હતા. ચિરાગભાઇ કાલરીયા ધારાસભ્યો પોલીયોના ટીપા બાળકોને પીવડાવી અભિયાનની શરુઆત કરાવી હતી.

વાંસજાળીયા

જામજોધપુ તાલુકાના વાંસજાળીયા પ્રા. આ. કેન્દ્ર ખાતે ૦ થી પ વર્ષ ના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો જેમનો શુભારંભ જામનગર જીલ્લા પંચાયતના સદસ્ય જેઠાભાઇ મોરીના હસ્તે કરવામાં આવેલ તેમજ સદસ્યએ ગ્રામજનોને ૦ થી પ વર્ષનચા તમામ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાની અપીલ કરેલ આ કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ. કેન્દ્ર વાંસજાળીયા ના મેડીકલ ઓફીસર

ડો રવિ એસ. મુછારે પોલીયાના ટીપા પીવડાવવાથી થતા ફાયદા વિષે સમજણ આપેલ તથા આ કેન્દ્ર હેઠળ આવતા તમામ ગામોના ૯ થી પ વર્ષના બાળકોને પોલીયોના ટીપાથી રક્ષીત કરવા તથા ૧૦૦ ટકા સિઘ્ધી હાંસલ કરવા સુપરવાઇઝર બી.કે. અમૃતિયા ભારે જહેમત ઉઠાવી

સુત્રાપાડા

પૂર્વ મંત્રી જશાભાઇ બારડ દ્વારા સુત્રાપાડા નગરપાલિકા વિસ્તારમાં પોલીયો બુથોનું શુભ આરંભ કરવામાં આવેલ જેમાં પોલીયો મુકત ભારત માટે સરકાર દ્વારા અભિયાનની શરુઆત કરવામાં આવી તે અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા વિસ્તારમાં ૧૪ અલગ અલગ પોલીયો બુથ શરુ કરવામા આવ્યા જયાં ૦ થી પ વર્ષ સુધીના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી પોલીયો મુકત ભારત બનાવવામાં રાજયના પૂર્વ મંત્રી જશાભાઇ બારડે યોગદાન આપેલ અને જણાવેલ કે સુત્રાપાડા વિસ્તારમાં ૦ થી પ વર્ષ સુધીનાચ કોઇપણ બાળક પોલીયોના ટીપા પીવડવામાં કોઇ બાકી ન રહે અને આ પોલીયોના બે ટીપા પર ઘર સુધી પીવડાવવાની ઝુબેશ હાથ ધરેલ આ સમયે સરકારી ડોકટર કામળીયા તથા સરકારી હોસ્પિટલના સ્ટાફ તેમજ શાળાના આચાર્ય જોશી તથા નગરપાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.