Abtak Media Google News

થોડા દિવસ પહેલા જ ટોટલ ધમાલનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે 2.49 મિનિટ નું આ ટ્રેલર કોમેડથી ભરપૂર છે. ફિલ્મની વાર્તા લોકોની આસપાસ ઘુમે છે જે 50 કરોડની ખોજમાં નીકળે છે. એ દરમિયાન ઘણા મજેદાર સીન જોવા મળે છે. જેમાં કેટલાક વાઘના ચંગુલમાં ફસાઈ જાય છે,કેટલાકનો ટકરાવ ચિંપાંજી સાથે થાય છે, તો કોઈની સામે સાપ આવે છે.અને આજે આ મૂવીનું પ્રથમ ગીત રીલીઝ કરાયું છે.

જય દેવગન, અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે મળીને ટોટલ ધમલા કરવાનું નક્કી કર્યું તો તેને કોન રોકી શકે છે. પહેલા ફિલ્મના ટ્રેલરે આવતાની સાથએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી તો હવે ફિલ્મનું ગિત ‘પૈસા યે પૈસા’ રિલીઝની સાથે જ ટોટલ ધમાલ કરી રહ્યું છે.

ધમાલ સિરીઝનો ત્રીજો ભાગ ટોટલ ધમાલ 22 ફેબ્રુઆરી 2019ના રિલીઝ થશે. પરંતુ તેનું ગીત પહેલા તમારી મોઢે અને દિલ પર કબજો કરવા માટે સામે આવી ગયું છે. આ ગીતના શબ્દો છે પૈસા યે પૈસા. આ ગીતનું મ્યૂઝિક શાનદાર છે.આ ગીતમાં અજય દેવગને મળીને અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે ખૂબ ધમાલ મચાવી છે. આ ફિલ્મના માધ્યમથી 18 વર્ષ બાદ અનિલ કપૂર અને માધુરીની જોડી વાપસી કરી રહી છે. આ પહેલા બંન્ને છેલ્લી ફિલ્મ પૂકારમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ આ ગીતમાં આ ત્રણેયની સાથ સાથે સંજય મિશ્રા, જોની લીવર, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી અને અરશદ વારસી પણ ધમાલ કરી રહ્યાં છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.