Abtak Media Google News

આજ થી એક મહિના બાદ શ્રીદેવી અને બોની કપૂર ની મોટી છોકરી જાન્હવી કપૂર ની પહેલી ફિલ્મ સિનેમાઘર માં રિલીઝ થશે. જાન્હવી કપૂર મરાઠી ફિલ્મ સૈરાટ નુ રીમેક ધડક ફિલ્મમાં કરશે. થોડા દિવસો પહેલા આ ફિલ્મ નુ ટ્રેલર રેલેઝ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં શાહિદ કપૂર ના ભાઈ ઇશાન ખટ્ટર સાથે જાન્હવી કપૂર રોમાન્સ કરતી જોવા મળશે.

Advertisement

આ ફિલ્મ ના ટ્રેલર માં જાન્હવી અને ઈશાન ની કેમિસ્ટ્રિ ને લોકો એ ખૂબ જ પસંદ કરી છે અને થોડી કલાક પહેલાજ આ ફિલ્મ નુ પહેલું ટાઇટલ ટ્રેક સોંગ રીલીઝ કરવામાં આવ્યું હતું. આ સોંગ ને અજય અને શ્રેયા ઘોષાલે પોતાના ખૂબસૂરત અવાજ માં ગાયું છે. આ સોંગ ના શબ્દો જ એવા છે કે સીધા દિલ માં ઉતરી જાય  અને આના માટે અમિતાભ ભટ્ટાચાર્ય ના જેટલા વખાણ કર્યે એટલા ઓછા છે.

જો આ સોંગ ના વીડીયો ની વાત કરવામાં આવે તો મધુકર અને પાર્થવી ના રૂપ માં ઇશાન અને જાન્હવી ની શાનદાર કેમિસ્ટ્રિ આ સોંગ માં ભરપૂર જોવા મળશે.

જોવો આ ટાઇટલ ટ્રેક  સોંગ

આ ફિલ્મ 20 જુલાઈ 2018 ના રોજ સિનેમા ઘરો માં રીલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.