Abtak Media Google News

પ્રાચીન પરંપરા મુજબ નોરતાનાં નવ દિવસ ગરૂડમાં બેસી ભુલકાઓ આનંદવિભોર બની જાય છે: વાનર સેના લોકોને મનોરંજન પુરી પાડે છે: ત્રિશુલ રાસ, સ્ટેચ્યુ રાસ, મસાલ રાસ સહિતનાં ગરબાની રમઝટ

નવ દિવસ માતાજીની આરાધના સાથે સમગ્ર વિશ્વનાં હિન્દુઓ ભકિતમય માહોલમાં રંગાઈ જાય છે. ધીરે-ધીરે માતાજીનો ગરબો પ્રગટાવી માતાજીની આરાધના કરે છે. જયારે શહેરમાં ઠેર-ઠેર પ્રાચીન ગરબીઓમાં પણ બાળાઓ રાસની રમઝટ બોલાવે છે. નવરાત્રીનાં ૯ દિવસમાં ગરબામાં સૌરાષ્ટ્રની ગરબીઓનું વિશ્વમાં ખ્યાતનામ છે. એવી જ રીતે રાજકોટની રામનાથપરા ખાતે થતી ગરૂડની ગરબી ૧૨૨ વર્ષથી થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે ગરૂડવાળી ગરબી પોતાની આકર્ષક શૈલીમાં રજુ થઈ છે. રામનાથપરા ખાતે આવેલ ગરૂડ ગરબી ચોકમાં અંબાજી માતાજી ગઢમાં બિરાજમાન છે. આ ગઢ વર્ષો પુરાણો છે અને ગરૂડની ગરબી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગરૂડ ગરબીનાં આયોજક અલ્પેશભાઈ ગમારાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગરૂડની ગરબી ૧૨૨ વર્ષ પુરાણી છે. દર વર્ષે લગભગ ૩૬ જેટલી બાળાઓ ગરબા અને રાસો રજુ કરે છે જેમાં તલવાર રાસ, હુડો રાસ, ઘુમટા રાજસ્થાની રાસ, તાલી રાસ, ત્રિશુલ રાસ, મસાલ રાસ સહિતનાં અનેકવિધ ગરબા રાસ રજુ કરે છે.

The-Focus-Of-The-Attraction-Is-To-Become-The-Pride-Of-An-8-Year-Old-Eagle
the-focus-of-the-attraction-is-to-become-the-pride-of-an-8-year-old-eagle

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગરૂડ ગરબીમાં પ્રખ્યાત ગરૂડની સવારી જે બાળકોને માતાજીનાં ગઢ ઉપરથી નીચે ગરૂડમાં બેસીને ઉતારવામાં આવે છે. જેનું આગવું મહત્વ રહેલું છે. કહેવાય છે કે, ગરૂડમાં બાળકને બેસાડવાથી તેમને બીક લાગતી નથી અને ગરૂડની સવારી કરતા નિહાળવા રાજકોટ ઉપરાંત આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોનાં લોકો મોટી સંખ્યામાં ગરબી જોવા ઉમટી પડે છે અને દર વર્ષે બાળાઓને અવનવી લ્હાણી આપવામાં આવે છે.

The-Focus-Of-The-Attraction-Is-To-Become-The-Pride-Of-An-8-Year-Old-Eagle
the-focus-of-the-attraction-is-to-become-the-pride-of-an-8-year-old-eagle

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.