Abtak Media Google News

૫૪૨ આવાસ સામે પખવાડીયામાં ૩૭૦૦ ફોર્મ ભરાઈ પરત આવ્યા: સોમવારી  ૨ બીએચકેના આવાસના ફોર્મનું વિતરણ

કોર્પોરેશન દ્વારા ગત ૧લી ફેબ્રુઆરીથી ઈડબલ્યુએસ-૨ કેટેગરીના ૧ બીએચકે આવાસ માટેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન આજે મુદત પૂર્ણ થતી હતી. લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી આવાસના ફોર્મ વિતરણ અને ફોર્મ પરત લેવાની મુદત ૨૫મી સુધી વધારવામાં આવી છે. ૫૪૨ અવાસ માટે એક પખવાડીયામાં ૩૭૦૦ ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. સોમવારી એલઆઈજી કેટેગરી ર્આત ૨ બીએચકેના આવાસના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવશે. જેમાં કાલાવાડ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર દ્વારકેશ હાઈટ્સની બાજુમાં અને મવડી વિસ્તારમાં ૧૨૬૮ આવાસ બનાવવામાં આવશે જેની કિંમત રૂા.૧૨ લાખ નિયત કરવામાં આવેલ છે. વાર્ષિક રૂા.૩ લાખ થી લઈ ૬ લાખ સુધીની આવક ધરાવતો પરિવાર આ આવાસ માટે અરજી કરી શકશે. મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગરે એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા EWS-૨ ૫૪૨, LIG – ૧૨૬૮ MIG- ૧૨૬૮ મળી કુલ – ૩૦૭૮ આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે. જેના અનુસંધાને ગત તા.૦૧/૦૨/૨૦૨૦થી ૧૫/૦૨/૨૦૨૦ સુધી EWS-૨નાં ફોર્મ મેળવવાનો અને પરત કરવાનો સમય નક્કી કરવામાં આવેલ. જે લોકો પાસે પોતાનું ઘર નથી તેવા વધુ ને વધુ લાભાર્થીઓ લાભ લઇ શકે તે માટે EWS-૨ આવાસના ફોર્મ મેળવવા અને પરત કરવા માટે વિશેષ તા.૨૫/૦૨/૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ છે.

આ ઉપરાંત, બની રહેલ ૧૨૬૮ LIG :- આવાસના ફોર્મ આગામી તા.૧૭/૦૨/૨૦૨૦થી મળી શકશે અને તા.૦૨/૦૩/૨૦૨૦ સુધીમાં પરત કરવાના રહેશે.

રાજકોટ મહાનગર પાલિકાનાં તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઈ. સી. આઈ. સી. આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધીનો રહેશે.

૧૩૬૯૫ આવાસ ફોર્મ ઉપડયા: રૂા.૧૩.૭૦ લાખની આવક ઈડબલ્યુએસ-૨ કેટેગરી માટે કોર્પોરેશન દ્વારા માત્ર ૫૪૨ આવાસ બનાવવામાં આવનાર છે. જેનાં એક પખવાડીયામાં ૧૩૬૯૫ ફોર્મ ઉપડયા હતા. ફોર્મ ભરાઈને પરત માત્ર ૩૬૯૩ આવ્યા છે.

ફોર્મની કિંમત રૂા.૧૦૦ રાખવામાં આવી હોય. ફોર્મના વેંચાણ પેટે મહાપાલિકાને રૂા.૧૩.૭૦ લાખની આવક થવા પામી છે. ફોર્મ પરત આવતી વખતે મહાપાલિકા દ્વારા એક પણ રૂપિયાનું ડિપોઝીટ લેવામાં આવતી ની. છતાં ૧૩૬૯૫ ફોર્મની સામે માત્ર ૩૬૯૫ ફોર્મ જ ભરાઈને પરત આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.