Abtak Media Google News

સરકાર દ્વારા ફાળવાયેલ એક હજાર ચોરસ મીટરમાં સુવિધા સભર શૈક્ષણિક સંકુલ  આકાર પામશે

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં  વસ્તા સગર સમાજની વિઘાર્થીઓ માટે ક્ધયા છાત્રાલય નીર્માણ માટેનો પ્રશ્ર્ન અંતે ઉકેલાય જવા પામ્યો છે. રાજકોટના કાલાવડ રોડ ઉપર સરકારના ધારાધોરણ પ્રમાણે એક હજાર ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી. તત્કાલી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તા. સગર સમાજની દિકરીઓ માટેનું જિલ્લા લેવલનું એક પણ ક્ધયા છાત્રાલય ન હોવાથી સરકારના ધારાધોરણ મુજબ જગ્યા મળશે તેવું કહેતા સમસ્ત સગર સમાજે તાત્કાલીક ભંડોળ એકઠું કરી જગ્યા મ.ેળવેલ હતી.

તા. 9-10 ને રવિવાર શરદપુનમના દિવસે સવારે 9 વાગ્યે ભૂમિપુજન શાસ્ત્રોકત વિધીથી કરવમાં આવશે. ભૂમિ પુજન સગર સમાજની દિકરીઓના વરદ હસ્તે પુજનવિધિ કરવામાં આવશે. સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહભાગી થશે અને તેમના વરદ હસ્તે ભૂમિ પુજન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સગર સમાજના દાનવીરો, કાર્યકર્તાઓ, સમાજના અગ્રણીઓ, તેમજ દરેક ગામના સરપંચઓનું સ્વાગત સન્માન કરવામાં આવશે. મુશ્કેલ કોરાના કાળા  જેવા સમયમાં સમાજના દાતાઓએ ખુબ જ ટુંકા ગાળામાં બે કરોડ જેવી માતબર રકમ એકઠી કરી આપેલ આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મંત્રી અરવિંદભાઇ રૈયાણી, મોહનભાઇ કુંડારીયા, પુનમબેન માડમ, રમેશભાઇ ધડુક, રામભાઇ મોકરીયા, પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા, મુળુભાઇ બેરા, ધારાસભ્યો વિકમભાઇ માડમ, બાબુભાઇ બોખીરીયા, ચિરાગભાઇ કાલરીયા, મેયર ડો. પ્રદીપ ડવ, ધનસુખભાઇ ભંડેરી, નીતીનભાઇ ભારદ્વાજ, ઉદયભાઇ કાનગડ, પુષ્કરભાઇ પટેલ, કમલેશભાઇ મિરાણી, કિશોરભાઇ રાઠોડ ઉ5સ્થિત રહેશે.

ભૂમિપુજન બાદ બિલ્ડીંગના બાંધકામનું કાર્ય શરુ કરવામાં આવશે. જેમાં આશરે અઢીસો દિકરીઓ માટે રહેવા તથા જમવા સાથે તેઓ આત્મનિર્ભર બની શકે તે માટે શિવણના વર્ગો, સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસ, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, સ્પોર્ટસ રૂમ વગેરે વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. સગર સમાજની દિકરીઓના વિકાસ માટે આ ક્ધયા છાત્રાલય આશિર્વાદ રુપ બની રહેશે.

દીકરીઓને હસ્તે ભુમી પુજન કરવામાં આવશે. તો જ્ઞાતિજનોને દિકરીઓને સાથે લઇને આવવા અપીલ કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૂત્ર બેટી પઢાવો, બેટી બચાવો સૂત્રને ખરા અર્થમાં સાર્થક બનાવવા સગર સમાજે પણ કમર કસી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.