Abtak Media Google News

મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતાની યાદી મુજબ રાજકોટ શહેરમાં ૨૪ કલાકમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં બે એમએમ વરસાદ નોંધાયો છે. ત્યારે સમગ્ર રાજકોટ શહેરમાં ઠેર ઠેર ગટરો  છલકાણી છે વીજળી ગુલ થઈ છે અનેક સ્થળોએ પાણીના મોટા મોટા ખાડાઓ ભરાણા છે તેમજ શહેરમાં અનેક સ્થળે કચરા-ગંદકીના ગંજ જોવા મળ્યા છે જ્યારે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાનું તંત્ર અને પીજીવીસીએલની અને પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ છે અને તંત્ર દ્વારા કરવામાં આવતિ કામગીરી ના રિપોર્ટ ખોટા ઠર્યા છે.

Advertisement

શહેરમાં ફક્ત બે મિલીમીટર જેટલો વરસાદ પડતા તંત્ર દ્વારા લાખો અને કરોડો રૂપિયા પ્રિમોન્સુન કામગીરી પાછળ વાપર્યા છે તે પ્રજાના પૈસાનો વેડફાટ થયો છે ક્યાંકને ક્યાંક પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા કર્યો છે તેમ છતાં જો મહાનગરપાલિકાનું તંત્ર ૧ એપ્રિલથી પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી હોય તો આજ દિવસ સુધી માં અનેક વોકડાઓ ગટરો મેન હોલ અને હેડિંગ સાફ-સફાઈ થયા હોવાના દાવા કર્યા છે ત્યારે વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠિયાએ આક્ષેપ કર્યો છે કે ફક્ત વરસાદના ઝાપટામાં જ તંત્રની પ્રિ મોન્સુનની નબળી અને લાપરવાહી વાળી કામગીરી થઈ  હોવાથી મહાનગરપાલિકાએ પ્રજાના નાણાનો દુરઉપયોગ કર્યો છે અને તંત્ર કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું છે હજુ તો વરસાદી માહોલને સપ્તાહ બે સપ્તાહની વાર હોય ત્યારે તંત્ર ફરીથી પ્રિમોન્સુન કામગીરી મોન્સુન કામગીરી એકશન પ્લાન ઘડી અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરે તેવી વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠિયાએ માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.