Abtak Media Google News

૨૦૨૨ સુધીમાંચાર લાખ કરોડ ખેતી ઉત્પાદનનું લક્ષ્ય સાધવાનો મોદી સરકારનો નિર્ધાર

કૃષિ પ્રધાન ગણાતા આપણા દેશ ભારતનાં ખેડુતોનીહાલત દાયકાઓથી દયનીય રહી છે. ખેડુતોને તેમના ખેત ઉત્પાદનોનાં યોગ્ય ભાવ મળતા ન હોય ધીમેધીમેખેતીથી વિમુખ થતા જાય છે. જેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડુતોનીઆવક બમણી કરવા નિર્ધાર વ્યકત કર્યો છે. જેના ભાગરૂપે ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાંઆગામી વર્ષ ૨૦૨૨ સુધી ખેત ઉત્પાદનના નિકાસને ચાર લાખ કરોડ રૂપીયાએ પહોચાડવા નવી નિકાસ નીતિને મંજૂરી આપીછે.

Advertisement

જો કે, પ્રાથમિક કૃષિ પેદાશો જેવી કે ડુંગળીની નિકાસનીતિ ભાવ પૂરવઠાની સ્થિતિના આધારે સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે તેમ કેન્દ્રીય વાણીજયમંત્રી સુરેશ પ્રભુએ કેબીનેટ બેઠક બાદ જણાવ્યું હતુ કે હાલમાં ખેત ઉત્પાદનનું નિકાસબે લાખ કરોડ રૂ.નું છે તેને વર્ષ ૨૦૨૨ સુધીમાંબમણું કરવાનો નિર્ણય કરાયો છે. હાલમાં દર વર્ષે કૃષિ નિકાસમાં૨૦ ટકાનો વધારો થઈ રહ્યો છે.

પ્રભુએ વધુમાં જણાવ્યું હતુ કે એક સમયે ભારતમાંકૃષિ પેદાશોને આયાત કરવી પડતી હતી. પરંતુ હવે ભારત સ્વનિર્ભર થઈ ગયું હોય દર વર્ષેમોટા પ્રમાણમાં ખેત પેદાશોને નિકાસ કરે છે. ભારત મુખ્ય ઉત્પાદકહોવા છતા કૃષિ પેદાશો માટે કોઈ નિકાસ નીતિ નથી તેમ જણાવીને પ્રભુએ ઉમેર્યું હતુ કે‘કૃષિનિકાસ નીતિ ૨૦૧૮’ના ઉદેશ્ય વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનાલક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં સરકારને મદદરૂપ થવાનો છે.

આ નીતિ બનાવવા પાછળનો હેતુ ચા, કોફી અને ચોખા જેવી કૃષિ કોમોડીટીઝની નિકાસને વેગ આપવા અને વૈશ્ર્વિક કૃષિ વેપારમાં ભારતના હિસ્સામાં વધારો કરવાનો છે. તેમ જણાવીને પ્રભુએ ઉમેર્યુ હતુ કે આ નીતિ કૃષિ નિકાસના તમામ પાસા પર ધ્યાન કેન્દ્રીત કરશે જેમાં આધુનિક માળખાગત સુવિધાઓ, ઉત્પાદનોના માનકકરણ, નિયમોને સુવ્યવસ્થિત કરવા, સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર તમામ ઓર્ગેનીક ઉત્પાદનો પરનાતમામ પ્રકારનાં નિકાસ નિયંત્રણોને પણ દૂર કરવા માંગે છે. તેમ પ્રભુએ જણાવીને ઉમેર્યુંહતુ કે આ નીતિના અમલીકરણમાં ૧,૪૦૦ કરોડ રૂ.થી વધુ રકમની જરૂર પડશે.

સરકાર દ્વારા વિધિવત જાહેર થયેલી વિગતો મુજબ આ નીતિનો ઉદેશ્ય નિકાસ બાસ્કેટ, ગંતવ્ય સ્થાન, અને ઉંચી કિંમતને વેગ આપવા અને મૂલ્યમાં ઉમેરેલી કૃષિ નિકાસને વૈવિધ્ય બનાવવાનું છે. તે બજારમાં પ્રવેશને અનુસરવા, અવરોધોને દૂર કરવા અને સેનેટરી અને ફાયદો સેનેટરી મુદાઓ સાથે વ્યવહાર કરવા માટે સંસ્થાકીય પધ્ધતિ પ્રદાન કરશે.

આ નીતિનો અન્ય ઉદેશ્ય વૈશ્ર્વિક શ્રુંખલા સાથે સંકળાયેલી વૈશ્ર્વિક કૃષિ નિકાસમાં ભારતના હિસ્સાને બમણી કરવાનો પ્રયાસ સરકાર કરે છે. અને ખેડુતોને વિદેશી બજારમાં નિકાસકારોને લાભ મેળવવા માટે સક્ષમ બનાવશે પ્રભુએ અંતમાં જણાવ્યું હતુ કે આ નીતિ માટે રાજય સરકારો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. રાજયો કૃષિ ઉત્પાદન માર્કેટીંગ સમિતિના નિયમોમાં મંડળીકર દૂર કરવાના સુધારણા માટે તૈયાર હોવાનું તથા નીતિને અમલમાં મૂકવા માટે સરકાર કૃષિ કલસ્ટરો બનાવવાની મૂલ્ય ઉમેરાયેલી શિપમેન્ટને પ્રોત્સાહન આપવા ખાનગી રોકાણ અને ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસને આકર્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.