Abtak Media Google News

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ એન્જિનિયરીંગ એસો., શાપર વેરાવળ ઇન્ડસ્ટીયલ એસો.લોધિકા મેટોડા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસો. તેમજ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ અબતક સાથેની મુલાકાતમાં લાગણી વ્યકત કરી હતી

જીએસટીના ઉંચા દર જીએસટી ના અમીલકરણમાં ગુંચવણ તથા પાલનની જટીલતાને લઇને વેપાર ઉઘોગમાં અસંતોષ ઉભો થયો હતો. આ બાબતે સંયુકત રીતે તેમજ અંગત રીતે ચેમ્બર્સ તથા એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. આવી જ રજુઆતો નાણામંત્રી અરૂણ જેટલી  તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવી હતી. વિજયભાઇ રૂપાણીએ હૈયાધારણ આપી હતી કે: નવેમ્બરની જીએસટી કાઉન્સીલની મીટીંગ સુધી ધીરજ રાખો અને ખાતરી આપી હતી કે વેપાર ઉઘોગની મોટાભાગની માંગણી સંતોષવામાં આવશે. તા.૧૦મી નવેમ્બરની જીએસટી કાઉન્સીલમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. વેપાર ઉઘોગ તથા જનતાની માંગણી હતી કે જીએસટી ના ઉંચા દર ઘટાડવામાં આવે. આ માંગણીને લક્ષમાં રાખીને ૨૨૦ આઇટમો ઉપર ૨૮ ટકા નો ઉંચો દર હતો. જેમાંથી૧૭૭ આઇટમોનો દર ૧૮ ટકા કરી દેવામાં આવ્યો છે. ર આઇટમોનો રેટ ર૮ ટકા માંથી ૧ર ટકા કરેલ છે. તે જ રીતે ર૭ આઇટમોનો દર હાલના દરથી ઘટાડવામાં આવ્યો છે અને ૬ આઇટમો કરમુકત જાહેર કરી આપેલ છે.ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉઘોગોને આ એક્ષ્પોર્ટસને ઘ્યાનમાં લેવામાં આવે તો મોરબી ઉઘોગની માંગને ઘ્યાનમાં રાખીને સીરામીક ટાઇલ્સનો ર૮ ટકા નો દર ઘટાડીને ૧૮ ટકા કરી આપ્યો છે. પ્લાયવુડ, વુડન ફ્રેમ, ટાઇલ્સ બ્લોક, પ્લાસ્ટર બોર્ડ પેનલ્સ વગેરેનો દર પણ ર૮ ટકામાંથી ર૮ ટકા કરી દેવામાં આવ્યો છે. વેપાર ઉઘોગની બીજી માંગણી હતી કે જીએસટી ના કાયદા પાલનની જટીલતા ઘટાડવામાં આવે, વેપારીઓ રીટર્ન ભરવાની કડાકુટ, કોમ્પોઝીટ સ્કીમની મર્યાદા વિગેરેને લઇને ખુબ જ પરેશાન હતા. જીએસટી કાઉન્સીલની મીટીંગમાં આ સુવિધાઓ બાબતે ખુબ જ ઉદાર વલણ દર્શાવીને રીટર્ન ભરવાની સમય મર્યાદા વધારી આપી છે. તથા ૧.૫ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીને માસીક રીટર્નને બદલે ત્રામાસીક રીટર્ન ભરવાની જોગવાઇ કરી છે. તા. ૩૦-૬-૧૭ ના સ્ટોર ઉપરથી ટેકસ ક્રેડીટ લેવા માટે ટ્રાન્સઝી ભરવામાં અને તેને રીવાઇઝ કરવામાં રાહત તથા અન્ય સરળીકરણ કરીને વેપાર ઉઘોગને ખુબ જ મોટી રાહત આપી છે. એક્ષ્પોર્ટસનો રીફન્ડનો કલેઇમ ઝડપી નિકાલ માટેની જોગવાઇ કરીને એક્ષ્પોટસને ખુબ જ રાહત કરી આપી છે. તેમ અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.