Abtak Media Google News

ખૂદ મ્યુનિ. કમિશ્નર બંધાનીધી પાનીએ સ્વીકાર્યુ કે શહેરમાં પ્રદુષણ વધુ છે

દેશની રાજધાની દિલ્હી હાલ પ્રદુષણ સામે ઝઝુમી રહી છે પ્રદુષણ પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. દિલ્હીવાસીઓનું જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે રાજકોટમાં પણ પ્રદુષણનું પ્રમાણ વધુ છે પણ જોખમ કારણ નથી.‘અબતક’સાથેની ખાસ વાતચીતમાં મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે આજે પહેલા કરતા પરિસ્થિતિ અલગ છે. આજે બધા લોકો ખરીદીને પાણી પીવે છે. જયારે પહેલા લોકો નળ ખોલીને પાણી પીતા હતા. ત્યારે આજે બોટલ કે પાઉચ ખરીદીને પાણી પીવે છે.રોડ ઉપર ટ્રાફીક ને કારણે પણ વાહનોનું પ્રદુષણ વઘ્યું છે. આના માટે જલદીથી ટ્રાફીક કલીયર કરવો જરુરી છે.દિવાળીના સમયે પ્રદુષણ લેવલ ૧૯૦ સુધી પહોંચી ગયું હતું જે દિવાળી બાદ ફરી ૧૧૩ સુધી પહોંચી ગયું છે. અમાન્યથી સહેજ વધારે છે. સામાન્ય પણે આ ૧૦૦ ની આસપાસ હોવું જોઇએ.અત્યારે સીસી ટીવી દ્વારા પણ ટ્રાફીક પર દેખરેખ રાખવામાં આવે છે.આઇ.ટી.એમ.એસ. ઇન્ટીગેટેડ ટ્રાફીક મેનેજમેન્ટ સિસ્ટમનું આયોજન કરવામાં આવશે જે શહેરના અલગ અલગ ર૦ વિસ્તારોમાં પ્રદુષણનું લેવલ ચેક કરશે. વાહન ટ્રાફીક અંગે એ પણ કહ્યું હતું કે રુટ ડાઇવર્ટ કરવાની જરુર છે.રાજકોટમાં પ્રદુષણનું મુખ્ય કારણ બીલ્ડીંગ ક્ધસ્ટ્રકશન હોય છે ૩૩ ટકા પ્રદુષણ આના કારણે જ થાય છે. આ તમામ શહેરમાં હોય છે. આના માટે ગ્રીન બિલ્ડીંગ ક્ધસ્ટ્ર.ની વાત કરવામાં આવી હતી. ૫૪૦૦૦ લાઇટોને એલઇડી માં ક્ધવર્ટ કરવામાં આવ્યા છે. જેને લીધે કાર્બન ફુટપ્રિન્ટમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.પ્રદુષણ માટે દરેક નાગરીકોને સજાગ રહેવાની જરુર છે. ર૦ જેટલી જગ્યામાં એક કોલેટી મોનીટરીગ સીસ્ટમ લગાડવવામાં આવી છે. આર.એમ.સી. પહેલું એવું શહેર છે. જે પ્રદુષણનું લેવલ પોતાની વેબસાઇટ દેખાડે છે. સાઇકલ રીટીંગ પ્રોજેકટ પણ આનો જ ભાગ છે.પીએમ ૨.૫ અને પી.એમ ૧૦ સામાન્ય રીતે ૧૦૦ કે તેનાથી નીચે હોવું જોઇએ. જે રાજકોટમાં ૧૦૦ થી સ્હેજ વધારે છે. પરંતુ તે ચિંતાજનક અત્યારે નથી.અત્યારે ટ્રાફીકની સમસ્યા હલ કરવા ર૦ ટકા જેટલી પાકિંગ સ્ટોર નવી બીલ્ડીંગમાં રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.