Abtak Media Google News

૮૫ વિદ્યાર્થીનીઓ દ્વારા કલકતા, બનારસ, કચ્છના ધમરકા ગામમાં જઈને તૈયાર કરવામાં આવેલા કપડા ફેશન શોમાં પ્રસ્તુત કરીને દર્શકોને દંગ કરી દેશે

આ રવિવારે રાજકોટના નિરાલી પાર્ટી લોન્સ ખાતે રાજકોટની ટોચની ફેશન ડીઝાઈન સંસ્થા આઈએફજેડી દ્વારા અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી ઝાકમઝાળ અને ભવ્ય ફેશન શો યોજાઈ રહ્યો છે. આ ફેશન શોને રોયલ રેમપેજ ફેશન શો નામ આપવામાં આવ્યું છે. દરેક  સિક્વન્સમાં એક રોયલ લુક અને ટચ  અને દરેક સિક્વન્સના કોસ્યુમને દેશની ટોચની મોડેલ દ્વારા રેમ્પ પર પ્રદર્શિત કરવામાં આવશે.

ઇન્સ્ટીટ્યુટ ઓફ  ફેશન એન્ડ જ્વેલેરી ડીઝાઇનીંગના સી ઈ ઓ  બોસ્કી નથવાણી  અને સેન્ટર હેડ રાકેશ નથવાણીએ જણાવ્યું હતું કે આ ફેશન શોમાં કુલ ૧૨ સિક્વન્સ રજુ કરવામાં આવશે  જેમાં ૫૦ થી વધારે વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર થયેલા અદ્ધભૂત  કોસ્યુમ રજુ કરવામાં આવશે અને જે જોઈને દર્શકો પણ દંગ  રહી જશે.સાથો સાથ આ તમામ વિદ્યાર્થીઓને પોતાની કલા અને ક્રિયેટીવીટી બહાર લવાનો શ્રેષ્ઠ પ્લેટફોર્મ પણ મળી રહેશે.

Dsc 1739

આ વિદ્યાર્થીઓ દ્વારા  જે ૧૨  સિક્વન્સ તૈયાર કરવામાં આવી છે  તેમાં વ્હાઇટ સાગા સિક્વન્સ,નોટી  નેવી, લેજન્ડરી લેહરીયા, હલ્દી મિરાજ, પ્રિન્ટ પેરેડાઇઝ, ધ ડેઝર્ટ રોઝ, ગો ગ્રીન,પેસ્ટલ પિટારા, પાટણ દા  પટોળા,ડાર્ક સિક્રેટ,પિન્ક ગાલા, અને ગુજરાતની અસ્મિતા સમાન નવરંગી નવરાત્રી સિક્વન્સ સામેલ છે. તેમાં બાંધણી સિક્વન્સ માટે વિદ્યાર્થીઓ દ્વારા ભારે મેહનત બાદસિક્વન્સ પણ તૈયાર કરવામાં આવી છે અને સાડા ત્રણ મહિના બાદ પટોળા તૈયાર કરવામાં આવ્યા છે. આ ફેશન શોમાં તમામ કોસ્ચ્યુમ ને પેહેરી શકાઈ  તેવા બનાવામાં આવ્યા છે અને સંપૂર્ણ ઇન્ડિયન ટચ આપવામાં આવ્યો છે. મહારાજા અને મહારાણી  ટચ લગભગ તમામ સિક્વન્સમાં જોવા મળશે.

સી ઈ ઓ બોસ્કી નથવાણીના કહેવા મુજબ દેશ દુનિયાના વિવિધ અને લેકમે  ફેશન શોમાં ભાગ  લઇ ચુકેલી  સુપર મોડેલ આ ફેશન શો માટે રાજકોટ આવી રહી છે અને તેમાં શોભોમીતા,મદુરા, રિના, અમરદીપ, જશપાલ, રિયા અને મેલ મોડેલ આકાશ જયસ્વાલ પણ આવી રહ્યા છે. આ ફેશન શોમાં ઇન્સ્ટીટ્યુટ  ઓફ  ફેશન એન્ડ જ્વેલેરી ડીઝાઇનીંગના વિવિધ વિદ્યાર્થીનીઓ દ્વારા જે સિક્વન્સ તૈયાર કરવામાં આવી છે અને જે  સિક્વન્સ રજુ કરવામાં આવશે તે ન ભૂતો ન ભવિષ્ય સમાન બની રહેશે.

Dsc 1749

ઇન્સ્ટીટ્યુટ  ઓફ  ફેશન એન્ડ જ્વેલેરી ડીઝાઇનીંગના બોસ્કી તેમજ રાકેશ નથવાણી  અને માર્કેટિંગ હેડ હેત્સી શાહ તેમજ ધ્રુવી જણાવે છે કે આ વખતે ફેશન શોમાં કિડના પણ બે રાઉન્ડ રાખવામાં આવ્યો છે. જેની સાથે સુપર મોડેલ રેમ્પ વોક કરશે આ ઉપરાંત આ ફેશન શોની એક વિશેષતા એ પણ બની રહેશે કે હિમાચલ પ્રદેશનું ફેમસ મ્યુઝિક બેન્ડ પણ આ ફેશન શોમાં સામેલ થયું છે અને તેઓની સૂરોની સુરાવલી તમામ દર્શકોને ડોલાવશે અને અન્ય આકર્ષણો પણ જમાવટ કરશે તો સાથોસાથ ઇન્ડિયન આઇડોલની વિખ્યાત સિંગર ભારતી ગુપ્તા પણ આ શોમાં ઉપસ્થિત રહીને પોતાના આવાઝનો જાદુ રેલાવશે. વખતે જે ૧૪૦  નવા કોસ્યુમ બનવામાં આવ્યા છે તેના માટે અહીંની વિદ્યાર્થીનીઓ દ્વારા અનેક નવતર પ્રયોગ પણ કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીનીઓ કલકત્તા, બનારસ અને કચ્છના  ધમરકા અને ભુજોડી ગામમાં જઈને કપડાંની નવી ડિઝાઇન એ ડાઈંગ પ્રિન્ટ સિક્વન્સ પણ પ્રસ્તુત  કરવામાં આવી છે જેમાં બ્લોક પ્રિન્ટ પણ સામેલ છે ૫૦ વિદ્યાર્થીનીઓની બે વર્ષની મહેનતનું આ પરિણામ રવિવારે  જોવા મળશે.

આ ફેશન શો ને પિયાંશી  ટીલારા  બુટિક સ્ટુડિયો  દ્વારા મુખ્ય સ્પોન્સર કરવામાં આવ્યો છે જયારે કો સ્પોન્સરમાં  રા રા જ્વેલર્સ  પિયા’ઝ  સ્ટાઇલ, શ્રી હરિ પણ કો સ્પોન્સર તરીકે આ ફેશન શોમાં સામેલ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.