Abtak Media Google News

રાજયની ડિસ્ટ્રીક કોર્ટને પરિપત્ર જાહેર કરી સાત વર્ષ સુધીની સજાના કેસમાં રિમાન્ડ આપવા ધ્યાન આપવા અનુરોધ કર્યો.

સાત વર્ષ સુધીની સજાના કેસના આરોપીઓના પોલીસ દ્વારા રિમાન્ડ માગવામાં આવે ત્યારે રિમાન્ડ આપતા પૂર્વે અદાલતે મહત્વનું ધ્યાન આપવા માટે હાઇકોર્ટ દ્વારા અનુરોધ કરતો પરિપત્ર રાજયની તમામ ડીસ્ટ્રીક કોર્ટને મોકલ્યો છે. રિમાન્ડમાં ચાલતી લોલમલોલ માટે હાઇકોર્ટે મહત્વની ગ્રાઈડન લાઇન જાહેરન કરી તમામ ડીસ્ટ્રીક કોર્ટને એલર્ટ કરી છે.

Advertisement

હાઇકોર્ટના જસ્ટીશ જે.બી.પાલડીવાલાએ ગત માસે રાજયના તમામ પોલીસ અધિકારીઓ માટે કંઇ રીતે ધરપકડ કરવી, કંઇ રીતે તેની રિમાન્ડની માગણી કરવી અને સાત વર્ષ સુધીની સજાના કેસમાં કંઇ રીતે સજા કરાવવી તે અંગે મહત્વની માર્ગ દર્શિકા જાહેર કરતો પરિપત્ર જાહેર કર્યો છે.જે કેસમાં તથ્ય ન જણાતું હોય તેવા કેસમાં પોલીસ દ્વારા જ યોગ્ય તપાસ કરી નિર્ણય લેવો જોઇએ અદાલત દ્વારા રિમાન્ડ આપવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા જ અદાલતનું ધ્યાન દોરવું મહત્વનું બનતું હોવાનું પરિપત્રમાં જણાવ્યું છે. પોલીસે કેસની તપાસ કર્યા બાદ પોતાની કેસ ડાયરીમાં જરૂરી બાદ જરૂર જણાય તો જ રિમાન્ડ માગવાનું જણાવ્યું છે.

કેસમાં આરોપી નિર્દોષ જણાય તો ખુદ પોલીસ દ્વારા જ આરોપીનો બચાવ કરતી હાઇકોર્ટમાં અરજી આપી શકે છે.કોઇ પણ કેસને ન્યાય મળવો જોઇએ આરોપી ન હોય તેવું પોલીસ જાણતા હોય ત્યારે જિલ્લા કોર્ટ દ્વારા હાઇકોર્ટનું ધ્યાન દોરી શકે છે. દરેક જિલ્લાના જજની મિટીંગ યોજી આવી બાબતે હાઇકોર્ટના નિયમનું પાલન કરવું મહત્વના કેસની ચર્ચા કરી અન્ય જજનું મંતવ્ય લઇ યોગ્ય નિર્ણય કરવા પરિપત્રમાં અનુરોધ કરવામાં આવ્યાે છે.સાત વર્ષ સુધીના કેસમાં પોલીસ દ્વારા જીણવટભરી તપાસ કરવા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.