Abtak Media Google News

બે ટાવરના એન.ઓ.સી. આપવાના મુદ્દે 40 હજાર સ્વીકારતા ઝડપાયા’તા

અબતક, રાજકોટ

શહેરનાં કનકરોડ પર આવેલ ફાયર સ્ટેશન ખાતે મહાપાલીકાનાં સ્ટેશન ઓફીસર બે ટાવરનાં એનઓસી આપવાનાં મામલે રૂ.40 હજાર સ્વીકારતા રંગેહાથે લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ઝડપી લેતા મહાપાલીકાનાં કર્મચારીઓમાં સન્નાટો મચી જવા પામ્યો છે.વધુ વીગત મુજબ શહેરમાં રહેતા અરજદારે બે ટાવર બીલ્ડીંગમાં ફાયર સેફટી ઇકવીપમેન્ટ લગાડવાનાં કામ રાખેલ હોય જે કામ પુર્ણ થયે ફાયર સેફટી વીભાગની એનઓસી માટે મહાપાલીકા હેઠળનાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસ વીભાગમાં અરજી કરી  હતી. કોન્ટ્રાકટર પાસે એનઓસી માટે ફાયર સેફટી ઓફીસર કીરીટ કોલી એ એક ટાવર બીલ્ડીંગની એનઓસી આપવા માટે રપ000 લેખે  પ0 હજારની લાંચની  માંગણી કરતા બંને વચ્ચે રકજકનાં અંતે 40 હજાર લાંચની રકમની માંગણી કરી હતી.

એ.સી.બી.ના ડીવાયએસપી એ.પી. જાડેજાના સપાટાથી લાંચીયા અધિકારીઓમાં ફફડાટ

જે રકમ કોન્ટ્રાકટ આપવા માંગતા ન હોવાથી લાંચ રૂશ્વત વીરોધી શાખાનો સંપર્ક  કરતા એસીબી  શાખાએ બસ સ્ટેન્ડ પાછળ આવેલ કનક રોડ પર ફાયર સ્ટેશન કચેરી પાસે છટકુ ગોઠવ્યુ હતુ. જયારે કોન્ટ્રાકટર પાસેથી  કીરીટ કોલી રૂ.40 હજાર રંગે હાથે સ્વીકારતા ઝડપી લીધા હતા. પોલીસે કીરીટ કોલીનાં મકાનની ઝડતી લેવામાં આવી છે.  એસીબી રાજકોટ એકમનાં મદદનીસ નીયામક એ.પી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર એસીબીનાં પીઆઇ મયુરધ્વજસીંહ સરવૈયા સહીતનાં સ્ટાફે આ કામગીરી બજાવી હતી.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.