Abtak Media Google News

કાલે મેગાફાઈનલ રાઉન્ડ રમાશે: વિજેતાઓને લાખેણા ઈનામો અપાશે

જૈન સમાજનાં ખેલૈયાઓ માટે જૈનમ દ્વારા અતિ સુંદર આયોજનને દિવસે ને દિવસે બહોળી પ્રસિધ્ધી મળી રહી છે. જૈનમ્ નવરાત્રી મહોત્સવ રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં નામના મેળવી ચુકી છે, જેની મુખ્ય બાબતમાં  ખેલૈયાઓ માટે સુરક્ષીત વાતાવરણ અને પારીવારીક માહોલ, અત્યાધુનિક લેટેસ્ટ લાઈટસ એન્ડ સાઉન્ડ ઈફેકટ, દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચુકેલ ફિલ્મ સંગીતકાર પંકજ ભટ્ટનું ધમાકેદાર ઓરકેસ્ટ્રા અને ઉમદા ગાયક કલાકારો રાસની રમઝટ જૈનમની આગવી ઓળખ બની ચુકયુ છે.

જેમ જેમ નવરાત્રી નાં નોરતા આગળ વધી રહયા છે તેમ તેમ જૈનમ્ નવરાત્રી મહોત્સવ પણ દિન પ્રતિદિન એક આગવી ઓળખ પામી રહયો છે, ખેલૈયાઓની રાસની રમઝટ અને આયોજકોને બિરદાવવા લાયક મહેનત ખરેખર સોળ કળાએ ખીલી ઉઠી છે એમ કહેવું જરાપણ અતિશ્યોકિત ભર્યું નહીં લાગે. જૈનમ યુવા ધનને ઘ્યાનમાં રાખી ગ્રાઉન્ડ ઉપર ખાસ અતિ આકર્ષક સેલ્ફી ઝોન પણ તૈયાર કરેલ છે. આઠમા નોરતે કડવા પ્રજાપતિ સમાજનાં આગેવાનો દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી.

જેમાં પ્રજાપતિ સમાજના સર્વ  લલીતભાઈ વાડોલીયા, મનસુખભાઈ નડીયાપરા, અજયભાઈ વાડોલીયા, હરેશભાઈ વાડોલીયા, જેરામભાઈ વાડોલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લાભ લીધેલ હતો. આવતિકાલે જૈનમ નવરાત્રી મહોત્સવમાં મેગા ફાઈનલ રાઉન્ડ રમાડવામાં આવશે જેમાં વિજેતાઓને ટીવીએસ બાઈક, એકટીવા, વોશીંગ મશીન, એરકુલર, સોનાનો ચેઈન, બુટ્ટી, એલ.ઈ.ડી. ટીવી જેવા લાખેણા ઈનામો અપાશે.  જૈનમ નવરાત્રીમાં કાયમી જજ તરીકે જીજ્ઞેશભાઇ પાઠક, અમિતભાઇ રાણપરા, ભાવનાબેન બગડાઇ, ઉષ્માબેન વાણી, ડો.મનીષ પટેલ, વેલન્ટીનાબેન પંડયા, નિલેશભાઈ ગઢવી એ ઉપસ્થિત રહી સેવા આપેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.