Abtak Media Google News

ગુજરાતી ફિલ્મ અને વેબસિરીઝને વૈશ્વીક આવકાર મળી રહ્યો છે.

આપણે તો ધીરુભાઈ, લેટ ધેમ પ્લે ફેમ હારિતઋષિ પુરોહિત દ્વારા દિગ્દર્શીત છેલ્લી ચાને ઇન્ટરનેશનલ તખ્તા પર આ બહુમાન મળી રહ્યું છે. પેરિસ જગતભરના ફિલ્મો માટે સ્વર્ગ ગણાય છે. આ નામાંકિત પેરીસ ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ વેબ અને સોશ્યિલ પ્લેટફોર્મની કેટેગરીમાં આખી દુનિયામાં થી 83 જેટલી એન્ટ્રી આવી હતી અને તેમાંથી છેલ્લી ચા સિઝન 2ને પસંદ કરવામાં આવી છે. છેલ્લી ચાની આસિઝનમાં વર્ક પ્રેસર,ફેમિલી પ્રેસર અને રોમાંટિક અવઢવમાં થી જીવનનો અનોખો રસ્તો કાઢતા પ્રેમીઓની હૂંફાળી રજુઆત છે.

દુનિયાભરમાંથી આવેલી 83 એન્ટ્રીમાં ગુજરાતી વેબસિરીઝનો દબદબો

અનેક એડ ફિલ્મ, ડોક્યુમેન્ટરી બનાવનાર સેવન્થ સેન્સ કોન્સેપ્ટ્સ બેનરનીચે આ વેબ સિરીઝ બનેલ છે.આ સિરીઝના નિર્માતા ભાર્ગવ ત્રિવેદી છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરનાર છેલ્લી છેલ્લી ચા વેબસરીઝને પેરિસમાં બેસ્ટ વેબ સિરીઝના ખિતાબ મળતાની સાથે જ દુનિયાભરના ગુજરાતી મનોરંજનના ચાહકો માં આનંદ થવાયું છે ગુજરાતી સીરીજો માટે માત્ર ભારતમાં જ નહીં ખાસ કરીને યુરોપ અને આફ્રિકાના દેશોનું ઓડિયન્સ રીચ માનવામાં આવે છે ફ્રાન્સમાં કોઈ ગુજરાતી વેબ સિરીઝને બેસ્ટ સિરીઝ નું પુરસ્કાર અપાયું હોય તેવો આ પ્રથમ બનાવશે

ફ્રેશ અને ટેલેન્ટેડ અભિનેતાઓ વિરાજ વિજય પાટડીયા, મનાલી જોશી, વૃંદા નથવાણી, શૃંગાર રૂઘાણી, હૂસેન પોપટિયા, હિના ભટ્ટ,ભવિતા જેઠવા, ચેતન છાયા, મનીષ પારેખે અને સત્યજિત ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના કેમેરા મેન: જય નથવાણી,સંગીત: જયદિપ રાવલ,ગીત:અલ્પેશ ’પાગલ’,હેર  મેક અપ : અંજલી દેસાઈ એડિટર: આકાશ મેવાડા,ઉદઘોષક : વિશાલ ભટ્ટ,સહાયક નિર્માતા: કુણાલ ભટ્ટ,મુખ્ય સહાયક દિગ્દર્શક: અનેરી કારિયા,સહાયક કેમેરા મેન: યોગેશ સોલંકીજેવા કસબીઓ એ કામ કરેલ છે.છેલ્લી ચા શેમારુ પર જોવા  મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.