Abtak Media Google News

 સંકુલની સુવિધાઓ જેવી 15 રૂમ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ ને રહેવા માટે તેમજ  43 રૂમ અભ્યાસ માટે  આવતા વિદ્યાર્થીઓ રહી શકે તેવી શાંતા અને શાંત અને સુઘડ સંકુલ છે

 

અબતક,રાજકોટ

તારીખ 7-5-2022ને શનિવારનાં રોજ સમય સાંજે 6 કલાકે ક્રાઈસ્ટ કોલેજ સામે મુંજકા ચોકડી , મુંજકા , રાજકોટ ખાતે મહેર સમાજ સંકુલનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે , ત્યારે સંકુલની સુવિધાઓ જેવી કે સેલર , ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર , જેનો મલ્ટી પર્પઝ હોલ તરીકે ઉપયોગ કરવામાં આવશે , જે વિશાળ સંખ્યામાં જાહેર કાર્યક્રમો યોજી શકાય તેવી સુવિધાઓથી સજ્જ છે . સેક્ધડ ફ્લોર ઉપર 15 રૂમ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને રેહવા માટે તેમજ થર્ડ ” ફોર્થ અને ફિફ્થ ફ્લોર પર કુલ 45 રૂમ છે જે સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી રાજકોટ ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ રહી શકે અને શાંત વાતાવરણમાં અભ્યાસ કરી શકે તેવી આધુનિક સગવડતાઓથી સભર આ સંકુલ છે.

લોકાર્પણનાં ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાનોમાં જીવાભાઇ છગનભાઇ પરમાર જે ભવન નિર્માણનાં મુખ્ય દાતા છે . ભરતભાઈ માલદેવભાઇ ઓડેદરા પ્રમુખ  માલદેવ રાણા એજ્યુકેશન ટ્રસ્ટ ,  વિમલભાઇ નાથાભાઈ ઓડેદરા પ્રમુખ  ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ ,  ડો . વિરમભાઇ રાજાભાઈ ગોઢાણિયા , સ્થાપક પ્રમુખ મહેર સુપ્રીમ કાઉન્સીલ , તેમજ મહેર સમાજનાં સામાજિક , ધાર્મિક અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં મહેર સમાજ સંકુલને ખુલ્લુ મુકવામાં આવશે .

આ કાર્યક્રમના ઉત્સવની રૂપરેખા – આગમન સમય સાંજે  6 કલાકે , સંગીતનાં સૂરો અને ધ્વનિનાં સથવારે રાસની રમઝટ સાજે 7 કલાકે તેમજ લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી  ઉપલેટા રાત્રે 9:30 કલાકે લોકસાહિત્યથી તરબોળ કરશે . અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા પરબતભાઈ અબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાને  જણાવ્યું હતુ કે અબતક મુલાકાતમાં ઉપપ્રમુખ વીરમભાઈ ઓડેદરા મહેર અગ્રણી ભીમાભાઈ કેશવાલા, ડો. લીલાભાઈ કડછા, નાગેશભાઈ ઓડેદરા,  જેઠાભાઈ ખુંટી,  જીવાભાઈ પરમાર, રામભાઈ મોઢવાડીયા, અરજનભાઈ કેશવાલા હાજર રહ્યા હતા.

મહેર સમાજના લોકોને રાજકોટ ખાતે  સારવાર અર્થે   આવે ત્ીયારે  રહેવા માટેની મુશ્કેલી વેઠવી  પડતી હતીતેમજ મહેર સમાજના વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે રાજકોટમાં રહેવામાં  પણ તકલીફ  થતી તેને ધ્યાનમાં લઈ દર્દી તેમજ  વિદ્યાર્થીઓ રહી શકે  અને શાંત વાતાવરણમાં  અભ્યાસ કરી શકે તેવી આધુનિક  સગવડતાઓથી સભર આ સંકુલ બનાવવામા આવી છે. ઉપપ્રમુખ વીંઝાભાઈ ઓડેદરા, મહેર અગ્રણી  ભીમાભાઈ  કેશવાલા,   નાગેશભાઈ ઓડેદરા, જેઠાભાઈ ખુંટી, જીવાભાઈ  પરમાર,  રામભાઈ  મોઢવાડીયા,  અરજનભાઈ કેશવાલા જવાબદારી સંભાળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.