Abtak Media Google News
  • ઈ-મેમોની પેન્ડીંગ ઉઘરાણીની પોલીસની દાદાગીરી સામે કોટની લગામ
  • છેલ્લા 6 માસના અનડીસ્પોઝ ઈ -ચલણને અદાલતમાં એન.સી. તરીકે રજુ રાખવા કોર્ટનો હુકમ
  • 6 માસમાં  કોર્ટમાં એન.સી કેસ દાખલ ન થાય તો ઈ- મેમો કાયદાના પ્રસ્થાપીત સીધ્ધાંતો મુજબ 2દ ગણાય યુવા લોયર્સ દલીલ

રાજકોટનાં  રાજમાર્ગો પર સી.સી.ટી.વી. કેમેરાઓ લગાડવામાં આવેલા છે તે કેમેરાનો ઉપયોગ વાહનચાલકો – પ્રજાજનો વિરુધ્ધ કરવામાં આવી રહેલો છે . ખરી હકીકતે સી.સી.ટી.વી કેમેરાઓ નાખવાનો ઉદેશ લોકોના જોન માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતીઓ  અટકાવવા માટે હતો પરંતુ સી.સી.ટી.વી. કેમેરાઓનો ઉપયોગ ગરીબ અને  મધ્યમ વર્ગના લોકોને હેરાન પરેશાન કરી અને મોટા સમાધાન શુલ્કના નામે મેમો આપીને ટ્રાકીક પોલીસ ડીપાર્ટમેન્ટ ધ્વારા બંધારણીય અધીકારોનો ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

Advertisement

યુવા લાયર્સ એશો . ઈ – મેમો સંદર્ભે ઘણા સમયથી કાનની લડત આપી રહેલા છે જે મુજબ રાજકોટના યુવા લોયર્સના ક્ધવીનર હેમાંશુ પારેખ અને એડવોકેટ, ગીરીરાજસિંહ જાડેજા ધ્વારા પોતાને મળેલ અલગ અલગ ઈ – મેમો નોટીસ  રદ કરવા માટે અદાલતમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવેલી જેમાં  અદાલતે ફરીયાદ રજીસ્ટરે લઈ  કમીશ્નર ઓફ પોલીસ રાજકોટ  આસીસ્ટંટ કમીશનર ઓફ પોલીસ ( ટ્રાફીક ) અને કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરના જવાબદાર અધિકારીને નોટીસ કરી અદાલતમાં જવાબ રજુ રાખવા માટે જણાવેલુૂ હતું . જેમાં એ.સી.પી. ટ્રાફીક ધ્વારા અદાલતમાં હાજર થઈ સરકારી વકીલ મારફત જવાબ 2જુ રાખવામાં આવ્યો હતો.

ફોજદારી ફરીયાદમાં ફરીયાદી વકીલો ધ્વારા ઈ – મેમો ( નોટીસ ) ને કોર્ટ નોટીસ  ગણી કાર્યવાહી કરવા એક અરજી રજુ રાખેલી હતી . જે અરજીના અનુસંધાને અદાલતમાં રજુઆત અને કાયદાકીય દલીલો કરવામાં આવેલી હતી . જેમાં અદાલત ધ્વારા હુકમ કરવામાં આવેલો છે કે , જેટલા અનડીસ્પોઝ ઈ ચલણ છે . તે સી.આર.પી.સી. ની 6 માસની લીમીટેશન મુજબના  અદાલતમાં એન.સી. તરીકે રજુ રાખવા . તેવો હુકમ કરેલો છે અને જે અંગે દરરોજ કાર્યવાહી કોર્ટમાં ચાલશે . અને આ હુકમની જાણ અદાલત ધ્વારા પોલીસ કમીશ્નર , એ.સી.પી. ( ટ્રાફીક ) અને કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરને પણ કરવામાં આવેલ છે .

અદાલતમાં ઈ-મેમો એન.સી.તરીકે રજુ થતા અદાલત દ્વારા જે તે   વ્યકિતનેઅદાલત સમા બોલાવવામાં આવશે અને તેને મેમો સંદર્ભે પોતાની વાત બચાવ રજુ કરવાની તક મળશે એને અદાલત કેસની હકીકત અને કાયદાની જોગવાઈઓ મુજબ દંડ કરશે . આમ ટ્રાફીક પોલીસની એકારથી કાર્યવાહીનો અંત આવશે .

ટ્રાફીક પોલીસ ક્વારા રૂબરૂ અપાતા મેમો માં સ્પષ્ટ જણાવેલ છે કે વાહન ચાલક પોતે કરેલગુન્હા બાબતે ટ્રાફીક પોલીસ પાસે માંડવાળ કરવું એટલે કે સમાધાન શુલ્ક ભરવું કે કોર્ટમાં જવુ તે નકકી કરવાનો અધીકાર વાહન ચાલકનો છે અને ઈ  મેમો માં આવી જોઈ જાણકારી આપવામાં આવેલ નથી. રકમ પરાણે ભરવા માટે દબાણ કરી શકાય નહીં આમ સમાધાન શુલ્કના નામે ટ્રાફીક પોલીસ પોતે જજ બની ગયેલ  લોકોને દબાણ કરી ખોટી કાર્યવાહીની ધમકી આપી મોટી  ર્કમો સમાધાન શુલ્ક ના નામે આપે  છે જેની સામે યુવા લોયર્સ એશો . ધ્વારા કોર્ટમાં દીવાની તથા ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ છે.  અદાલતમાં માંગણી કરવામાં આવેલ છે કે , સી.સી.ટી.વી.સર્વેલન્સ કેમેરા ધ્વારા ટ્રાફીક નિયમનના ભંગ બદલ ઈ – ચલણ કે ઈ  મેમો ઈસ્યુ કરવાની કોઈ સત્તા કે અધીકાર નથી કે તેના ધ્વારા દંડ વસુલ કરવાની કોઈ સત્તા કે અધીકાર નથી તે આજ દિવસ સુધીમાં ઈસ્યુ કરવામાં આવેલ આવા ઈ – મેમો કે ઈ – ચલણ કાયદાકીય જોગવાઈ વગર ના ગેરકાયદેજી અને ગેરબંધારણીય છે .

આ આ કામના ટ્રાફીક નિયમન ભંગ બદલનો ગુન્હો સાબીત થયા વગર કોઈપણ પ્રકારના ઈ – મેમો કે ઈ  ચલણ ઈસ્યુ કરવા કોઈ સત્તા કે અધીકાર નથી તેવી રજુઆત અદાલતમાં કરવામાં  આવેલો છે. આ મામલે આગામી  સમયે કાનૂની જંગ જામશે. યુવા લોયર્સ એશોસીએશનના પ્રમુખ કિરીટ નકુમના માર્ગદર્શન હેઠળ ક્ધવીનર હેમાંશુ પારેખ ,  ગીરીરાજસિંહ જાડેજા , સીનીયર એડવોકેટ કે.ડી. શાહ , સંજય શાહ ઉપરાંત અજય પીપળીયા , વિરેન રાણીંગા , આનંદ પરમાર , નિવીદ પારેખ , જગદીશ કુવાડીયા , નૌશાંત જોશી , રીતેશ ટોપીયા , દર્શન ભાલોડી , સંજય ટોળીયા , ધવલ પડીયા , હર્ષાલ શાહ , કેતન સાવલીયા , જયવિર બારૈયા , રવિરાજસિંહ જાડેજા , મીલન જોષી , દીપ વ્યાસ , જીતેન્દ્ર ધુળકોટીયા , કુલદીપ ચૌહાણ , નયન મણીયાર , વિજય પટગીર , કિશન વાલ્વા , અમીત ગડારા , નીલ શુકલ , ખોડુભા સાક2ીયા , જીગર નસીત , જવલંત પરસાણા જયપાલ સોલંકી ઉપરાંત અગ્રણી યુવા વકીલો નિમેષ કોટેચા , પ્રશાંત લાઠીચા , જયકિશન છાંટબાર , તુષાર સોંડાગર , આનંદ રાધનપુરા , મોહીત ઠાકર , વીક્રાંત વ્યાસ , ચંદ્રેશ સાકરીયા અજીત પરમાર , રાહુલ મકવાણા , પારસ શેઠ , નીરજ કોટડીયા , રાજેન્દ્ર જોષી , ભાવીન બારૈયા , જય બુધ્ધદેવ , નીકુંજ મહેતા , ઘનશ્યામભાઈ વાંક અને યશપાલ ચૌહાણ સહિત વકીલો ઈ-મેમોનો ભોગ બનેલાઓને ન્યાય અપાવવા કાનૂનીલડત આપી રહ્યા છે.

મોંઘવારીમાં પીસાતી પ્રજાને રાહત રૂપ સમાચાર

શહેરમાં ટ્રાફિક નિયમન જરૂરી છે. ટ્રાફિક નિયમનની આડમાં પોલીસ દ્વારા આઇ-વે પ્રોજેકટ દ્વારા આપવામાં આવેલા જુના ઇ-મેમાનો દંડ વસુલ કરવા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરી વર્ષો જુના ઇ-મેમાનું વાહન ચાલક પાસેથી ધરાર ઉઘરાવી રહ્યા હોવાની ઉઠેલી ફરિયાદ સામે યુવા લોયર્સ દ્વારા કોર્ટમાં કાયદાકીય રીતે વિસ્તૃત રજૂઆત કરી જુના ઇ-મેમા વસુલ કરવાની પોલીસને કોઇ જાતની સતા ન હોવાનો કોર્ટ દ્વારા સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે એટલું જ નહી છ માસની અંદર પોલીસ જુના ઇ-મેમાના એન.સી.કેસ કોર્ટમાં રજુ નહી કરે તો તે મેમો માંડવાળ કરવા અંગેનો હુકમ કર્યો છે. કોર્ટના આ આદેશના પગલે મોંઘવારીમાં પીસાતી પ્રજા માટે રાહત રૂપ હુકમ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.