Abtak Media Google News

 સામાન્ય લોકોને આર્થિક તકલીફ ઊભી ન થાય તે માટે ફુગાવાને નિયંત્રણમાં રાખવું એ સરકારની જવાબદારી.

 

અબતક, નવીદિલ્હી

દેશની આર્થિક સ્થિતિને સ્થિર રાખવા માટે અને લોકોને આર્થિક તકલીફ નો સામનો કરવો પડે તે માટે સરકારે ફુગાવાને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ફુગાવો એટલે શું ? ફુગાવો એટલે માલ અને સેવાઓના ભાવમાં વધારો અને નાણાંની ઘટતી ખરીદ શક્તિને દર્શાવે છે. નાણાંની ખરીદ શક્તિ સામે માલ અને સેવાઓના ભાવમાં આ વધારો લાંબા ગાળા માટે માપવામાં આવે છે. ફુગાવો ઘણીવાર ટકાવારી તરીકે દર્શાવવામાં આવે છે, અને સામાન્ય રીતે તેનો ઉપયોગ દેશની આર્થિક સ્થિતિના સૂચક તરીકે થાય છે. સામે જાણવાની જરૂરિયાત પણ એ છે કે ફુગાવા બે પ્રકારના હોઈ છે.

ખરી વાસ્તવિકતા તો એ છે કે ફુગાવા વધવાથી સરકારની આવક ને ખૂબ સારી અસર પહોંચે છે પરંતુ સામાન્ય જનતાને તેની માઠી અસર નો સામનો કરવો પડે છે. એટલું જ નહીં સામાન્ય નાગરિકો દ્વારા પોતાના નાણાં જે બેંકમાં અથવા તો કોઈ અન્ય નાણાકીય સંસ્થાઓમાં રોકવામાં આવેલા હોય તે નાણાનો ઉપયોગ સરકાર તેમનું દેવું ભરવા માટે કરતા હોય છે જેનો મતલબ એ છે કે લોકો અને તેના નો યોગ્ય વ્યાજ પણ મળતું નથી અને તેની અસર પણ લોકોની આર્થિક સ્થિતિ ઉપર પડે છે તો સામે સરકારને લોકોના રૂ થકી પોતાનું દેવું ભણવામાં ખૂબ જ સરળતા રહે છે.

એ વાત સાચી કે ફુગાવો થોડા અંશે દેશની આર્થિક સ્થિતિને વધુ વેગવંતી બનાવવામાં ઉપયોગી છે પરંતુ લોકોને નુકસાની પહોંચે તે રીતે નહીં.અમુક હદ સુધી, ફુગાવો આર્થિક વિકાસ માટે યોગ્ય છે, પરંતુ અનિયંત્રિત ફુગાવો અર્થતંત્ર માટે નુકસાનકારક બની શકે છે.

ફુગાવાની અસર પણ સામાન્ય લોકો ઉપર વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે, ફુગાવાની મુખ્ય અસર એ છે કે આપેલ સમયગાળા દરમિયાન માલ અને સેવાઓની કિંમતમાં વધારો થશે. ઉદાહરણ તરીકે, ફુગાવાના કારણે સમાન કોમોડિટીઝની કિંમત 20 વર્ષમાં બમણી થઈ શકે છે. જ્યારે ફુગાવો ઊંચો હોય છે, ત્યારે જીવનનિર્વાહનો ખર્ચ વધે છે અને ચલણની ખરીદ શક્તિ ઘટે છે. તેથી, માલ અને સેવાઓની કિંમત વધે છે.

 લોકો માટે ઝેર, સરકાર માટે અમૃત !!!

ફુગાવો અર્થતંત્રને અસર કરે છે. વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને આર્થિક પ્રગતિમાં મદદ કરવા માટે ધીમો ફુગાવો જરૂરી છે. તે ગ્રાહકને ખરીદી અને બચત કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. જો કે, અતિ ફુગાવો અર્થતંત્ર માટે હાનિકારક સાબિત થઈ શકે છે કારણ કે તે માલસામાન અને સેવાઓના ટુકડાને નોંધપાત્ર રીતે વધારવાનું કારણ બની શકે છે અને સંગ્રહખોરી તરફ દોરી જાય છે, બચતમાં ઘટાડો કરે છે અને આર્થિક વૃદ્ધિને અટકાવે છે. તે કહી શકાય કે ફુગાવો ખરા અર્થમાં લોકો માટે ઝેર સમાન છે જ્યારે સરકાર માટે અમૃત સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.