Abtak Media Google News

જયપુર, કોલકત્તા, અમદાવાદ, હૈદરાબાદ અને ચેન્નઈમાં ખોલશે નવા સ્ટોર 

લકઝરી બ્રાન્ડ મોન્ટબ્લેન્ક હવે રીટેલ બજારમાં પણ પગપેસારો કરવા જઈ રહ્યું છે કે જેમાં બ્રાન્ડ નાના શહેરોને ધ્યાનમાં રાખીને કંપનીનો વિસ્તાર વધારશે. મોન્ટબ્લેન્ક ઈન્ડિયા રીટેઇલ પ્રાઇવેટ લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર અને સીઈઓ નીરજ વળીયાએ જણાવ્યું હતું.મોન્ટબ્લેંક કંપની ખાસ કરી ને જયપુર, કોલકત્તા, અમદાવાદ, હૈદરાબાદ અને ચેન્નઈમાં પોતાનાં નવા સ્ટોર ખોલવા માટે જઈ રહ્યુ છે.

ખાસ કરીને યુવાનોમાં બ્રાન્ડેડ વસ્તુઓનો ઊપયોગ કરવાનો ખૂબ જ ક્રેઝ હોય છે .મોન્ટબ્લેન્ક કંપનીની બજારમાં ઘડિયાળ, સ્ટેશનરી, બેગ અને પરફ્યુમ વગેરે જેવી વસ્તુઓની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે. જેથી હવે કંપની ખાસ કરીને એરપોર્ટ પરના સ્ટોરને વધુ લક્ષ્યમાં રાખીને ભવિષ્યમાં કાર્ય કરશે જેથી ઉડ્ડયન ઉદ્યોગના વ્યાપારમાં વ્યાપ વધારો થશે. કે જેમાં કર મુક્ત અને કર ભોગવનાર બંને પ્રકારના વ્યાપાર દ્વારા વિવિઘ પ્રકારના ગ્રાહકોને આકર્ષી શકાશે. કર ભૂગતાન વિસ્તારમાં દિલ્હી એરપોર્ટ બાદ હવે મુંબઈ અને બેંગલોરમાં પણ કંપનીના સ્ટોર ખોલવામાં આવશે.

કંપનીએ ભારતભરમાં તેમના 11 બૂટિક ખોલીને 50 ટકા જેટલા વેચાણને કેન્દ્રમાં રાખ્યો છે. આ સ્ટોર ખાસ કરીને યુવાધનને આકર્ષવા ખોલવામાં આવ્યા છે. હાલ આઘુનિક સમયમા દરેક યુવા કોઈને કોઈ રસપ્રદ કહાની બનાવવાં માટે આતુર હોય છે તે પછી તેમની મોંઘીદાટ ઘડીયાળ હોય કે પછી પેન ત્યારે હવે મોન્ટબ્લેંક પણ હવે તેની દરેક પ્રોડક્ટ કોઈ કહાની સાથે લાવી રહ્યું છે.

હવે ભારતમાં નાના શહેરોમાં એરપોર્ટ ની સંખ્યા વધી રહી છે કે જેને કારણે ઉડ્ડયન ઉદ્યોગમાં વિકાસ થઈ રહ્યો છે અને નાના શહેરોમાં પણ ફ્લાઇટની સંખ્યામા ધરખમ વધારો થઈ રહ્યો છે જેથી બ્રાન્ડેડ વસ્તુઓના ગ્રાહકોની સંખ્યામાં એરપોર્ટ સ્ટોરમાં થતો વઘારો એ લોકોનો વધુ ને વધુ બ્રાન્ડેડ અને નવી વસ્તુઓમાં રસ સૂચવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.