Abtak Media Google News

પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત મેન હોલ, વાલ્વ ચેમ્બર, સ્ટોર્મ વોટર, હોલની સફાઈ શરૂ

ચોમાસાની સિઝનનો ભારે વરસાદ અને વાવાઝોડામાં શહેરની જર્જરીત ઈમારતો તુટી પડે અને જાનમાલને હાની સર્જાય તેવી દહેશતને ખાળવા માટે મહાપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં ૫૦૦થી વધુ બિલ્ડીંગોને નોટીસ ફટકારવામાં આવી છે. બિલ્ડીંગનો જર્જરીત ભાગ તાત્કાલિક અસરથી ઉતારી લેવા અથવા રીપેર કરવા તાકીદ કરવામાં આવી છે. પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત અલગ-અલગ વિસ્તારોમાં ડ્રેનેજનાં મેઈન હોલ, સ્ટોર્મ વોટરનાં હોલ, વાલ્વ ચેમ્બર અને રાજમાર્ગો પર ખાડા બુરવાની કામગીરી ચાલી રહી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરનાં ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૭૦ જેટલી જર્જરીત બિલ્ડીંગો, વેસ્ટ ઝોનમાં ૬ જર્જરીત બિલ્ડીંગ અને સેન્ટ્રલ ઝોનમાં ૩૨૪ જર્જરીત બિલ્ડીંગોને નોટીસ ફટકારવામાં આવી છે જેઓને તાત્કાલિક અસરથી ચોમાસા પૂર્વે બિલ્ડીંગનો જર્જરીત ભાગ રીપેર કરાવવા અથવા તોડી પાડવા પણ તાકીદ કરાઈ છે.

સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજનાં ૨૫૧૯ મેન હોલ પૈકી ૧૧૬૧ની સફાઈ, સ્ટોર્મ વોટરનાં ૭૮૮૬ પૈકી ૩૧૩૭ હોલની સફાઈ, ૧૮૭૧ વાલ્વ ચેમ્બર પૈકી ૬૯૧ વાલ્વ ચેમ્બરની સફાઈ, ઈસ્ટ ઝોનમાં ડ્રેનેજનાં ૮૫૨૩ મેઈન હોલ પૈકી ૨૧૯૮ મેઈન હોલ, ૭૫ વાલ્વ ચેમ્બર અને સ્ટોર્મ વોટરનાં ૨૭૮૧ પૈકી ૯૪૭ મેઈન હોલની સફાઈ કરી લેવામાં આવી છે. જયારે વેસ્ટ ઝોનમાં ૧૪૮૭ વાલ્વ ચેમ્બર પૈકી ૨૫૩, સ્ટોર્મ વોટરનાં ૪૭૧૦ મેન હોલ પૈકી ૨૫૬૭ મેન હોલ અને ડ્રેનેજનાં ૧૩,૧૦૦ મેઈન હોલ પૈકી ૬૦૫૬ મેઈન હોલની સફાઈ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.