Abtak Media Google News

અપહરણ કરી વાડીએ ગોંધી રાખી ધોકા વડે તૂટી પડતા યુવાન ગંભીર

મૂળ ચોટીલાના ધરમપૂર ગામે રહેતા અને ખેતીકામ કરતા યુવાનને સાળી સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે સાઢુભાઈ અને અન્ય ચાર શખ્સોએ અપહરણ કરી ગુંદાળા ગામ નજીક લઈ જઈ ધોકા પાઈપ વડે ખૂની હુમલો કર્યાની ઘટના વિછિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.

Advertisement

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મૂજબ મૂળ ચોટીલાના ધરમપૂર ગામે રહેતા અને ખેતીકામ કરતા અશ્ર્વીનભાઈ માનસિંગભાઈ ઓળકીયા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મૂજબ તેના સાઢુભાઈ હેમંત મોહન હતવાણી, વિમુળ મોહન હતવાણી, સુરેશ મોહન હતવાણી દિપક અને મુકેશ ઉર્ફે મુનો હતવાણી સહિતના શખ્સોએ હેમંતની પત્નિ સાથે આડાસંબંધને કારણે બેફામ મારમાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

અશ્વિનભાઈ ઓળકીયાને તેમની સાળી વર્ષાબેન સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હોય અને કહુકા તથા લાલાવદર વચ્ચે ભાગે જમીન વાવવા રાખી હોય ત્યારે અશ્વિનભાઈ અને વર્ષાબેન બંને એક વાહન પર બેસીને જતા હતા ત્યારે વિપુલ હતવાણી બંનેને જોઈ જતા તેમનો પીછો કર્યો હતો.

અશ્વિનભાઈએ બાલાવદર ગામ પાસે સાળીને ઉતારી હિંગોળગઢ બાજુ જતા હતા ત્યારે વિપુલ હતવાણીએ વાહન આંતરી વિપુલ, સુરેશ અને દિપકે અશ્વિનભાઈને અપહરણ કરી હેમંત હતવાણી અને મુકેશ ઉર્ફે મુનાને બોલાવી અશ્વિનભાઈ ઓળકીયાને ધોરઈ ગામ પાસે વાડીએ લઈ જઈ લાકડા ધોકા વડેઢોર મારમાર્યો હતો.

ધારેઈની વાડીએ અશ્વિનભાઈ ઓળકીયાને ગોંધી રાખી પાંચેય શખ્સોએ જાન લેવા હુમલો કરતા અશ્વિનભાઈ ઓળકીયાને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા વિંછીયા પોલીસ સ્ટાફે વર્ષાબેનના પતિ હેમંત હતવાણી, વિપુલ હતવાણી, સુરેશ હતવાણી, દિપક અને મુકેશ ઉર્ફે મુન્ના વિરૂધ્ધ ખૂની હુમલો કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.