Abtak Media Google News

Table of Contents

ત્રણ વર્ષથી ઉપરના તમામ બાળકો હવે સરકારી માળખા મુજબ બે વર્ષ આંગણવાડી પૂર્વ પ્રાથમિકના રહેશે: પાંચ થી 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેવા  બાળકોને ધો.1 પહેલાનો બાલ વાટિકાનો અભ્યાસ કરાવશે

જેને 6 વર્ષ પૂર્ણ 1 લી જુનના થયા હશે  તેને જ ધો.1માં પ્રવેશ અપાશે:  હવે શિક્ષકોનું સેટઅપ પણ એ મુજબ રહેશે: બાલવાટિકાના  શિક્ષકોને  ખાસ તાલિમ અપાશે:  સરકારી-ખાનગી-ગ્રાન્ટેડ તમામ  પ્રાથમિક શાળા ધો.1 થી શરૂ થતી હોય ત્યાં  બાલવાટિકા શરૂ થશે

હવે નવી તરાહ 5+3+3+4 રહેશે: પ્રાથમિક શાળાના પરિસરમાં જ બાલ વાટિકા શરૂ થશે: રાષ્ટ્રીય શિક્ષણનીનીતિના ભાગરૂપે પૂર્વ પ્રાથમિકના ત્રણ વર્ષ (3 થી 6 વર્ષ) માટેની  વ્યવસ્થા ફરજીયાત કરવાની રહેશે

રાજયમાં ખાનગી રીતે ચાલતી પૂર્વ પ્રાથમિકના ત્રણ વષ માટે  નિયમન કાર્યવાહી પ્રિ-પ્રાયમરી રેગ્યુલેટરી ઓથોરીટી નકકી કરશે: બાલ વાટિકાનો  અભ્યાસક્રમ અને  શિક્ષક તાલિમ જી.સી.ઈ.આર.ટી. નિર્માણ કરશે

જુન 2023થી શરૂ થતા શૈક્ષણીક સત્રમાં રાષ્ટ્રીય  શિક્ષણ નીતિના ભાગરૂપે  પ્રારંભિક બાળ-સંભાળ અને શિક્ષણ માટેની જોગવાઈનો પરિપત્ર બહાર પડતા જ હવે અર્લીચાઈલ્ડ એજયુકેશન સીસ્ટમ કે પ્રિ.સ્ક્ુલ માટે પ્રાથમિક શાળામાં જ   અમલવારી થતાં શાળા આસપાસનાં  વાલીઓને   ઘણી રાહત થઈ જશે. આ નવા ફેરફારથી સરકારી શાળામાં  આંગણવાડી કે પ્રિ.સ્કુલ અને બાલવાટિકાની સંખ્યા આંવતાલ, આ વખતે સંખ્યા વધારો   થશે. છ વર્ષસુધીના બાળકના મગજનો વિકાસ  85 ટકા જેટલો થતો  હોવાથી તે ગાળામાં  તેને શ્રવણ-કથન જેવા કૌશલ્યો વિકસાવીને તેને વાંચન-ગણન-લેખન માટે હવે   સંપૂર્ણ તૈયાર કરી શકાશે.

Advertisement

નવા શૈ.સત્ર જૂન 23 થી પ્રાથમિક શાળાના પરિસરમાં જ બાલવાટિકા  શરૂ થતા હવે  રાહત થઈ જશે. ધણીવાર ધો.1માં ભણતા છાત્રનો નાનો ભાઈ ભણવા માંગતો હતો પણ આવી જોગવાઈ ન હોવાથી તેને બેસાડી  શકાતો નહી પણ નવા નિયમ અનુભવ 3 થી6 વર્ષ વચ્ચેના તમામ બાળકો માટે પ્રથમ પાંચ વર્ષમાં ત્રણ વર્ષ પ્રિ-સ્ક્ુલ અને બે વષ ધો.1-2ના ગણાશે આ વર્ષે જેને   1લી જુને 6  વર્ષ પૂર્ણ થયા હશે. તેને જ ધો.1માં પ્રવેશ અપાશે, સાથે ન થયા હોય તેવા બાળકોમાં  એક ર્વે બાલવાટિકાનું વર્ષ શિક્ષણ કરાવાશે. પ્રિ-સ્કુલનો મુખ્ય હેતુ  બાળક વાંચન-ગણન અને  લેખનની  ક્ષમતા સિધ્ધ કરે તેવો છે.

જુન 10+2ના માળખાને સ્થાને હવે   5+3+3+4 માળખું અમલમાં રહેશે. હવેથી ત્રણ વર્ષના બાળકને જ પ્રારંભીક બાળ સંભાળ અને શિક્ષણના સમાવેશ કરાયો છે. આનો મુખ્ય ધ્યેય શરૂઆતથી જ બાળખનાં   સંવાગી અધ્યનન-વિકાસ અને સુખાકારીનો છે.બાળકના મગજનો  યોગ્ય વિકાસ તથા  શારીરિક વૃધ્ધિ માટે  પ્રારંભના છ વર્ષ મહત્વપૂર્ણ મનાય છે. પ્રથમ પાંચ વર્ષમાં પ્રથમ ત્રણ વર્ષ પાયાના તબકકા નસર્ર્રી, લોઅર કેજી,  હાયર કે.જી.ની જેમ અને ધો.1-2ના બે વર્ષ મળીને  પ્રથમ પાંચ વર્ષમાં 6 થી  8 ધો અને  બાકીના 4 વર્ષમાં ધો.9 થી 12 ગણાશે. આ ફેરફારથી  પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગણાશે.

આ વર્ષે  5 વર્ષથી 6 વર્ષ પુૂર્ણ ન થાય તે ધો.1 પહેલાનું  બાલવાટિકા વર્ષ ગણાશે. રાજયની તમામ પ્રા. શાળામાં 1 લી જુને જે બાળકને છ વર્ષ પૂર્ણ થયા હશે તેને જ ધો.1માં પ્રવેશ આપી શકશે. આમા ન આવતા બાળકો માટે વર્ષ 2023-24ના શૈક્ષણિક સત્રમાં   બાલવાટિકા શરૂ કરાશે. આ માળખું શાળાના પરિસરમાં જ કરવાનું રહેશે. સ્વનિર્ભર શાળાઓએ પણ સરકારે  નિયત કરેલા નવા વર્ષથી બાળવાટિકા વર્ગો શરૂ કરવાના રહેશે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો પાયો મજબુત કરવા પૂર્વ પ્રાથમિકના ત્રણ વર્ષ (3 થી 6) માટેની  વ્યવસ્થા  ફરજીયાત કરવાની રહેશે.

બાળકોને  મફત અને ફરજીયાત શિક્ષણનો  અધિકાર અધિનિયમ (2009) મુજબ સરકારી અને અનુદાનીત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકોનો રેશિયો ધ્યાને લેતી વખતે બાલવાટિકા અને ધો.1 થી 5ના સંયુકત સંખ્યાના આધારે સેટઅપ નકકી કરવાનું રહેશે. આ  વ્યવસ્થામાં જયાં જરૂર પડે ત્યાં પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા કરવાની રહેશે. શિક્ષકો નીમવામાં પીટીસી,ડીઈઆઈ.ઈડી અને પ્રી. પીટીસી કે ડી.પી.એસઈ અભ્યાસ પૂર્ણ     કયો હશે તેને જ નિમણુંક  આપી શકશે. આ ઉપરાંત પ્રવર્તમાન શિક્ષકોને  પણ આ નવી અમલવારી, શિક્ષણ પધ્ધતિ જેવી  વિવિધ  બાબતે તાલીમબધ્ધ કરાશે. આંગણવાડીમાં અભ્યાસપૂર્ણ કરેલો હશે. તેને પણ પ્રવેશ આપી શકાશે.

રાજયમાં  ખાનગી રીતે ચાલતા બાલ મંદિરો, પ્લે હાઉસ વિગેરે માટે પ્રિ-પ્રાયમરી રેગ્યુલેટરી ઓથોરીટી નિયમ બનાવશે જે હવે અલગથી બહાર પાડવામાં આવશે. શરી-ગલ્લીઓમાં ઘણા બાલ મંદિરો ચાલે છે. તેઓએ  મંજુરીની માંગણી  પણ કરી હતી. પણ ત્યારે આવી જોગવાઈ ન હોવાથી સરકારે  પણ આપી ન હતી પણ હવે આ  બાલમંદિરો નાનકડા-મકાનોમાં ચાલતા હોય કે એક રૂમમાં ચાલતા હોય તેને બાબતે સરકાર આગામી દિવસોમાં કેવો  નિર્ણય લેશે. તેતો સમય જ બતાવશે. હાલની પરિપત્રની તમામ જોગવાઈની અમલવારી શરૂ  થતાં જ નવા સત્રથી શિક્ષણમાં  ઘણા ફેરફાર જોવા મળશે.

નવા શૈક્ષણિક સત્ર જુન-23નું નવું માળખું

10+2ની જગ્યાએ હવેથી  5+3+3+4નું નવુ માળખું અમલમાં રહેશે. જેમાં પ્રથમ પાંચ વષમાં ત્રણ વર્ષ પ્રિ.સ્કુલનાં  અને બે વર્ષ ધો.1-2ના રહેશે. બીજા ત્રણ વર્ષ ધો.3 થી 5, અને બીજા ત્રણ વર્ષ ધો.6 થી  8ના રહેશે. છેલ્લે ચાર વર્ષના તબકકામાં  ધો.9 થી 12 અમલમાં રહેશે. હવે સમગ્ર  શિક્ષણની વ્યવસ્થા માળખામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રારંભીક શિક્ષણ કે  પ્રાથમિક શિક્ષણ,  ઉચ્ચ પ્રાથમિક  શિક્ષણ અને  માધ્યમિક શિક્ષણનો તબકકો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.